________________ (ર૩૦) આત્મોન્નતિ. પ્રધાન ધર્મ છે. આ જગતમાં પ્રાણથી અધિક પ્રિય એવી બીજી કઈ પણ વસ્તુ નથી, તેથી પિતાની જેમ બીજા પ્રાણીઓ ઉપર દયા કરવી. આવી રીતે સર્વ ધર્મ-મતના પ્રવર્તકેએ કઈ પણ પ્રાણીને વધ કરે, એ ધર્મના ફરમાનથી ઉલટું છે -ધર્મ રહિત છે, એમ જણાવ્યું છે. દરેક મતવાળાએ દયાને સ્વીકાર કરેલો છે. તેમ છતાં મુસલમાન વિગેરે જેઓ હિંસા કરે છે, અને એમ કહે છે કે, અમારા શાસ્ત્રમાં માંસ ભક્ષણ કરવું કહેલું છે, તે આવી રીતે તેમનાં શાસ્ત્રોમાં જે માંસ ભક્ષણ કરવા કહેલું છે તે તે પાછળથી કઈ માંસના લેભીએ તેમાં વધારેલું હોય એમ અનુમાનથી સિદ્ધ થાય છે. વળી જે દેવીભક્ત બકરાં ઘેટાં વગેરેને ભેગ દેવીને આપે છે, અને તેમાં ધર્મ માને છે. આ વાતને વિચાર કરતાં બુદ્ધિમાન મનુષ્યને સમજાશે કે દેવી કે જે એકલા મનુષ્યની માતા નહિ પણ આખા જગતની માતા છે, ત્યારે તે પશુ પક્ષીઓ વગેરે જાનવરની માતા કેમ નહિ? તે માતાને ધર્મ બાળકે ઉપર દયા લાવવાને છે, ત્યારે તે માતા બાળકનું ભક્ષણ કરે એ વાત કેમ સંભવે ? વળી તે દેવી સર્વશક્તિમાન છે. તેને જે ભક્ષણ કરવું હોય તે તે પિતાની મેળે ભક્ષણ કરવાને સમર્થ નથી કે જેથી તે મનુષ્ય પાસેથી લઈને ભક્ષણ કરે? વનમાં ઘેટાં, બકરાં અને પાડાઓ ચરે છે, તેમને પોતાની મેળે કેમ ભક્ષણ કરતી નથી? જે દેવીને ભેગ આપે ત્યારે ખાવાનું મળે, ન આપે તે ન મળે, આ વાત કેમ મનાય? આ તે તેમના ભકતે દેવીનું નામ આપી જગમાં ધર્મી ગણાઈ માંસ ભક્ષણ કરે છે, અને તેને માટે જ આ રસ્તે કાલે હોય એમ માલમ પડે છે. જ્યારે કુમારપાળ મહારાજાને શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય મહારાજે ઉપદેશ કરીને જૈન ધર્મ કર્યા ત્યારે કુમારપાળે હિંસા ન કરવાની પ્રતિજ્ઞા કરી. તે પછી આધીન માસ આવતાં નવરાત્રિ અને દશેરાના દિવસો આવ્યા. તે રાજ્યમાં નવરાત્રિની અષ્ટમીએ આઠસે, નવમીએ નવસે અને દશમી-દશેરાને દિવસે એક હજાર