________________
લલિતવિસ્તરા ગ્રંથના પંજિકાકાર
શ્રુત હેમ - નિકષ પૂજ્ય આચાર્યશ્રી મુનિચન્દ્રસૂરિજી મ.સા.
લેખક
પૂ. મુનિશ્રી મુનિચન્દ્ર વિજયજી મ.
-
-
અગિયારમી સદીના ઉત્તરાર્ધનો સમય...
રળિયામણું દર્ભાવતી નગર...... (ડભોઇ નગર) ચિંતક શેઠ....!
મોંઘીબેન શેઠાણી....!
“ચિંતય' એમનું કુળ....!
કોઇ પુણ્યવંતા દિવસે એમને ત્યાં એક તેજસ્વી બાળકનો જન્મ થયો. એના જન્મથી માત્ર માતાપિતા જ નહિ, પણ બાજુના પાડોશીઓ પણ આનંદિત બની ઊઠયા.
એનું મુખ...! જાણે પૂનમનો ચન્દ્ર !
એનું કપાળ ! જાણે આઠમનો ચન્દ્ર !
એની આંખડી ! જાણે કમળની પાંખડી....!
એનો ત્રણ રેખાયુક્ત કંઠે ! જાણે કે દક્ષિણાવર્ત શંખ !
આવો મનમોહક બાળક કોને ન ગમે ? જેણે જેણે એ બાળક જોયો તે સૌએ મોંઘીબાઇને રત્નકુક્ષિ કહીને નવાજ્યા... !
એક દિવસે વિહાર કરતા કરતા આચાર્યશ્રી યશોભદ્રસુરિશ્વરજી આવી ચડયાં. ડભોઇના ભક્તિવંતા શ્રાવકોએ ભાવભીનું સ્વાગત કર્યું. દરરોજ વ્યાખ્યાનાદિ ચાલવા લાગ્યા. યશોભદ્રસૂરિશ્વરજીની જાદુઈ વાણીએ ડભોઈ પર જાણે કામણ કર્યું. નાનાથી માંડીને મોટેરા સૌ વ્યાખ્યાનમાં આવવા લાગ્યા. વિશાળ ઉપાશ્રય પણ સાંકડો પડવા લાગ્યો.
નાના બાળક સાથે મોંઘીબેન પણ પ્રવચનમાં આવતાં હતાં. એક દિવસે આચાર્યશ્રીની નજર એ નાનાકડા બાળક પર પડી. અને... જાણે તેનું ભાગ્ય પલટાઈ ગયું. આચાર્યશ્રીની આંખો આ તેજસ્વી બાળક પર જડાઇ ગઇ. ઘડીભર તેઓ જોઇ જ રહ્યાં. આચાર્યશ્રીની કાન્તદર્શી આંખો જાણે એ બાળકના કપાળ પરનું ઉજ્જવળ ભવિષ્ય વાચી રહી હતી. થોડીવાર પછી પૂછ્યું :
કેમ બેન...! આ તમારો નંદન છે ?
‘હા જી’ મોંઘીબેને ઉત્સાહિત ચહેરે કહ્યું.
આ બાળકના ચહેરા પર હું જૈનશાસનની મહાન પ્રભાવના જોઇ રહ્યો છું. બેન ! મારૂં માનતા હો તો આ બાળકને શાસનના શરણે સોંપી દો એનું જીવન ધન્ય બની જશે. માત્ર એનું જ નહિ, પણ તમારું જીવન પણ ધન્ય બની જશે અને રત્નકુક્ષિ માતા તરીકે તમારું નામ ઇતિહાસ ૫૨ સુવર્ણાક્ષરે લખાઇ જશે..
ગુરુદેવ ! મારો પુત્ર શાસનને સમર્પિત બને એવા મારા ભાગ્ય ક્યાંથી ? હું તો પહેલેથી –જ એવી કામના કરતી રહી છું કે મારો પુત્ર શાસનનો શણગાર બને. આપ મારા પુત્રને સ્વીકારો. એના પિતાની પણ આ અંગે મંજૂરી જ છે. તેઓ તો મારાથી પણ વધુ ધાર્મિક વૃત્તિવાળા છે. ગુરુદેવ ! એને ભણાવજો ગણાવજો અને આપનો પટ્ટપ્રભાવક બનાવજો. જેથી મારું જીવન પણ
૧