________________
તીર્થંકર પરમાત્માઓના શાસનની જ. કેમકે તેમની ભાવના સમસ્ત વિશ્વના પરમ કલ્યાણની સદા રહેલી છે. તથા તેમણે વિશ્વને જે સ્વરૂપ યથાસ્થિતપણે પ્રકાશિત કરેલું છે. અને તેના આધાર ! પર મુક્તિમાર્ગની સાધના વિશ્વમાં અવિચ્છન્નપણે ચાલી રહેલી છે.
શાસ્ત્રોમાં કહ્યું છે કે આરાધેલી આજ્ઞા મોક્ષ માટે અને વિરાધેલી આજ્ઞા સંસાર માટે થાય છે. અહીં આજ્ઞા શબ્દનો જ પ્રયોગ શા માટે ? આજ્ઞા એટલે શાસન. આજ્ઞા એટલે મહાસત્તાનું નિયંત્રણ.
કર્મની સત્તા એક મહાન સત્તા છે, એમ આપણે સૌ કોઈ માનીએ જ છીએ પરંતુ તેનાથી પણ મોટી સત્તા રહેલી છે, એ વાત આપણને લલિતવિસ્તરા ગ્રન્થથી જાણવા મળે છે.
આ સત્તાને શ્રી જૈન શાસનની મહાસત્તા કહો, તીર્થકરત્વની મહાસત્તા કહો કે વિશ્વની મહાસત્તા તેમાં કશો જ ફેર પડતો નથી.
જિનેશ્વરો અને તીર્થકરો બે નામ એક જ છે. માત્ર સમજવાનું એટલું છે કે તેમનું શાસન જગત ઉપર કેવી રીતે ચાલે છે ?
१ नारका अपि मोदन्ते, यस्य कल्याणपर्वसु । पवित्रं तस्य चरित्रं, को वा वर्णयितुं क्षमः ॥ १ ॥
પૂ. શ્રી હેમચંદ્રાચાર્ય
२ आज्ञाराद्धा विराद्धा च, शिवाय च भवाय च ।
પૂશ્રી હેમચંદ્રાચાર્ય વિશ્વના કોઈ પણ શાસન કરતાં આ શાસન વધુ વ્યવસ્થિત છે, વધુ કલ્યાણકર છે, કર્મની મહાસત્તા નીચે રહેલા જીવોને આ શાસન તેમાંથી છોડાવનાર છે, દુઃખ મુક્ત કરાવનાર છે.
આવી મહા શક્તિ આ શાસનમાં શાથી આવી ? તે વીતરાગ પુરૂષોનું શાસન છે, એટલા માટે જ એ શક્તિ આવતી હોય તો તેને માત્ર વીતરાગ શાસન કહેવાત, માત્ર સર્વજ્ઞોનું શાસન કહેવાત, માત્ર કમેં મુક્તોનું શાસન કહેવાત, પણ તીર્થકરોનું શાસન કેમ કહ્યું ?
શાસ્ત્રમાં આ શાસનને જિનશાસન અથતિ તીર્થકરોના શાસન તરીકે ઓળખાવેલ છે, તેની પાછળ કોઈ વિશિષ્ટ હેતુ રહેલો હોવો જોઈએ. તે આપણે શોધી કાઢવો પડશે તે માટે લલિતવિસ્તરાગ્ર આપણને મહાન સહાય પૂરી પાડે છે.
સાચા હૃદયથી એ સહાય જો લેવામાં આવે તો આપણને તરતજ સ્પષ્ટ થાય એમ છે કે તે હેતુ બીજો કોઈ નહિ પણ શ્રી તીર્થકરોના આત્માઓની અનાદિકાલીન વિશિષ્ટ યોગ્યતા આ જ છે. તેમના વ્યક્તિગત કે સમષ્ટિગત ઉભય પ્રકારના કલ્યાણની એક સરખી ભાવના ભવો સુધી ટકે છે.
આવી તીવ્રતમ ભાવના તેમના સિવાય બીજા કોઈને આવવાની શક્યતા જ નથી, કારણ