________________
५२
तत्त्वन्यायविभाकरे
योगस्थैर्यनिमित्तकत्वेन निमित्तनाशनाश्यत्वात् केवलज्ञानस्य चानैमित्तिकत्वादुत्पत्तौ ज्ञप्तौ चावरणक्षयातिरिक्तानपेक्षणात्, तथैव हि तस्य स्वतन्त्रप्रमाणत्वव्यवस्थितिः । एवं च ज्ञानं व्यक्ततारूपं दर्शन्त्वव्यक्ततारूपं न च क्षीणावरणेऽर्हति व्यक्तताव्यक्तते युज्येते ततस्सामान्यविशेषज्ञेयसंस्पर्श्यभयैकस्वभाव एवायं केवलिप्रत्ययः, न च ग्राह्यद्वित्वाद्ग्राहकद्वित्वमिति सम्भावादपि युक्ता, केवलज्ञानस्य ग्राह्यानन्त्येनानन्ततापत्तेः, विषयभेदकृतो न ज्ञानभेद इत्यभ्युपगमे तु का प्रत्याशा दर्शनपार्थक्ये, आवरणद्वयक्षयादुभयैकस्वभावस्यैव कार्यस्य सम्भवात्, न चैकस्वभावप्रत्ययस्य शीतोष्णस्पर्शवत्परस्परविभिन्नस्वभावद्वयविरोध इति वाच्यम्, दर्शनस्पर्शनशक्तिद्वयात्मकैकदेवदत्तवत्स्वभावद्वयात्मकैकप्रत्ययस्य केवलिन्यविरोधात्, ज्ञानत्वदर्शनत्वाभ्यां ज्ञानदर्शनयोर्भेदो न तु धर्मिभेदेन, अत एव तदावरणभेदेऽपि स्याद्वाद વ્રુતિ ॥
આ જ જ્ઞાનરૂપ ઉપયોગ, સ્વ-પરના નિર્ણયમાં સાધકતમ હોવાથી પ્રમાણરૂપ છે, પરંતુ સંનિકર્ષ કે દ્રવ્યેન્દ્રિય પ્રમાણરૂપ નથી. માટે કહ્યું છે કે
-
ભાવાર્થ “આ જ ઉપયોગ પ્રત્યક્ષ જ્ઞાન પ્રત્યે કારણ છે. આ ચાર પ્રકારની ઇન્દ્રિયો સમુદિત (મિલિત) થયેલી, શબ્દ આદિ વિષયોનું ગ્રહણ કરે છે અને ઇન્દ્રિય તરીકેના વ્યવહા૨ને ભજનારી છે.”
વિવેચન – ઉપયોગ જ પ્રત્યક્ષ પ્રત્યે કરણ છે. અહીં ‘એવ’ શબ્દથી સંનિકર્ષ આદિનો નિરાસ કરેલ છે, કેમ કે-લબ્ધિઉપયોગ, આત્માને સ્વ-પરવ્યવસાયરૂપ ફળ પેદા કરવામાં યોગ્ય અને વ્યાપારયોગ્ય હોઈ પ્રસિદ્ધ છે. કહ્યું છે કે -‘લબ્ધિ અને આત્માના ઉપયોગરૂપ ભાવેન્દ્રિયો જાણે છે, કેમ કે-સ્વ-પરસંવિક્ર્માં યોગ્યતા છે અને સંવિમાં વ્યાપાર છે.’ ઇતિ.
૦ આ સંવિરૂપ લબ્ધિ સ્વાર્થસંવિદ્ પ્રત્યે યોગ્ય હોવા છતાં, પ્રકૃતમાં ઉપયોગી ન હોવાથી પ્રમાણ તરીકેના વ્યવહારને ભજનાર નથી, કેમ કે-પ્રમિતિ પ્રત્યે સાધકતમ (કરણ) જ ઉપયોગી છે અને તેવો (સાધકતમ) ઉપયોગ જ હોઈ પ્રમાણભૂત છે, કેમ કે-આત્માના વ્યાપાર સિવાય સ્વાર્થસંવિદ્(સ્વ-પરપ્રકાશક જ્ઞાન)ની ઉત્પત્તિ નથી. જો આત્માના વ્યાપાર સિવાય સ્વાર્થસંવિદ્ માનવામાં આવે, તો સુષુપ્ત અવસ્થામાં પણ સ્વાર્થસંવિરૂપ પ્રકાશનો પ્રસંગ આવે !
શંકા – તે સુષુપ્ત અવસ્થાના સમયમાં સંનિકર્ષ (મનની અને વિષયની સાથે સંનિકર્ષ)નો અભાવ હોવાથી જ સુષુપ્ત અવસ્થામાં પ્રકાશ-જ્ઞાનનો પ્રસંગ નહીં જ આવે ને ?
સમાધાન – સુષુપ્ત અવસ્થામાં પણ સ્પર્શન આદિ ઇન્દ્રિયનો, અત્યંત કોમળ તળાઈ (રૂની ગાદી), તાંબૂલ, માલતીના પુષ્પની ખુશબો, સુંદર ગાયનના શબ્દ આદિરૂપ વિષયની સાથે સંનિકર્ષ તથાવિધ છે જ.
શંકા – પૂર્વપક્ષ-જિજ્ઞાસા સહષ્કૃત જ સન્નિકર્ષ આદિ પ્રકાશ પ્રત્યે કારણ છે. જો એમ ન માનો, તો તમોને પણ તે વખતે ઉપયોગ કેમ નથી ? વળી એમ નહીં કહેવું કે - ક્ષયોપશમ નહીં હોવાથી ઉપયોગ