________________
तत्त्वन्यायविभाकरे
[કદંબ પુષ્પ આદિ આકૃતિની માંસગોળાના આકારવાળી શ્રોત્રઆદિ અન્તર્નિવૃત્તિની જે શબ્દ આદિરૂપ વિષયના પરિચ્છેદને કરનારી શક્તિ છે, તેનો વાત-પિત્ત આદિવડે ઉપઘાત થતાં પૂર્વોક્ત અન્તર્નિવૃત્તિના સદ્ભાવમાં પણ જીવ, શબ્દ આદિ વિષયને કરતો નથી. તેથી જણાય છે કે-અન્તર્નિવૃત્તિનિષ્ઠ શક્તિરૂપ ઉપકરણ ઇન્દ્રિય કથંચિદ્ ભિન્ન છે.]
भावेन्द्रियं विभजते
४६
भावेन्द्रियमपि द्विविधम् । लब्ध्युपयोग भेदात् । आत्मनिष्ठेन्द्रियावरणक्षयोपशमरूपार्थग्रहणशक्तिर्लब्धिः ॥ ९ ॥
|
भावेति । स्पष्टम् । लब्धीन्द्रियस्वरूपमाहाऽऽत्मनिष्ठेति । लाभो लब्धिः प्राप्तिरित्यर्थः, आवरणक्षयोपशमप्राप्तिरिति भावः । ज्ञानस्य तदावरणस्य चात्मनिष्ठत्वेन तत्क्षयोपशमोऽपि तन्निष्ठ एवेत्यत उक्तमात्मनिष्ठेति । इन्द्रियावरणक्षयोपशमेति, गतिजात्यादिनामकर्मोदयतो मनुष्यत्वपञ्चेन्द्रियत्वादिप्राप्तौ सत्यामिन्द्रियविषयेष्वेव शब्दादिषु योऽयं विशेषोपयोगस्तदावरणक्षयोपशमेत्यर्थः । कारणे कार्योपचारात्तु मूले इन्द्रियावरणक्षयोपशमेत्युक्तम् । केचित्त्वन्तरायकर्मक्षयोपशमापेक्षिणीन्द्रियविषयोपभोगज्ञानशक्तिर्लब्धिरिति वदन्ति तादृशक्षयोपशमस्यैवार्थग्रहणशक्तिरूपमित्याहेन्द्रियावरणक्षयोपशमरूपार्थग्रहणशक्तिरिति । शेषमपि द्रव्येन्द्रियं लब्धिप्राप्तावेव भवति नान्यथेति ॥
ભાવ ઇન્દ્રિયનો વિભાગ
ભાવાર્થ – “ભાવ ઇન્દ્રિય પણ લબ્ધિ અને ઉપયોગના ભેદથી બે પ્રકારની છે. આત્મામાં ઇન્દ્રિયાવરણ ક્ષયોપશમરૂપ અર્થગ્રહણશક્તિ, એ લબ્ધિ’ છે.”
વિવેચન – લાભ એટલે લબ્ધિ, આવરણ ક્ષયોપશમની પ્રાપ્તિ એવો ભાવ છે. જ્ઞાન આત્મામાં છે. તે જ્ઞાનનું આવરણ આત્મામાં છે. તે આવરણનો ક્ષયોપશમ પણ આત્મામાં છે જ, માટે કહ્યું છે કે— ‘આત્મનિર્દેતિ ।' ‘ફન્દ્રિયાવરળક્ષયોપશમાવિતિ ।' ગતિ-જાતિ આદિનામકર્મના ઉદયથી મનુષ્યપણું-પંચેન્દ્રિયપણું વગેરેની પ્રાપ્તિ થયે છતે, ઇન્દ્રિયના શબ્દ આદિ વિષયોમાં જ જે આ વિશેષ ઉપયોગ-ઇન્દ્રિયવિષયવિષયક મતિજ્ઞાન આવરણના ક્ષયોપશમથી, એવો અર્થ છે. વળી કારણમાં કાર્યનો ઉપચાર હોવાથી મૂલમાં ‘ઇન્દ્રિયાવરણ ક્ષયોપશમ’ એમ કહેલું છે. અર્થાત્ ઇન્દ્રિયવિષયવિષયક જ્ઞાનાવરણ ક્ષયોપશમરૂપ કારણમાં કાર્યનો ઉપચાર છે અને તેવા ક્ષયોપશમથી જનિત ક્ષાયોપશમિક જ્ઞાનના સદ્ભાવરૂપ કાર્ય છે.
૦ કેટલાક તો અંતરાયકર્મના ક્ષયોપશમની અપેક્ષાવાળી, ઇન્દ્રિયના વિષયના ઉપભોગની જ્ઞાનશક્તિને ‘લબ્ધિ' કહે છે. તેવો ક્ષયોપશમ જ અર્થગ્રહણશક્તિરૂપ હોઈ કહે છે કે ‘ઇન્દ્રિયાવરણ ક્ષયોપશમરૂપ અર્થગ્રહણશક્તિ.'