________________
द्वितीयो भाग / सूत्र - ७-८, द्वितीय किरणे इदमपीन्द्रियं बाह्याभ्यन्तरनिर्वृत्तिनिष्ठत्वाद् द्विविधमिति तत्त्वार्थभाष्यकृत् । आगमे तु न क्वापि तादृशी व्यवस्था दृश्यतेऽतः केवलमान्तरेन्द्रियनिष्ठ इत्युक्तम् । अस्य शक्तिरूपेन्द्रियस्य द्रव्येन्द्रियत्वे युक्तिमाह पुद्गलेति । शक्तिशक्तिमतोः कथञ्चिदभेदादिति भावः । अस्य शक्तिविशेषस्य, द्रव्यत्वं द्रव्येन्द्रियत्वमित्यर्थः । अभेद एवानयोरुच्यतां किं कथञ्चिद्भेदेनेत्यत्राह अस्येति शक्तिविशेषस्येत्यर्थः, उपघात इति वातपित्तादिना विनाश इत्यर्थः, निर्वृत्तीन्द्रयसत्त्वेऽपीति, कदम्बपुष्पाद्याकाराया अन्तनिर्वृत्तेस्सत्त्वेऽपीत्यर्थः, नार्थग्रह इति, न जीवश्शब्दादिविषयं गृह्णातीत्यर्थः, तथा चास्ति कथञ्चिद्भिन्न आन्तरेन्द्रियनिष्ठश्शक्तिविशेष इति भावः ॥
ઉપકરણ ઇન્દ્રિયને કહે છે ભાવાર્થ – “આન્સરનિવૃત્તિ ઇન્દ્રિયમાં રહેલ પોતપોતાના વિષયના પ્રહણના સામર્થ્ય રૂપ વિશિષ્ટ શક્તિ, એ ઉપકરણ ઇન્દ્રિય કહેવાય છે. આ ઉપકરણ ઇન્દ્રિય પુદ્ગલ શક્તિ રૂપ હોઈ દ્રવ્યેન્દ્રિય કહેવાય છે. આ ઉપકરણ ઇન્દ્રિયના ઉપઘાતમાં નિવૃત્તિ ઇન્દ્રિય હોવા છતાં વિષયનું ગ્રહણ થતું નથી.”
વિવેચન – શ્રોત્ર આદિ આન્તરનિવૃત્તિરૂપ કદંબપુષ્પ આદિ આકારવાળી આન્તર ઇન્દ્રિયમાં રહેલ જે વિષયના ગ્રહણના સામર્થ્યરૂપ વિશિષ્ટ શક્તિ, એ ઉપકરણ ઇન્દ્રિય છે. શક્તિ અને શક્તિવાળાનો અભેદ સંભવ હોઈ, તે ઉપકરણ દ્રવ્યન્દ્રિય કહેવાય છે.
આ ઉપકરણ ઇન્દ્રિય બાહ્ય-અત્યંતર રહેનાર હોઈ બે પ્રકારવાળી છે, એમ તત્ત્વાર્થના ભાષ્યકાર કહે છે. આગમમાં તો તેવી ક્યાંય વ્યવસ્થા નથી દેખાતી, માટે ફક્ત “આન્તરેન્દ્રિયનિષ્ઠ’ એમ કહેલ છે. (ખડ્રગસ્થાનીય બાહ્ય નિવૃત્તિ છે અને તે બાહ્ય નિવૃત્તિની ખગધારા સમાન સ્વચ્છતર પુદ્ગલસમુદાય આત્મક આત્યંતર નિવૃત્તિની વિશિષ્ટ શક્તિ, એ ઉપકરણ ઇન્દ્રિય છે.) આ શક્તિરૂપ ઇન્દ્રિયના દ્રવ્ય ઇન્દ્રિયપણામાં યુક્તિને કહે છે. “પુત્તેિતિ’ શક્તિ અને શક્તિમાનમાં કથંચિત્ અભેદ હોવાથી, પુદ્ગલની શક્તિરૂપ હોઈ આ ઉપકરણ ઇન્દ્રિય દ્રવ્ય ઇન્દ્રિયરૂપ છે, અર્થાત્ આ વિશિષ્ટ શક્તિમાં દ્રવ્ય ઇન્દ્રિયપણું સમજવું.
શંકા – અહીં બંનેમાં શક્તિ-શક્તિઆશ્રયમાં આ ભેદ જ કહીને કથંચિત્ ભેદથી શું કામ છે?
સમાધાન – આના જવાબમાં કહે છે કે આ વિશિષ્ટ શક્તિરૂપ ઉપકરણ ઇન્દ્રિયનો વાત-પિત્ત આદિ કારણદ્વારા વિનાશ થતાં, કદંબ પુષ્પના આકારવાળી અત્યંતર નિવૃત્તિ ઇન્દ્રિય હોવા છતાં જીવ, શબ્દ આદિ વિષયને ગ્રહણ કરતો નથી. તથા આન્તરેન્દ્રિયનિષ્ઠ વિશિષ્ટ શક્તિ કથંચિત્ ભિન્ન છે, એમ સાબિત થાય છે.
१. कदम्बपुष्पाद्याकृतेर्मासगोलकाकारायाः श्रोत्राद्यन्तर्वित्तेर्या शब्दादेविषयपरिच्छेत्री शक्तिस्तस्या वातपित्तादिनोपधाते सति यथोक्तान्तर्विवृत्तेस्सद्भावेऽपि न शब्दादिविषयं गृह्णाति जीव इत्यतो ज्ञायतेऽस्त्यन्तनिर्वृत्तिशक्तिरूपमुपकरणेन्द्रियं कथञ्चिद्भिन्नमिति तात्पर्यार्थः ॥