________________
द्वितीयो भाग / सूत्र - ५-६, द्वितीय किरणे
४३ ૦ ચક્ષુ ઇન્દ્રિય તૈજસ (અગ્નિના કાર્યરૂપ) છે, કેમ કે-રૂપ હોવા છતાં રૂપનું અભિવ્યંજક છે. જેમ કેપ્રદીપ. આવું અનુમાન મણિમાં વ્યભિચારવાનું છે, કેમ કે-રૂપનું જ પ્રકાશન હોઈ મણિમાં તૈજસપણાનો સ્વીકાર કરેલો નથી તથા ચંદ્રકિરણ આદિમાં વ્યભિચાર હોઈ ચક્ષુ તૈજસ નથી.
શંકા – તે ચંદ્રકિરણ આદિ તૈજસ છે, તો વ્યભિચાર કેવી રીતે?
સમાધાન – ચંદ્રકિરણ આદિમાં ઉષ્ણસ્પર્શનો અભાવ હોઈ તૈજસપણાનો અસંભવ છે. ચંદ્રકિરણ તૈજસ નથી, કેમ કે-શીતપણું છે. જેમ કે-જળ. આવા અનુમાનથી તૈજસપણાનો અભાવ સિદ્ધ થાય છે.
સ્પર્શન ઈન્દ્રિય વાયવીય (વાયુજન્ય) છે, કેમ કે-રૂપ આદિ હોવા છતાં સ્પર્શની જ અભિવ્યંજક છે. જેમ કે-અંગની સાથે સંબંધી પાણીરૂપ પરસેવાની શીતતાનો અભિવ્યંજક પંખાનો પવન. આવું અનુમાન ઘનસાર-કપૂર આદિમાં વ્યભિચારવાળું છે. તે કપૂરનું જળમાં શીતસ્પર્શનું જ અભિવ્યંજકપણું છે અને કપૂરમાં વાયવીયપણાનો અભાવ છે. વળી પૃથિવી આદિમાં અત્યંત ભિન્ન જાતિયપણાની અસિદ્ધિ હોવાથી પૃથિવી આદિથી આરબ્ધ(જન્ય)પણાનો અભાવ છે.
૦ શબ્દ સ્વસમાનજાતીય વિશેષ ગુણવાળી ઇન્દ્રિય વડે ગ્રાહ્ય બને છે, કેમ કે-સામાન્ય વિશેષવાન હોય છતે બાહ્ય એકેન્દ્રિય પ્રત્યક્ષ છે એવું અનુમાન. શબ્દમાં આકાશ ગુણત્વની અસિદ્ધિદ્વારા અસિદ્ધ બને છે. આ પ્રમાણે ઈન્દ્રિયોનું પાર્થિવત્વ આદિ નથી.
[શબ્દ પોતાની સમાન જાતિના (ગુણત્વવ્યાપ્ય જાતિશબ્દવરૂપ સમાન જાતિવાળા) વિશેષ ગુણરૂપ શબ્દ (સમવાય સંબધથી) આશ્રય. કર્ણશખુલી અવચ્છિન્ન આકાશરૂપ શ્રોત્રેન્દ્રિયથી ગ્રહણવિષય બને છે, કેમ કે સામાન્ય (શબ્દત્વ) વિશેષ (તીવ્ર-મંદ આદિ)વાળો છે અને મનથી ભિન્ન ઇન્દ્રિય બહિરિન્દ્રિય કહેવાય છે. એક સંખ્યાત્વાદિ, કીન્દ્રિયગ્રાહ્ય હોઈ કીન્દ્રિયગ્રહણ યોગ્યતારહિત અને બહિરિન્દ્રિયથી યોગ્ય પ્રત્યક્ષ છે. જેમ કે-રૂપ આદિ એવું અનુમાન અસિદ્ધ છે કેમ કે-શબ્દ આકાશનો ગુણ નથી પણ પૌલિક છે, કેમ કે-રૂપ આદિની માફક ઇન્દ્રિયના વિષયરૂપ છે. શબ્દ પૌગલિક હોવાથી સામાન્યવિશેષ આત્મક છે.]
द्रव्येन्द्रियं विभजते - निवृत्त्युपकरणभेदेन द्रव्येन्द्रियं द्विविधम् । निर्वृत्तिराकारः ॥६॥
निवृत्तीति । निर्वर्तनं निर्वृत्तिः प्रतिविशिष्टस्संस्थानविशेषस्तदेवाह निर्वृत्तिराकार इति । उपक्रियतेऽनेनेत्युपकरणमुभयमपि पुद्गलपरिणामम्, भावेन्द्रियस्योपयोगस्य निमित्तं भवति ॥
- દ્રવ્ય ઇન્દ્રિયનો વિભાગ કરે છે ભાવાર્થ – “નિવૃત્તિ અને ઉપકરણના ભેદથી દ્રવ્યન્દ્રિય બે પ્રકારની છે. નિવૃત્તિ એટલે આકાર.” | વિવેચન – નિર્વર્તન બનાવવું તે નિવૃત્તિ, અર્થાતુ પ્રતિવિશિષ્ટ-જાતજાતનો વિશિષ્ટ આકાર. ઉપકરણ એટલે જેના વડે ઉપકાર કરાય-ઉપકારક. આ નિવૃત્તિ અને ઉપકરણ બને ઇન્દ્રિયો પુદ્ગલના પરિણામવાળી હોતી ભાવેન્દ્રિયરૂપ ઉપયોગ પ્રત્યે નિમિત્ત બને છે.