________________
द्वितीय भाग / सूत्र - १९, प्रथम किरणे
३५
૦ પટુતરક્ષયોપશમથી જન્ય હોઈ આ મનઃપર્યવજ્ઞાન વિશેષને-પર્યાયને ગ્રહણ કરતું ઉત્પન્ન થાય છે. સામાન્યને ગ્રહણ કરતું ઉત્પન્ન થતું નથી, માટે મન:પર્યવજ્ઞાનરૂપ જ કહેવાય છે, ‘દર્શનરૂપ' કહેવાતું નથી.
પૂર્વપક્ષ – અહીં મન:પર્યવજ્ઞાની, મનની ચિંતામાં પ્રવર્તક દ્રવ્યોને જાણે છે અને બાહ્ય અર્થોને અચક્ષુદર્શનથી જુવે છે. આથી તે મનઃપર્યવમાં દર્શનરૂપતા કેમ નહીં ? અન્યથા ‘જુવે છે’ એવા પ્રયોગની અનુપપત્તિ થાય ! અને જો અચક્ષુદર્શનથી દેખે છે, તો મતિ-શ્રુતની માફક મનઃપર્યવમાં પરોક્ષતા પ્રાપ્ત થશે, કેમ કે-અચક્ષુદર્શનનો મતિ-શ્રુતમાં સમાવેશ છે. પ્રત્યક્ષ અર્થના વિષયવાળા મનઃપર્યવજ્ઞાનમાં પરોક્ષ અવિષયભૂત અચક્ષુદર્શનની કેવી રીતે પ્રવૃત્તિ ?
ઉત્તરપક્ષ
અહીં કેટલાક સમાધાન કરે છે કે-મન:પર્યવજ્ઞાની અવધિદર્શનથી જુવે છે અને મન:પર્યવજ્ઞાનથી જાણે છે એથી વિરોધ નથી. આ સમાધાન બરોબર નથી, કેમ કે-અવધિ સિવાય પણ મતિ-શ્રુત-મન:પર્યવરૂપ ત્રણ જ્ઞાનોનું. આગમમાં પ્રતિપાદન છે. [પ્રશ્ન અવધિદર્શનની માફક મનઃપર્યવનું દર્શન થશે જ, કેમ કે-તેમના મનઃપર્યવદર્શનથી ‘આ જુવે છે’ આવા વ્યવહારની ઉત્પત્તિ છે જ ને ?
ઉત્તર ! – ચાર પ્રકાર દર્શનથી અધિક દર્શનનું કથન આગમમાં નથી. વળી એમ પણ શંકા ન કરવી કે જેમ ચાર દર્શનથી અધિક દર્શન નથી કહ્યું છતાં વિભંગદર્શન અવધિદર્શનમાં અંતર્ગત છે, તેમ મનઃપર્યાવદર્શન પણ અવધિદર્શનમા અંતર્ગત હોતું અવધિદર્શન સંજ્ઞાવાળું થશે જ.’ કેમ કે-તેમ કરવા જતાં પદ્મ શાસ્રની સાથે વિરોધ છે. મતિ-શ્રુત-મન:પર્યવવાળામાં બે દર્શનો અને મતિ-શ્રુત-અવધિમનઃપર્યાયવાળામાં ત્રણ દર્શનો જ શાસ્ત્રમાં કહેલા છે. જો મન:પર્યવદર્શન હોય, તો મતિ-શ્રુતમન:પર્યવજ્ઞાની બે દર્શનવાળો ન કહેવાય. ઇતિ.] પરંતુ એક જ મન:પર્યવજ્ઞાનીરૂપ પ્રમાતામાં મનઃપર્યવજ્ઞાન પછી તરત જ માનસરૂપ અચક્ષુદર્શન ઉત્પન્ન થાય છે, માટે “જાણે છે-દેખે છે' એવા બે વ્યવહારની અનુપત્તિ નથી. એથી જ પરોક્ષપણા આદિની આપત્તિ નથી, કેમ કે-જ્ઞાનભેદ છે.
-
શંકા – આ પ્રમાણે તો મનઃપર્યવજ્ઞાનીમાં પ્રત્યક્ષ જ્ઞાનીપણાનો વિરોધ આવે છે, કેમ કે–તે પરોક્ષજ્ઞાન છે જ ને ?
સમાધાન – આ ઠીક નથી, કેમ કે-વિષયનો ભેદ છે. ખરેખર, અવધિજ્ઞાની ચક્ષુદર્શન-અચક્ષુદર્શનથી જોનાર છતાં, પ્રત્યક્ષ જ્ઞાનીપણામાં કોઈ પણ જાતનો વિરોધ નથી એવું વિચારવું.
મનઃપર્યવની સમૃદ્ધિવાળા-અપ્રમત્ત સંયતોને ઉત્પન્ન થતું મનઃપર્યવજ્ઞાન બે પ્રકારે ઉત્પન્ન થાય છે. મનન-વિચારવું તે મતિ અર્થાત્ સંવેદન, ઋજુ એટલે સામાન્ય ગ્રાહક-મતિ-ઋજુમતિ. ‘આણે ઘડો ચિંતવ્યો’ ઇત્યાદિ સામાન્ય આકારના અધ્યવસાયમાં કારણભૂત, કેટલાક પર્યાયોની વિશિષ્ટ મનોદ્રવ્યના પરિચ્છેદશાનરૂપ હોય છે.
વિપુલમતિ-વિપુલ એટલે વિશેષ ગ્રાહકમતિ. ‘આ ઘડો ચિંતવ્યો' અને તે ઘડો, સોનાનો-પાટલીપુત્ર નગરનો-આજનો-મોટો-ઓરડામાં રહેલો-શ્રીફલ આદિ ફળોથી ઢાંકેલો, ઇત્યાદિ અધ્યવસાયના હેતુભૂત ઘણા વિશિષ્ટ મનોદ્રવ્યના પરિચ્છેદ-જ્ઞાનરૂપ છે.