________________
ગ્રંથકારપરંપરા પરિચય
७२७
જેઓની બૃહસ્પતિ જેવી અત્યંત તીક્ષ્ણ પ્રતિભા, સૂક્ષ્મ તર્કશાસ્ત્રમાં ખૂબ હુરિત થયેલી છે અને સર્વશાસ્ત્ર પ્રકાશક નયનરૂપ વ્યાકરણમાં દક્ષશિલા છે, જૈન-જૈનેતરોના વાડ્મયની-વચનની પટુતા પૂર્ણતાવાળી છે, પંડિતોથી પણ અગમ્ય જયોતિષશાસ્ત્રમાં શ્રેષ્ઠ નિપુણતા છે. (૯૮)
ઉત્તમ ગુણમંડિત, સુંદર રચનાથી ગર્ભિત, શ્રવણયોગ્ય કાવ્ય સાંભળી લોકોએ જેઓને કવિકુલકીરિટ' એવું બિરુદ આપેલું છે, તે પૂજ્ય ચરણકમળવાળા, લબ્ધિસૂરીશ્વર મહારાજા, દેશનાના જળના દાનથી, ભવ્ય જીવરૂપી ખેડૂતોને પવિત્ર કરનારા થાઓ ! (૯૯).
દુર્ગમ મૂલતાનપ્રદેશમાં ક્રોડો કષ્ટો સહન કરીને, પશુ-પક્ષીના સમુદાયને હણી માંસાહારી તે હિંસકલોકોને, જીવદયાપ્રધાન મધુ મધુર વાણી દ્વારા દેશનાના ગંગાજળ પીવડાવી, તે લબ્ધિસૂરીશ્વરજી મહારાજાએ માંસભક્ષણના ત્યાગી બનાવ્યા હતા. (૧૦૦)
વટાદરાનગરમાં વાદરૂપી અખાડામાં મુકુન્દાશ્રમ નામના ઉત્તમ વાદીને જીતી આ જૈનશાસનમાં વાદવિજેતા તરીકેની કીર્તિને ધારણ કરનારા શ્રી લબ્ધિસૂરીશ્વરજી થયા હતા. (૧૦૧)
તત્ત્વ અને ન્યાયોરૂપી પુષ્પાવલીથી વિલસિત, સ્યાદ્વાદરૂપી નિકુંજના આશ્રયવાળું, સુંદર ભંગી(વિભાગ રચના)રૂપી લતામંડિત, નયોરૂપી વૃક્ષરાજીથી ગહન, ન્યાયપ્રકાશ નામક વ્યાખ્યારૂપી જાતિ(જોઈ)થી અંકિત, ગુંજારવ કરતા લક્ષણોરૂપી ભ્રમરોના સંબંધથી સંઘટિત, સુંદર શબ્દોની શોભાથી રમણીય, તત્ત્વન્યાયવિભાકર નામક ગ્રંથરૂપી ઉપવન, નવીન પ્રાચીન ન્યાયની રીતિની પદ્ધતિને અવલંબી જે વિદ્યાવાને દયા અને પુણ્યના સાગર એવા જે આચાર્યરૂપી માલીએ તત્ત્વપ્રેમરૂપી વિલાસી જનને ક્રીડા કરવા માટે રચેલ છે. તે વ્યાખ્યાનવાચસ્પતિ, નિર્મળ યશસ્વી લબ્ધિસૂરીશ્વરજી મહારાજા ભૂમિતળમાં જય પામો! (૧૦૦-૧૦૩) (યુ...મ્.)
વિક્રમ સં. ૧૯૯૩માં સ્તંભન નામક ઉત્તમ તીર્થમાં તત્ત્વન્યાયવિભાકર નામક સુંદરતર ગ્રંથનો આરંભ કરેલો હતો. અદ્વિતીય સમ્યફ પદ્ધતિવાળા તે ગ્રંથની સમાપ્તિ, સમ્યફગૂઢ અર્થવાળા સૂત્રની રચનાદ્વારા ઈડરતીર્થમાં શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજાએ કરી હતી. (૧૦૪)
વિ.સં. ૧૯૯૫માં તે તત્ત્વન્યાયવિભાકર નામક મૂળ ગ્રંથની, ન્યાયપ્રકાશ નામક મોટી ટીકાનો ઈડરમાં આરંભ કર્યો હતો અને વિદ્વાન્ શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજાએ વિ.સં. ૧૯૯૭માં ફલોધીનગરમાં મહાથે ગંભીર તે ટીકાની સમાપ્તિ કરી હતી. (૧૦૫).
- તે લબ્ધિસૂરીશ્વરજી મહારાજના શિષ્ય-વાચકમુખ્ય (હાલ) પટ્ટધર શ્રી ભુવનતિલકસૂરીશ્વરજીના શિષ્ય-મેં ભદ્રંકરવિજયે (હાલ ભદ્રકરસૂરીશ્વરે) પ્રશસ્તિશતક રચેલ છે. જો અહીં અજ્ઞાનવશે કે સ્મરણવશે કોઈ દુષ્ટ પ્રયોગ કરેલ માલુમ પડે, તો તેને બુદ્ધિધની, વિવેકમાં હંસ જેવા સજજન વિદ્વાનોએ શુદ્ધ કરીને, તે પ્રશસ્તિશતકનું વાચન કરવું જોઈએ. (૧૬)