________________
७२६
तत्त्वन्यायविभाकरे વિ. સં. ૧૯૧૦ની સાલમાં જેઓએ મહાવૈરાગી બની જૈન સ્થાનકવાસપંથી દીક્ષા લીધી હતી. બાદ જૈનાગમોના અધ્યયન અવલોકનથી તથા વ્યાકરણપઠનદ્વારા ટીકા-નિરૂક્તિ આદિના કથનથી, “જિનપ્રતિમા શિવદા હોઈ વન્દ છે'એમ નિશ્ચિત કર્યું. (૮૮)
અને સત્યસંશોધનમાં પ્રસિદ્ધ જે આત્મારામજી સાહેબે મુનિઓ પ્રત્યે અને અન્યો પ્રત્યે જિનપ્રતિમા પૂજ્ય છે'- એમ નિશ્ચિત કરેલું જાહેર કર્યું. કેટલાક સત્ય અર્થના ગ્રાહક મુનિવરોએ બરોબર ધારણ કર્યું, કેટલાક સમર્થ પંડિતો મુખે મુહપત્તિ બાંધનારા હોવા છતાં સત્યના પ્રચાર માટે નીકળ્યા અને તે પંડિત મુનિઓએ સઘળે સ્થાને “પ્રતિમાપૂજનનું વિધાન શાસ્ત્રવિહિત છે, એમ ઘોષણા કરી. (૮૯)
મોક્ષાર્થી ગૃહસ્થોને જિનપ્રતિમા પૂજનમાં પરાયણ બનાવ્યા. જિનભક્તિહેતુથી અને ધર્મહેતુથી પ્રત્યેક નગરમાં જે કષ્ટ પડ્યું, તે સહન કરવા લાગ્યા. એવા આત્મારામજી પ્રમુખ સાધુઓ, સંવેગરંગથી ઉજ્જવલ બનેલા અમદાવાદમાં સદ્ગુરુ બુદ્ધિવિજયજી મહારાજની પાસે વિધિસર સંવેગી પક્ષની ભાગવતી દીક્ષા વિ.સં. ૧૯૩૨માં ગ્રહણ કરનારા થયા. (૯૦)
જ્યારે આત્મારામજી મહારાજ શ્રી આનંદવિજયજી તરીકે પૃથ્વીતળમાં પ્રખ્યાત થયા, ત્યારે અહમદાવાદ મહાનગરીમાં જૈન જનતા આનંદવિભોર બની અને નવીન સંવેગી સાધુઓને સત્કારનારી બની હતી. (૯૧)
પાલીતાણાનગરમાં(શ્રી શત્રુંજય તીર્થમાં) સકળ સંઘ ભેગો થઈ, આચાર્યના ગુણસંપન્ન શ્રી આનંદવિજયજીને મહોત્સવપૂર્વક આચાર્યપદવીનું પ્રદાન કરનારો થયો. ત્યારથી પાંચાલદેશોદ્ધારક, ન્યાયાસ્મોનિધિશ્રીમવિજયાનંદસૂરીશ્વરજીરૂપે જૈન સિદ્ધાન્તના પ્રકાંડ પંડિતરૂપે જગતમાં પ્રસિદ્ધ થયા. (૯૨)
વિદ્યારૂપી ભ્રમરીના ક્રીડાભવન, શાસનપ્રેમરૂપી કંદવાળા, જૈન-અજૈનો ઉપર ઉપકારની વિકસતી સત્ય સુંદર ભાવનારૂપી રસવાળા, ચરણ અને કરણસિત્તરીમાં પરાયણતારૂપી કર્ણિકાવાળા શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી મહારાજની સુંદર પાટ ઉપર કમલ જેવા નિર્લેપ (નિઃસ્પૃહ) શ્રીમદ્ વિજયકમલસૂરીશ્વરજી પ્રગટ-પ્રસિદ્ધ થયા. (૯૩).
જે જિનેન્દ્રભક્ત કમલસૂરીશ્વર મહારાજે ભવપીડિત ભવ્ય જીવોને અત્યંત શીતલતા કરનાર, પ્રાચીન તીર્થરૂપ ઇડરગઢ ઉપર મનોહર શ્રી શાંતિનાથ જિનાલયને જીર્ણ જોઈને જિર્ણોદ્ધાર કરાવ્યો હતો. (૯૪)
દયાળુ-પ્રતાપી શ્રી કમલસૂરીશ્વર મહારાજે શિકાર-હિંસા વગેરેમાં પરાયણ ઘણા નરેશોને તથા બીજા પણ હિંસા આદિકારી જનોને મેઘશી ગંભીર વાણીના પ્રવાહથી પ્રતિબોધ આપ્યો હતો, જે સફળ થયો હતો. (૫)
મહર્ષિ શ્રી કમલસૂરીશ્વરજી, પોતાની પાટ ઉપર પંન્યાસ દાનવિજય અને સ્વશિષ્યરત્ન-મુનિ-વિદ્વાનું શ્રી લબ્ધિવિજયને સંઘના આગ્રહથી સ્વપદ(સૂરિપદ)ની યોગ્યતાથી છાયાપુરી (છાણી) નગરમાં ધામધૂમથીહર્ષથી સ્થાપિત કરનારા થયા. (૯૬).
શ્રી કમલસૂરીશ્વરજીની પાટરૂપી હિમાલયમાં શંકર(કામદહન-પાર્વતીનું સાનિધ્ય-ભભૂતી-મહાવ્રતગણપરિવારથી પ્રસિદ્ધ છે, એમ શંકરપક્ષમાં સમજવું.) રૂપ, પંચમહાવ્રતધારી, સૂરિસંપદાસમન્વિત, કલ્યાણકલિત, નૈષ્ઠિક બ્રહ્મચારી, ગચ્છાધિપતિ શ્રી લબ્ધિસૂરિજી વર્તે છે. (૯૭)