________________
ગ્રંથકારપરંપરા પરિચય
७२१
કુશાગ્રતીક્ષ્ણ બુદ્ધિથી બૃહસ્પતિને જીતનારા, પહેલા અજિતદેવસૂરિજીના પટ્ટાલંકાર, કવિચક્રવર્તી, છએ દિશાઓમાં પ્રસિદ્ધ કીર્તિવાળા શ્રી “જયસિંહસૂરિજી થયા. (૨૭)
પૂજ્યપાદ, વાદીઓને વાદમાં જીતનારા, પહેલા શાર્થી (સો અર્થ કરનારા) “સોમપ્રભ નામક આચાર્યવર્ય, બીજા “મણિરત્નસૂરિજી' એમ બે, શ્રી વિજયસિંહસૂરિજીના પટ્ટધરો થયા. (૨૮)
જે મણિરત્નસૂરિની પાટે (સોમપ્રભસૂરિ અને મણિરત્નસૂરિની પાટે) મેરુપર્વતની માફક દયાભાવ સહિત ઉત્કૃષ્ટ ચારિત્રથી વિસ્તૃત ઉદયવાળા (પર્વતપક્ષે મેરુની શિખરો પ્રત્યે પ્રદક્ષિણાએ ગ્રહોની ગતિથી પ્રસિદ્ધ ઉદયવાળો), ચારિત્રાચારરૂપી રત્નોની ખાણવાળો (પર્વતપણે ચારિત્ર જેવા રત્નોની ખાણવાળા), ગુણરૂપી ધાતુઓથી ભરપૂર (પર્વતપણે સુવર્ણશ્રેણીથી વ્યાપ્ત), સુરોના પૂજ્યપાદ (પર્વતપણે દેવોથી સેવ્યપાદ-પર્વતના અમુક વિશિષ્ટ ભાગવાળો). (૨૯)
તે ચાંકુલરૂપી સમુદ્રમાં ચંદ્રમાન, તત્ત્વજ્ઞશિરોમણિ, ચંદ્રથી અધિક સૌમ્ય આકારવાળા, તપસ્વી શ્રીમાનું ‘જગચંદ્ર મુનીન્દ્રવર્ય, સૂરિવર્ય તમારું શિવ કરો ! (૩૦) યુગ્યમ્.
ધીરોમાં ઉત્તમ, જે તપસ્વીએ હર્ષથી જાવજીવ સુધી આયંબિલથી રમણીય તપસ્યા કરી હતી, તે જગચંદ્રસૂરિજી પંડિતોથી પ્રશંસાપાત્ર કેમ ન બને? (૩૧)
તે ઉગ્ર તપશ્ચર્યાના બાર વર્ષો ગયા બાદ, આઘાટ નામક મનોહર નગરમાં ઉત્તમ રાજા જૈત્રસિંહ નામક રાણાથી, જે જગચંદ્રસૂરિએ “તપ” (મહા તપા) એવું અત્યંત રમણીય બિરૂદ પ્રાપ્ત કર્યું હતું. (૩૨)
સુધાન્ય આદિ ભરપૂર (સુકાળવાળા), ૧૨૮૫ વિક્રમ વર્ષમાં, સુખ આપનારો, તપ નામનો સ્વચ્છ ગચ્છ પૃથ્વીતળ ઉપર પ્રસિદ્ધ થયો. (૩૩)
સાધુપુરુષોની શ્રેણીથી સેવાયેલો (કલ્પવૃક્ષપક્ષમાં હંમેશાં ભમરાઓથી સેવાયેલ), પ્રશસ્ત મનવાળાઓથી અત્યંત રમણીય (કલ્પપક્ષે પુષ્પોથી સુમનોહર), કલ્યાણ આદિ ફળવાળો (કલ્પપક્ષે ફળવાળો), શિષ્યોરૂપી લતાઓની પરંપરાવાળો (કલ્પપક્ષે શિષ્યો જેવી લતાવિસ્તારવાળો), પર્યુષણ આદિ પર્વોની શોભાવાળો (વૃક્ષના પર્વોથી શોભતો), તે તપાગચ્છ કલ્પવૃક્ષની માફક હંમેશાં પ્રકાશે છે. (૩૪)
જે તપાગચ્છમાં અપૂર્વ-અસાધારણ જ્ઞાનચારિત્રવંતો છે. ચારિત્ર સંબંધી પ્રવૃત્તિમાં શિથિલતા વગરનો, જેનું બીજું નામ વડગચ્છ, તે તપાગચ્છ કોના પૂજયભાવને ધારણ કરતો નથી ? અર્થાત તમામના પૂજયભાવને ધારણ કરે છે. (૩૫).
વિશાળ સ્કુરાયમાન સંવરતત્ત્વના તરંગોની શ્રેણીવાળો (સાગરપક્ષે વિશાળ સ્કુરાયમાન જળના તરંગોની શ્રેણીવાળો), મર્યાદાથી વિશિષ્ટ, ભવ્ય જ્ઞાનાદિ લક્ષ્મીનું નિમિત્ત (સાગરપક્ષે સુંદર લક્ષ્મીજનક), નિષ્પાપ મૂળવાળો (સાગરપક્ષે અગાધ મૂળવાળો), મુનિરૂપી રત્નોથી ભરેલો (સાગરપક્ષે મુનિ જેવા રત્નોથી પૂર્ણ), સાગર જેવો તે તપાગચ્છ વિશેષતઃ નિત્ય શોભવા લાગ્યો. (૩૬)
શ્રીમાન્ જગચંદ્રસૂરીશ્વરજીના પાટરૂપી દેવલોકમાં બે અશ્વિનીકુમાર જેવા, કુમતરૂપી અંધકાર પ્રત્યે સૂર્યરૂપ, વિદ્યાવિશારદોમાં શ્રેષ્ઠ મુનીન્દ્ર શિષ્યોત્તમ દેવેન્દ્રસૂરિજી' અને “વિજયચંદ્રસૂરિજી' બે પટ્ટધરો થયા. (૩૭)