________________
૬૭૮
तत्त्वन्यायविभाकरे એક ખૂણામાં રહેલ અડદના બાકુલા જો મળશે, તો તેને ગ્રહણ હું કરીશ, અન્યથા નહિ. ઈત્યાદિ રૂપ દ્રવ્યવિષયનો નિયમ દ્રવ્યાભિગ્રહ કહેવાય છે.
૦ બેડીથી બંધાયેલ ચરણવાળી જો એક પગને ઉંબરાની અંદર અને બીજા પગને ઉંબરાની બહાર આપનારી આપશે, તો હું ભિક્ષાને લઈશ, નહિ તો નહિ. ઇત્યાદિ રૂપ “ક્ષેત્રાભિગ્રહ' કહેવાય છે.
૦ જો દિવસની બીજી પારસી વીતી ગયા બાદ આપશે, તો હું ભિક્ષાને લઈશ, નહિ તો નહિ. ઇત્યાદિ રૂપ “કાલાભિગ્રહ કહેવાય છે.
૦ ઉસ્લિપ્તચરક (ચરક આદિની ભિક્ષાપ્રાપ્તિ બાદ) સંખ્યાદત્તિવાળા, ઈષ્ટલાભવાળા, પૃષ્ઠલાભવાળા ઈત્યાદિ, તે આ બધા ગુણ અને ગુણીના કથંચિત્ અભેદથી ભાવયુત અભિગ્રહો થાય છે. અથવા ગાનાર જો આપશે, તો મારે લેવું. અથવા આ પ્રમાણે રડતો, બેઠેલો, ઉભેલો, ચાલેલો જે આપે છે, તે વિષયવાળો જે અભિગ્રહ છે, તે સઘળોય ભાવાભિગ્રહ છે. પ્રયોજન છતે મોક્ષાર્થીઓથી કરાતી “કરણસપ્તતિનું નિરૂપણ સંક્ષેપથી કરેલું છે.
ઇતિ તપોગચ્છનભોમણિ શ્રીમવિજયાનંદસૂરીશ્વર પટ્ટાલંકાર શ્રીમદ્વિજયકમલસૂરીશ્વરના ચરણકમલમાં સ્થાપિત ભક્તિરસવાળા તેઓશ્રીના પટ્ટધર શ્રીમદ્વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજાએ રચેલ તત્ત્વન્યાયવિભાકરની સ્વોપન્ન “ન્યાયપ્રકાશ' નામની વ્યાખ્યામાં-ટીકામાં “કરણસપ્તતિનિરૂપણ' નામનું બીજું કિરણ સમાપ્ત.
તત્ત્વન્યાયવિભાકર ગ્રંથ રચયિતાના પટ્ટધર આ. વિજયભુવનતિલકસૂરિના શિષ્ય પૂ.આ. શ્રીમદ્ વિજયભદ્રકરસૂરિએ તત્ત્વન્યાયવિભાકરની સ્વોપજ્ઞ ન્યાયપ્રકાશ નામની ટીકાનો સરળ ભાષામાં
બીજા કિરણનો ગુજરાતી ભાવાનુવાદ સમાપ્ત.