________________
द्वितीयो भाग / सूत्र - १०-११, प्रथम किरणे
જેમ કે-ઘટમાં રૂપ. આત્મામાં જ સંવેદન હોવાથી તે સંવેદન (જ્ઞાન) આત્મસ્થ છે. તથા જ્ઞાન, આત્મસ્થ હોતું જ વિષયનો પરિચ્છેદ કરે છે, પરંતુ વિષયનો સંયોગ કરીને જ્ઞાન, વિષયને જાણતું નથી કેમ કે-તે જ્ઞાનનો શેય-વિષયના દેશ-ભાગમાં ગમનનો અસંભવ છે. જો ગમન (ખરેખર, ગમન એટલે સ્વદેશના ત્યાગપૂર્વક બીજા પ્રદેશની પ્રાપ્તિ. તથા જ્ઞાનની આત્માના દેશને છોડી દેશની પ્રાપ્તિમાં આત્મા સ્વભાવ વગરનો થઈ જાય! અને વિષયમાં આત્મરૂપતા થઈ જાય! તથા આ પ્રમાણે કેવલજ્ઞાનમાં આત્માનું ધર્મપણું ન થાય ! કેમ કે-આત્માના અભાવમાં પણ ભાવ છે.) માનવામાં આવે, તો આત્માના સ્વભાવના અભાવનો પ્રસંગ થઈ જાય ! કેમ કે-આત્માનો જ્ઞાન, સ્વભાવ છે અને આત્મધર્મપણાની હાનિનો પ્રસંગ આવી જાય ! કેમ કે-આત્માના અભાવમાં પણ વિદ્યમાનતા છે.
ખરેખર, તેવી રીતે કેવલજ્ઞાન સકલવિષયક જ્ઞાન કહેવાય છે. સકલ અલોક અનંત હોઈ ગમનદ્વારા જાણી શકાય નહીં. ઇતિ. એથી જ ‘તદાન' ઇતિ. સ્થલમાં નિત્ય સંબંધમાં “તુમ્' પ્રત્યય જાણવો. “સર્વજ્ઞ’ ઈતિ. અરિહંત આદિ સર્વજ્ઞ છે. “પવ' શબ્દ ક્રમભેદવાચક છે. જેમ કે- અરિહંત વર્ધમાનસ્વામી આદિ જ કેવલવાળા છે, કેમ કે-નિર્દોષ છે. કપિલ આદિ બીજા નહીં, કેમ કે- પ્રમાણવિરુદ્ધ વચનવાળા હોઈ નિર્દોષ નથી. તથાચ અરિહંતદેવ મોક્ષ કે સંસાર પ્રત્યે અગર મોક્ષના કે સંસારના કારણો પ્રત્યે નિર્દોષ (રાગ-દ્વેષમોહરૂપી દોષરહિત) છે, કેમ કે ત્યાં પ્રમાણથી અવિરોધી વાક્યવાળા છે. જેમ કે-રોગ-આરોગ્ય પ્રત્યે કે તે રોગ-આરોગ્યના કારણો પ્રત્યે વ્યાધિના ઉપશમમાં ઉત્તમ વૈદ્યરાજ. અહીં અસિદ્ધિ નથી, કેમ કે- અરિહંતદેવ મોક્ષ કે સંસાર પ્રત્યે અગર તેઓના કારણો પ્રત્યે પ્રમાણની સાથે અવિરોધી વચનવાળા છે. તે અરિહંતની વાણીનું પ્રતિપાદ્યપણાએ સંમત-અભિમત, અનેકાન્ત આત્મક તત્ત્વપ્રમાણથી અબાધ્યમાન હોવાથી, અરિહંતદેવ સ્વતંત્ર મોક્ષ કે સંસાર અગર તેના કારણોમાં પ્રમાણથી અવિરોધી વચનવાળા છે, કેમ કે ત્યાં પ્રમાણથી અબાધ્યમાન અભિમત તત્ત્વવાળા છે. જેનું જ્યાં અભિમત તત્ત્વપ્રમાણથી બાધિત થતું નથી, તે ત્યાં પ્રમાણથી અવિરોધી વચનવાળો છે. જેમ કે- રોગ અને આરોગ્યમાં તથા તેના કારણભૂત તત્ત્વમાં ઉત્તમ વૈદ્યરાજ. આવા અનુમાનથી અરિહંતદેવનું પ્રમાણથી અવિરોધી વચન સિદ્ધ થયેલ છે. એથી આ અરિહંતદેવ નિર્દોષ છે. એથી જ અરિહંતદેવ કેવલજ્ઞાની-સર્વજ્ઞ છે. विकलस्य प्रकारं दर्शयति - अवधिमनःपर्यवौ तु तत्तदावरणक्षयोपशमजन्यत्वाद्विकलौ ॥११॥
अवधीति । तत्तदिति,.. अवधिज्ञानावरणस्य मनःपर्यवज्ञानावरणस्य च यः क्षयोपशमस्तज्जन्यत्वादित्यर्थः । अनयोर्मूर्त्तद्रव्यविषयकत्वेन मनोद्रव्यविषयकत्वेन च न सर्वविषयकत्वमिति विकलत्वम् । क्षयोपशमजन्यत्वादित्यनेन केवलज्ञानभिन्नता केवलवृत्तित्वञ्च सूचितम्, केवलज्ञानस्य क्षायिकत्वात् केवलिनः क्षायिकभाववत्त्वाच्च । निरन्तरं तस्य स्वभावतः केवलज्ञानदर्शनोपयोगव्यापृतत्वेनेतरोपयोगासम्भवाच्चेति ॥