________________
६६८
तत्त्वन्यायविभाकरे વિવેચન – ભિક્ષની એટલે ઉદ્ગમ-ઉત્પાદના-એષણા આદિથી શુદ્ધ ભિક્ષાના સ્વભાવવાળાની (ભાવભિક્ષ નોઆગમથી અને આગમથી બે પ્રકારનો છે. આગમથી ભિક્ષુ શબ્દના અર્થનો જાણકાર, કેમ કે“ઉપયોગ ભાવનિક્ષેપ છે એવું વચન છે. નોઆગમથી સંયમવાળા ભિક્ષુ છે, કેમ કે-ભિક્ષણ સ્વભાવવાળો ભિક્ષુ એવી વ્યુત્પત્તિ છે.
શંકા – ભિક્ષણનો સ્વભાવ એ લક્ષણ તો લાલ વસ્ત્રધારીઓમાં અતિવ્યાપ્તિવાળું છે, કેમ કે તેઓ ભિક્ષાથી જીવનારા હોઈ ભિક્ષાના સ્વભાવવાળા છે ને?
સમાધાન – તેઓ અનન્ય ગતિથી ભિક્ષાસ્વભાવવાળા છે. અહીં આ ભાવ છે કે-શબ્દનું નિમિત્ત, વ્યુત્પત્તિનિમિત્ત અને પ્રવૃત્તિનિમિત્તના ભેદે બે પ્રકારનું છે. જેમ કે-ગો શબ્દમાં વ્યુત્પત્તિનિમિત્ત ગમનક્રિયા છે અને તેનાથી ઉપલક્ષિત સાસ્ના (ગલકંબલ) આદિ પ્રવૃત્તિનિમિત્ત છે. તેથી ચાલતી કે નહિ ચાલતી ગાયમાં ગો શબ્દ પ્રવર્તે છે, કેમ કે બંને અવસ્થાઓમાં પ્રવૃત્તિનિમિત્તનો સભાવ છે. તેવી રીતે પ્રકૃતિમાં પણ ભિક્ષા શબ્દ શીલત્વવ્યુત્પત્તિમાં નિમિત્ત છે. તેનાથી ઉપલક્ષિત આલોક-પરલોકની આશંસારહિતપણાપૂર્વક યમ-નિયમોમાં વ્યવસ્થિતપણું પ્રવૃત્તિનિમિત્ત છે. ભિક્ષા માંગતા કે ભિક્ષા નહિ પણ માંગતા ભિક્ષુમાં પ્રવૃત્તિનિમિત્તનો અભાવ હોવાથી તે જ ભિક્ષુ છે, લાલ વસ્ત્રધારી આદિ નહિ, કેમ કે-નવ કોટિથી અશુદ્ધ આહારના ભોક્તા હોઈ તે લાલ વસધારીઓમાં પ્રવૃત્તિનિમિત્તનો અભાવ છે.) પ્રતિમા એટલે પ્રતિજ્ઞાવિશેષ. ભિક્ષુ શબ્દના સ્વરસથી તે પ્રતિજ્ઞા આહારના વિષયવાળી લેવી. આહાર આદિ નિયમનરૂપ વિશિષ્ટ તપનો અભિગ્રહ-પ્રતિજ્ઞાવિશેષ ભિક્ષુપ્રતિમા' કહેવાય છે. તે ભિક્ષુપ્રતિમાના ભેદોને કહે છે કે-(૧) માસિકી, (૨) કૈમાસિકી, (૩) વૈમાસિકી, (૪) ચાતુર્માસિકી, (૫) પંચમાસિકી, () ષામાસિકી, (૭) સપ્તમાસિકી, (૮) પ્રથમ સપ્તરાત્રિદિવા, (૯) દ્વિતીય સપ્તરાત્રિદિવા, (૧૦) તૃતીય સપ્તરાત્રિદિવા, (૧૧) અહોરાત્રિકી અને (૧૨) એકરાત્રિક; એમ બાર પ્રકારવાળી ભિક્ષુપ્રતિમા છે.
૦ એક માસની પરિસમાપ્તિ સુધી વિશિષ્ટ સ્થાનમાં રહેલા દાતાએ અવિચ્છિન્નરૂપે એક વાર જ આપેલા અન્નના અને પાનના પરિગ્રહરૂપ પહેલી ભિક્ષુપ્રતિમા છે. જેમ ઓરડાની અંદર એક પગને અને બહાર બીજા પગને વ્યવસ્થિત કરીને ગર્ભવતી નહિ, તેમજ બાલવત્સવાળી નહિ. બાળકને દૂધ નહિ પીવડાવનારી આપતી બાઈના હાથે આહાર અહીં ગ્રહણ કરવા કહ્યું છે. એક અશનની અને એક પાણીની દત્તિ જ લેવી. દત્તિ એટલે હાથ-થાળી આદિથી અવ્યવચ્છિન્ન ધારાથી જે ભિક્ષા પડે છે, તે દત્તિ કહેવાય છે. વળી ભિક્ષાના વિચ્છેદમાં બીજી દત્તિ થાય છે. આ પ્રતિમાને સ્વીકારનારો ભિક્ષુ હંમેશાં પરિકર્મ - સંસ્કારના વર્જનથી વ્યુત્કૃષ્ટ કાયાવાળો હોય છે. મનુષ્ય-તિર્યંચ-દેવે કરેલ પરીષહોને અવિકારભાવથી સહવાના સ્વભાવવાળો ક્ષમાધર થાય ! અધિક નિયમવિશેષો આગમોથી જાણવા. આવા ક્રમ વિશેષથી કૈમાસિકરૈમાસિક-ચાતુર્માસિક-ષામાસિકી અને સપ્તમાસિકી પ્રતિમા જાણવી. પરંતુ પ્રથમા કરતાં સૈમાસિકી આદિમાં એક એક દત્તિની વૃદ્ધિ થાય !
अथाष्टमीमाह -
सप्ताहोरात्रप्रमाणा एकान्तरनिर्जलोपवासात्मिका आचाम्लपारणा-रूपा ग्रामादिभ्यो बहिरूमुखशयनाद्यासनस्थितिपूर्वकयोरोपसर्गसहनरूपा प्रतिमा अष्टमी ॥ ४९ ॥