________________
द्वितीय भाग / सूत्र - ९, प्रथम किरणे
શંકા – અસ્મદ્ આદિ જ્ઞાનમાં સકળ અર્થવિષયકપણું અસિદ્ધ જ છે ને ?
સમાધાન – આવરણના ક્ષયમાં અમ્મદ્ આદિ જ્ઞાનમાં સકલાર્થ પ્રકાશપણું સિદ્ધ હોઈ અસિદ્ધ નથી. શંકા — જો આમ કહો, તો અન્યોઽન્યાશ્રય દોષ છે. (પરસ્પર જ્ઞાનસાપેક્ષજ્ઞાનાશ્રયો, અન્યોઽન્યાશ્રય) અસ્મદ્ આદિ જ્ઞાનમાં સકલ વિષયકત્વ સિદ્ધ થવાથી જ સકલ વિષયાવરણનો ક્ષય થતાં સકલ પ્રકાશકત્વ સિદ્ધ થાય છે. સકલાવરણનો ક્ષય સિદ્ધ થતાં વિજ્ઞાનમાં સકલ વિષયકત્વની સિદ્ધિ છે.
२३
સમાધાન વિશેષરૂપ વિષયવાળા અનુમાનને ઇચ્છનાર તમોએ સમસ્ત વિષયક વ્યાપ્તિજ્ઞાન સ્વીકારેલ છે, માટે અન્યોડન્યાશ્રય દોષ નથી.
૦ જે જ્ઞાન સ્વવિષયમાં અસ્પષ્ટ છે, તે આવરણવાળું છે. જેમ કે-નીહાર-હિમ-ધૂળ વગેરેથી અંતરિત વૃક્ષાદિનું જ્ઞાન.
વળી સ્વવિષયમાં ‘સર્વ સત્–અનેકાન્ત આત્મક છે.’ ઇત્યાદિ જ્ઞાન અસ્પષ્ટ છે. ઇતિ.
તેમજ મિથ્યાત્વના આવરણથી વિલુપ્ત વિવેક નયનવાળાઓનું જે આ સર્વ અનેકાન્ત આત્મક વસ્તુમાં વિપર્યયજ્ઞાન છે, તે આવરણ સહિત છે, કેમ કે-મિથ્યાજ્ઞાન છે. જેમ કે-ધંતૂરો આદિના ઉપયોગ કરનારનું માટીના ટૂકડામાં સોનાનું ભાન. તેથી સિદ્ધ થયેલ છે કે કર્મ આવરણ છે તે કર્મનામક આવરણ કાર્યકારણના પ્રવાહથી પ્રવર્તતું અનાદિ હોવા છતાં, સમ્યગ્દર્શન આદિ રત્નત્રયીરૂપ આવરણની નિર્જરામાં વિશિષ્ટ હેતુસામગ્રીથી સર્વથા નષ્ટ થઈ શકે છે. જેમ કે-કાર્ય-કારણરૂપે અનાદિથી પ્રવર્તતા બીજાંકુર ૫રં૫રાનું સર્વથા દગ્ધ બીજ હોયે છતે, અંકુરનો વિનાશ અથવા સર્વથા દગ્ધ અંકુર હોયે છતે બીજનો વિનાશ. તેથી સમસ્ત આવરણના ક્ષયથી સમસ્ત વસ્તુવિષયવાળું કેવલજ્ઞાન સિદ્ધ છે.
૦ આ કેવલજ્ઞાન સાદિઅનંત છે. ઘાતિકર્મના ક્ષયથી પ્રકટ થયેલ હોવાથી સાદિ (આદિવાળું). તેથી જ રીતે ઉત્પન્ન થયેલા તે જ્ઞાનમાં પછીથી આવરણ નથી, માટે અનંત છે. કેવલજ્ઞાનની સત્તા અનંતકાળ સુધીની છે એટલે કેવલજ્ઞાનની સત્તાનો કદી અંત થવાનો નથી. અહીં આ અનંતપણું છે. સત્તા વિદ્યમાનતાની અપેક્ષાએ જાણવું. [કથંચિદ્ તે કેવલજ્ઞાનનું આત્માથી અભિન્નપણું હોવાથી, આત્મા દ્રવ્યરૂપે નિત્ય હોઈ, આત્મારૂપે કેવલજ્ઞાન પણ અનંત-નિત્ય છે, એવો ભાવ છે.
શંકા – કેવલજ્ઞાન સાદિઅનંત હોઈ, જીવ અનાદિઅનંત હોઈ, છાયા અને આતપની માફક કેવલજ્ઞાન અને જીવનો અત્યંત ભેદ હોઈ કેવી રીતે જીવરૂપે કેવલજ્ઞાન કહેવાય ? તેમજ જ્ઞાન દર્શનનો ક્ષાયિક ભાવ કે ક્ષાયોપશમિક ભાવ છે અને જીવનો પારિણામિક ભાવ છે, તો જીવ અને જ્ઞાન-દર્શન એક કેવી રીતે ?
સમાધાન – દ્રવ્ય-પર્યાય ભેદ-અભેદના એકાન્ત પક્ષના પ્રતિષેધથી કથંચિદ્ ભેદ-અભેદથી સર્વની પણ ઉપપત્તિ છે. ‘આ રિદ્ર હમણાં રાજા થયો છે' ઇત્યાદિ પ્રતીતિથી રાજત્વપર્યાયમાં કે રાજત્વપર્યાય આત્મકપણાએ પુરુષમાં જાતત્વનું અવગાહન હોવાથી, પર્યાયો અભેદ અધ્યવસિત ભેદસ્વરૂપી છે અને દ્રવ્ય, ભેદથી અનુષક્ત-સંબંદ્ધ અભેદસ્વરૂપી છે.] તેથી ભવસ્થકેવલીમાંથી જ્યારે અભવસ્થકેવલી થાય, ત્યારે ભવસ્થત્વ ઉપાધિ વિશિષ્ટ કેવલીના અભાવમાં, પણ ક્ષતિ નથી; કેમ કે-દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ દ્રવ્ય અને પર્યાયમાં ભેદ નથી. જો અભેદનયની વિવક્ષા ન કરવામાં આવે, તો દ્રવ્યથી અવસ્થાઓમાં-પર્યાયોમાં સર્વથા