________________
तत्त्वन्यायविभाकरे ऽव्यवहितोत्तरक्षणे केवलज्ञानोत्पत्तिः प्रकाशिता व्यवहारनयेन, आवरणस्य क्षयसमये क्षीयमाणत्वात् क्षीयमाणस्य चाक्षीणत्वात् क्रियाकालनिष्ठाकालयोर्भेदात् तयोरभेदे च क्रिया वैयर्थ्य प्रसङ्गात् क्रियाकालेऽपि कार्यस्य सत्त्वात् समकाल भाविनश्च सव्येतर गोविषाणयोरिव क्रियाकार्ययोः कार्यकारणभावायोगादिति । निश्चयनयेन तु क्षीयमाणावरणसमय एव केवलज्ञानोत्पत्तिः क्रियाकालनिष्ठाकालयोर्भेदे क्रियाविरहेऽपि कार्योत्पत्त्यभ्युपगमापत्त्या क्रियारम्भकालात्पूर्वमपि कार्योत्पत्तिप्रसङ्गात् क्रियाकालेऽप्यावरणक्षयाभावे पश्चादपि पूर्वकालवत्तदभावप्रसङ्गः स्यादक्रियत्वात् । अक्रियस्य तदभ्युपगमे क्रियान्वितसमयेऽपि क्रियाया वैयर्थ्यापत्तेः क्रियाविरहितसमयवत् । तस्मात्क्रियाकालनिष्ठाकालयोरेकत्वं प्रतिबन्धकाभावादेव चावरणस्य क्षीयमाणतासमये निष्ठा न विरुद्धेति ॥
ત્યાં સકલ જ્ઞાન કર્યું છે?
ભાવાર્થ – “સમસ્ત જ્ઞાનાવરણ આદિ ઘાતિકર્મના ક્ષયથી કેવલજ્ઞાન ‘સકલ પારમાર્થિક પ્રત્યક્ષ કહેવાય છે.”
વિવેચન – કૃત્ન આવરણ ક્ષય એટલે સમસ્ત ઘાતિકર્મનો વિયોગ. વળી તે કૃત્નકર્મક્ષય અંતરંગ અને બહિરંગ સામગ્રીથી જન્ય છે. અંતરંગ સામગ્રી સમ્યગ્દર્શન આદિ રૂપ છે. બહિરંગ સામગ્રી તો જિનકાલિક (કવલીના કાળવાળા) મનુષ્યભવ આદિ રૂપ છે. તથાચ અંતરંગ-બહિરંગરૂપ પ્રકર્ષ પ્રાપ્ત સામગ્રીજન્ય સકલ આવરણના ક્ષયથી જે કેવલજ્ઞાન પ્રગટે છે, તેનો કોઈ પ્રતિબંધ નહિ હોવાથી-સકલ વિષયવાળું હોવાથી સકલ પારમાર્થિક પ્રત્યક્ષ છે.
૦ “કૃત્ન આવરણના ક્ષયથી—એવા વચનથી અવ્યવહિત ઉત્તરક્ષણમાં કેવલજ્ઞાનની ઉત્પત્તિ પ્રકાશિત કરેલ છે. વ્યવહારનયની અપેક્ષાએ જાણવાનું છે. કેમ કે-આવરણનું ક્ષયના સમયમાં ક્ષીયમાણપણ છે અને ક્ષીયમાણમાં ક્ષીણપણાનો અભાવ છે; કેમ કે-ક્રિયાકાળ અને નિષ્ઠા (સમાપ્તિ) કાળમાં ભેદ છે. તે બંનેનો જો અભેદ માનો. તો ક્રિયાની નિષ્ફળતાનો પ્રસંગ છે. ક્રિયાકાળમાં પણ કાર્યની સત્તા છે અને એકીસાથે પેદા થનાર ડાબા-જમણા શૃંગની માફક ક્રિયા અને કાર્યમાં કાર્ય-કારણભાવનો અભાવ છે.
૦ નિશ્ચયનયની અપેક્ષાએ તો ક્ષીયમાણ આવરણના સમયમાં જ કેવલજ્ઞાનની ઉત્પત્તિ છે, કેમ કેક્રિયાકાળ અને નિષ્ઠાકાળમાં એક કાળમાં ક્રિયા અને બીજા કાળમાં કાર્યની ઉત્પત્તિ, આવો ભેદ માનતાં, ક્રિયાના અભાવમાં પણ કાર્યની ઉત્પત્તિના સ્વીકારની આપત્તિ થવાથી ક્રિયાના આરંભકાળથી પહેલાં પણ કાર્યોત્પત્તિનો પ્રસંગ આવે છે. ક્રિયાકાળમાં પણ આવરણ ક્ષયના અભાવમાં પછીથી પણ પૂર્વકાળની માફક કાર્યોત્પત્તિના અભાવનો પ્રસંગ થઈ જાય. કારણ કે-ક્રિયા વગરનો છે અને તેમાં કાર્યની ઉત્પત્તિને સ્વીકારવાથી ક્રિયાવાળા સમયમાં પણ ક્રિયાની વ્યર્થતાની આપત્તિ છે. જેમ કે-ક્રિયા વગરનો સમય તેથી
१. अन्यस्मिन् काले क्रिया, अन्यस्मिंश्च कार्योत्पत्तिरिति भेद इत्यर्थः । २. एवं आवरणक्षीयमाणकाले क्रियाया अभावे आवरणक्षयो न स्यादेव, क्रियां विना तत्रान्यस्य हेतोरभावात्, आवरणक्षीयमाणकाले च तद्धेतुक्रियासत्ताभ्युपगमे क्रियाकालनिष्ठाकालयोरेकत्वमर्थसिद्धमित्यपि भाव्यम् ॥