________________
५९६
तत्त्वन्यायविभाकरे
૦ અધ્યવપૂરકદોષ–અધિ એટલે અધિકપણાએ, અવપૂરણ એટલે ગૃહસ્થ પોતાના માટે રસોઈ બનાવવાની શરૂઆત કર્યા બાદ, ગામમાં સાધુને આવ્યા જાણીને, તે સાધુને યોગ્ય ભોજનની સિદ્ધિ માટે ભાત-દાળ વગેરે રસોઈમાં વધારો-ઉમેરો કરવો, તે અધ્યવપૂરકના દોષના યોગથી ભોજન આદિ પણ અધ્યવપૂરક કહેવાય છે. તે પણ અધ્યવપૂરક, સ્વગૃહ-વાવ-આર્થિક મિશ્ર, સ્વગૃહ સાધમિશ્ર, સ્વગૃહ પાખંડિમિશ્ર, એમ સ્પષ્ટ સ્વરૂપવાળો ત્રણ પ્રકારનો છે. પહેલેથી પાકના આરંભકાળમાં પોતાના પાક બનાવતી વખતે જ, સંભવ પ્રમાણે ઉપસ્થિત સમસ્ત અર્થિજન માટે ફરીથી વિશેષ રીતે ભાત વગેરે નાંખીને પકાવે, તે અધ્યવપૂરક કહેવાય છે. આ પ્રમાણે ઉદ્દગમદોષોનું કથન સમાપ્ત થાય છે. (જેમ જ્ઞાનદર્શનની શુદ્ધિ હોયે છતે ચારિત્રશુદ્ધિ થાય છે, તેમ ઉદ્ગમ આદિ દોષોથી પરિશુદ્ધ આહારનું ગ્રહણ કરવાથી ચારિત્રશુદ્ધિ થાય છે. તથા જ્ઞાનાવરણ આદિ કર્મનો વિનાશ થાય છે. તેના વિનાશમાં આત્માના યથાર્થ સ્વરૂપ લાભારૂપી મોક્ષ થાય છે. તેથી મોક્ષના અર્થીએ ચારિત્રની શુદ્ધિ માટે નિયમથી ઉગમ આદિ દોષોથી પરિશુદ્ધ આહાર લેવો.)
ઉત્પાદના દોષોનું વર્ણન ૦ ધાત્રીદોષ-બાળકની દૂધ પીવડાવનારી, સ્નાન કરાવનારી, વસ્ત્ર-અલંકાર પહેરાવનારી, ફેરવીને રમાડનારી અને ખોળામાં બેસાડી રમાડનારી, આ પાંચ ધાવમાતામાંથી કોઈ પણ પ્રકારનું કર્મ-વર્તન ગૃહસ્થના બાળક પ્રત્યે કરીને આહાર મેળવવો, રડતા બાળકને જોઈને ભિક્ષા માટે પ્રવિષ્ટ સાધુ, “પહેલાં ભિક્ષા આપીને દૂધ પીવડાવ અથવા પછી તું ભિક્ષા આપજે; જો આમ તું નહિ કરીશ, તો હું આ બાળકને દૂધ પીવડાવીશ અથવા બીજી બાઈની પાસે દૂધ પીવડાવીશ.' ઇત્યાદિ રૂપથી બોલનારો જે આહારને મેળવે છે, તે ધાત્રીપિંડ કહેવાય છે.
૦દૂતીદોષ-પરસ્પરના સંદેશાને લઈ જનાર કે લાવી દેનારી દૂતી કહેવાય છે. તેના બે પ્રકારો એ રીતે છે કે-જે ગામમાં સાધુ રહે છે, તે ગામમાં ગૃહસ્થનો સંદેશો લઈ જાય કે લાવે, તે સ્વગ્રામદૂતી અને બીજા ગામમાં સંદેશો પહોંચાડે, તે પરગ્રામદૂતી. તે નિમિત્તે અશન આદિ મેળવે, તે પિંડ દૂતીપિંડ છે.
૦ નિમિત્તપિંડ-ભૂત-ભવિષ્ય-વર્તમાનકાળ સંબંધી લાભ આદિના કથનને ભિક્ષા કાજે કરનારે, ઉત્પાદના દોષના સંબંધથી ગ્રહણ કરેલો અશન આદિ પિંડ નિમિત્તપિંડ કહેવાય છે. તે ઇષ્ટ વસ્તુનો લાભઅલાભ-જીવન-મરણ-સુખ-દુઃખના ભેદથી છ પ્રકારનો છે.
૦ આજીવનપિંડ-જાતિ-કુળ-ગુણ-કર્મ-શિલ્પરૂપ આજીવન(આજીવિકાના ઉપાય)થી પ્રાપ્ત કરેલ આહાર-શપ્યા આદિ આજીવનપિંડ કહેવાય છે. જાતિ-માતૃપક્ષ સંબંધી જાતિ અથવા બ્રાહ્મણ આદિ જાતિ. કુળ પિતૃપક્ષ સંબંધી કુળ અથવા ઉગ્ર કુળ. ગણ-મલ્લ આદિનો સમુદાય. કર્મ-ખેતી આદિ. (અનાચાયોપદિષ્ટ) શિલ્પ-તૃણાદિના દોરડાં બનાવવાં, તૂણવું, સીવવું, ચિત્રકામ, મૂર્તિનિર્માણાદિ (આચાર્યોપદિષ્ટ) જાતિદ્વારા જીવવું. પૂછાયેલો કે નહિ પૂછાયેલો, આહાર માટે પોતાની જાતિને પ્રકટ કરે છે. જેમ કે- હું બ્રાહ્મણ છું' ઇત્યાદિ. ત્યારે તે જાતિથી જીવનપિંડ કહેવાય છે. એ પ્રમાણે બીજા વિભાગોમાં પણ ભાવવું.