________________
द्वितीयो भाग / सूत्र - २, द्वितीयः किरणे
५९५
૦ અભ્યાહ્નત-સાધુને વહોરાવવા માટે પોતાના ગ્રામથી કે બીજા ગ્રામથી લાવેલું. તે આશીર્ણઅનાચીર્ણના ભેદથી બે પ્રકારનું છે. અનાચીર્ણ, નિશીથ અભ્યાહત, નોનિશીથ અભ્યાહૃતના ભેદથી બે પ્રકારનું છે. (૧) જે અર્ધરાત્રે આણેલું ગુપ્ત, સાધુઓને પણ જે અભ્યાહ્નત છે એમ અવિદિત, તે પહેલું છે. નોનિશીથાભ્યાહૂત તો તેનાથી વિપરીત છે, જે સાધુઓને અભ્યાહત હોઈ વિદિત છે, એ બીજું છે.
૦ આશીર્ણ-દેશમાં અને દેશ દેશમાં આશીર્ણ છે. દેશ-ક્ષેત્ર આશીર્ણ-જે દેશમાં જમનારાઓની જો પંગત બેઠી હોય અને બીજીબાજુ સો હાથની અંદર ભોજનની સામગ્રી પડી હોય, તો તે કથ્ય છે. સ્ત્રીસંઘટ્ટાદિના ભયથી સાધુ ત્યાં જતાં નથી. દેશ દેશ ગૃહાચીર્ણ-ગોચરી ગયેલા સંઘાટકમાંથી જો એક સાધુ ભિક્ષા લઈ રહ્યો હોય, બીજો સાધુ પાસેના બે ઘરોમાં દાતારની સાધુને ભિક્ષા આપવા માટે થઈ રહેલી તૈયારી ઉપર ધ્યાન રાખી રહ્યો હોય, તો એ ત્રણ ઘરવાળી અભ્યાહત ભિક્ષા સાધુને કલ્પી શકે છે. સો હાથના મધ્યમાં તો દેશ દેશ કહેવાય છે. આના મધ્યમાં રહેનાર મધ્યમ કહેવાય છે.
૦ ઉભિન્ન-સાધુઓને ઘી વગેરે આપવા માટે ઘી-તેલ આદિ રાખવાનું નાનું ચર્મપાત્ર-નાનો કુંપોનાની કુડલીરૂપ કુતુપ આદિનું છાણ વગેરેથી ઢાંકેલ મુખનું ઉઘાડવું, એ પિહિતો ભિન્ન કહેવાય છે. વળી જે કબાટ-કમાડ ખોલીને સાધુઓને અપાય છે, તે કપાટોભિન્ન કહેવાય છે.
૦ માલાપહૃતદોષ-ઉંચા સ્થાન પરથી સાધુ માટે ઉતારીને આહાર આદિનું દાન. તે જઘન્ય અને ઉત્કૃષ્ટભેદે બે પ્રકારનું છે. જમીન ઉપર ઉભા ઉભા પગની એડી ઉંચી કરીને શીકા-છાજલી વગેરેમાં રહેલ દાતારને દૃષ્ટિમાં નહિ આવતી વસ્તુ જે અપાય, તે જઘન્ય માલાપહૃતદોષ. મોટી નિસરણી ઉપર ચઢીને પ્રાસાદના ઉપરના ભાગથી લાવીને જે અપાય, તે ઉત્કૃષ્ટ માલાપહતદોષ કહેવાય છે.
૦ આચ્છેદ્યદોષ–જે અશન આદિ બીજા પાસેથી બળાત્કારે છીનવી લઈને સાધુને આપવામાં આવે, તે આચ્છઘદોષ કહેવાય છે. પ્રભુઆશ્રિત, સ્વામીવિષય અને સ્તનકવિષયના ભેદથી તે ત્રણ પ્રકારનો છે. (૧) કોઈ દાનપ્રિય ઘરનો માલિક, પોતાના પુત્ર-પુત્રી-પત્ની કે દાસ-દાસીની માલિકીના અશન આદિ એની ઇચ્છા વગર બળાત્કારથી લઈને સાધુને આપે, તે પ્રભુઆશ્રિત. (૨) સાધુનો ભક્ત રાજા અથવા ગામનો મુખી વગેરે પોતાના આશ્રિતની માલિકીના અશન આદિ સાધુને આપવા માટે, સભાની ઇચ્છા ન હોવા છતાં બળાત્કારથી લઈને આપે, તે સ્વામીવિષય. (૩) સાધુનો ભક્ત કોઈ ચોર, કોઈ સાર્થવાહ વગેરેને લૂંટીને લાવેલા આહાર આદિ સાધુને આપે, તે સ્તનકવિષય કહેવાય છે. આ ત્રણ પ્રકારનું આચ્છેદ્ય તીર્થંકરગણધરોએ નિષેધેલ છે, માટે સાધુઓને અકથ્ય છે.
૦ અનિવૃષ્ટ દોષ-જ્યારે બે-ત્રણ પુરુષોના સાધારણ આહારમાં બે-ત્રણ માલિક પુરુષોમાંથી એક પુરુષ બીજાઓની રજા વગર સાધુને આપે છે. તેવું સાધારણ અનિસૃષ્ટિ જે તીર્થંકર-ગણધરોવડે અનુજ્ઞાત નથી માટે કલ્પતું નથી. જે અનુજ્ઞાત હોય, તે સુવિદિતોને કહ્યું છે અને તે અનિવૃષ્ટ મોદકના વિષયવાળું, ચુલ્લક વિભોજન વિષયવાળું (ખેતર આદિમાં કામ કરનારા મજુરોને માટે માલિકે મોકલેલું ભોજન, એ મજુરોની અને માલિકની રજા વગર સાધુને આપવું.), વિવાહ આદિ વિષયવાળું, દૂધ વિષયવાળું, આ પણ દુકાન) આદિ વિષયવાળું, એમ અનેક પ્રકારવાળું છે.