________________
द्वितीयो भाग / सूत्र - ४, प्रथम किरणे
ત્યાં વાદીઓમાં પ્રમાણોના ભેદમાં વિરોધ હોવાથી પ્રમાણની સંખ્યાનો નિયમ કહે છે. ભાવાર્થ – “તે પ્રમાણ, પારમાર્થિક પ્રત્યક્ષ કે પરોક્ષના ભેદથી બે પ્રકારવાળું છે.”
વિવેચન – તે પ્રમાણ, સર્વવાક્ય અવધારણવાળું હોઈ બે પ્રકારવાળું જ છે, પરંતુ એક પ્રકારવાળું પ્રત્યક્ષરૂપ જ ચાર્વાક-નાસ્તિકની માફક નહીં; કેમ કે-સ્વ ઇષ્ટ અનુમાન વગર સાધી શકાતું નથી અને વચનસંકેતજ્ઞાન આદિ સિવાય બીજાને સમજાવી શકાતું નથી.
વળી બીજા વાદીઓએ કહેલ પ્રમાણત્વના સંભવવાળા અનુમાન આદિ પ્રમાણોનો પરોક્ષમાં જ અંતર્ભાવ હોવાથી, ત્રણ-ચાર વગેરે રૂપ પ્રમાણના ભેદો નથી. અનુમાન અને આગમ પરોક્ષમાં અંતર્ગત છે. ઉપમાન પ્રમાણ પરોક્ષના ભેદરૂપ પ્રત્યભિજ્ઞાનમાં અંતર્ગત છે. અર્થાપત્તપ્રમાણ પણ અનુમાન પ્રમાણમાં અંતર્ગત છે. અભાવગ્રાહક અનુપલબ્ધિપ્રમાણ સાંવ્યવહારિક પ્રત્યક્ષમાં અંતર્ગત છે.
શંકા – આગમમાં, પ્રત્યક્ષ-અનુમાન-ઉપમાન-આગમરૂપ ચાર પ્રકારના પ્રમાણ કહ્યા છે, તો દ્વિવિધ પ્રમાણવાળા વચનની સાથે વિરોધ કેમ નહીં? :
સમાધાન – આગમમાં પણ કહ્યું છે કે–“સંક્ષેપથી બે પ્રકારનું પ્રમાણ છે.' ૧-પ્રત્યક્ષ અને ૨-પરોક્ષ. અનુમાન-ઉપમાન-આગમોનો પરોક્ષમાં અંતર્ભાવ હોઈ દ્વિવિધપણું કહેલ છે. નામ લઈને બે પ્રકારોને કહે છે. “પરમfથતિ ' પ્રત્યક્ષનું આ પારમાર્થિક વિશેષણ, ઉપચરિત સાંવ્યવહારિક પ્રત્યક્ષ, જે વસ્તુતઃ પરોક્ષ છે તેના વ્યવચ્છેદ માટે ગ્રહણ કરેલ છે; કેમ કે- ઇન્દ્રિય, અનિન્દ્રિય આદિ બાહ્ય સામગ્રીની અપેક્ષાવાળું સાંવ્યવહારિક (બાધારહિત પ્રવૃત્તિ-નિવૃત્તિના પ્રયોજનવાળા સંવ્યવહાર સંબંધી) પ્રત્યક્ષ-અસ્મદ્ આદિ પ્રત્યક્ષ, વસ્તુતઃ પરમાર્થથી પરોક્ષ જ છે.
૦ “અર્થોને વ્યાપે તે અક્ષ-આત્મા. તે આત્મા પ્રત્યે જે જ્ઞાન સાક્ષાત વર્તે છે, તે પ્રત્યક્ષ' નિશ્ચયથી અવધિ-મન:પર્યાય-કેવલજ્ઞાનો છે, કેમ કે-તે અવધિ આદિ જ્ઞાનો સાક્ષાત્ અર્થપરિચ્છેદક હોઈ જીવ પ્રત્યે સાક્ષાત્ વર્તતા છે.
૦ અક્ષ એટલે ઇન્દ્રિય, ઇન્દ્રિયપ્રતિગત “પ્રત્યક્ષ'-એવી તપુરુષગમ્ય વ્યુત્પત્તિવિગ્રહ થવાથી, પ્રત્યક્ષ શબ્દનો, જે ઇન્દ્રિયને આશ્રી ઉત્પન્ન થાય છે અર્થાત્ ઇન્દ્રિયસાપેક્ષ અર્થ સાક્ષાત્કારી જ્ઞાન અર્થ છે. આ પ્રત્યક્ષનું લક્ષણ અવધિજ્ઞાન આદિમાં અવ્યાપ્તિ દોષવાળું છે. તેથી અક્ષાશ્રિતત્વ, જે ગચ્છતીતિ ગૌ (ચાલે તે ગાય), આવી ગોશબ્દની વ્યુત્પત્તિનું નિમિત્ત ગમનક્રિયા વાચ્ય (અર્થ) થાય છે. તેમ અક્ષાશ્રિતત્વ અને વ્યુત્પત્તિ નિમિત્તરૂપ અર્થ છે. પ્રવૃત્તિનિમિત્ત તો ગમનક્રિયાથી ઉપલક્ષિતની (સામાનાધિકરણ્ય પ્રયાસત્તિથી જ્ઞાયમાન-જણાતું) ગોત્વ (ચાલતી કે નહિ ચાલતી ગાયમાં ગોશબ્દની પ્રવૃત્તિ દેખવાથી સમાન આકાર પરિણામરૂપ ગોસ્વરૂપ તિર્યક સામાન્ય જ હંમેશાં ગાયમાં વર્તમાન હોઈ ગૌશબ્દની પ્રવૃત્તિનિમિત્ત ગોત્વ જ છે.) માફક અક્ષ આશ્રિતરૂપ, વ્યુત્પત્તિનિમિત્તથી ઉપલક્ષિત-સામાનાધિકરણ્ય પ્રયાસત્તિથી જણાતું સાક્ષાત્ ગ્રાહ્યગ્રાહકજ્ઞાન વિશેષરૂપ સ્પષ્ટતાવત્વ જ પ્રવૃત્તિનિમિત્તરૂપ અર્થ છે. [પ્રવૃત્તિનિમિત્ત અટલે જે વાચ્ય હોય, વાચ્યવૃત્તિ હોય, વાઓની ઉપસ્થિતિમાં પ્રકાર હોય, તે પ્રવૃત્તિનિમિત્ત કહેવાય છે. જેમ કે-ઘટપદનું ઘટવ એ પ્રવૃત્તિનિમિત્ત છે. ઘટત્વમાં ઘટપદનું વાચ્યત્વ છે.