________________
५२०
तत्त्वन्यायविभाकरे अवान्तरभेदैस्तल्लक्षणैश्च संक्षेपेण पूर्वाचार्यग्रन्थप्रवेशानुकूलतयेत्यर्थः । तेन स्वग्रन्थस्य पूर्वाचार्यप्रकाशितार्थप्रकाशकत्वेन पिष्टपेषणकल्पत्वमपाकृतम् । ननु परिकर्मितचेतसामनायासेनैव तेभ्यो बोधो भविष्यत्येवेति संक्षेपकरणं निष्फलमेवेत्याशंकायामाह बालसंवित्प्रकाशायेति, भवत्येव निस्संशयं तेभ्यः परिकर्मितमतीनां बोधो गम्भीरार्थग्रहणसामर्थ्यात्, तादृशसामर्थ्यविकलानां तत्प्रवेष्टणां बालानान्तु दुरवगाहत्वात्तत्र प्रवेशस्य दुष्करत्वेन तत्प्रवेशसम्पादनायैव सुगमतया संक्षेपेण सम्यक्संविदो निरूपणमारचितमिति सफलमेवेति न पिष्टपेषणकल्पताऽस्येति भावः । प्रकाशितेति भूतकृदन्तेन सम्यक्संविनिरूपणं पूर्णमिति सूचितमिति ॥ इति तपोगच्छनभोमणिश्रीमद्विजयानन्दसूरीश्वरपट्टालङ्कारश्रीमद्विजयकमलसूरीश्वर
चरणनलिनविन्यस्तभक्तिभरेण तत्पट्टधरेण विजयलब्धिसूरिणाविनिर्मितस्य तत्त्वन्यायविभाकरस्य स्वोपज्ञायां न्यायप्रकाश
व्याख्यायां वादनिरूपणनामा
दशमः किरणः समाप्तो द्वितीयो भागः આ પ્રમાણે ચાર વ્યાખ્યાપ્રકારરૂપ પ્રમાણ-વિષય-ફળ-પ્રમાતારૂપે સમ્યજ્ઞાનને, તેના અંગરૂપ નયને અને પ્રમાણપ્રયોગ ભૂમિભૂત વાદને કહીને, આ નિરૂપણની પ્રામાણિકતાનો આવિષ્કાર કરે છે.
સમ્યજ્ઞાનનું પ્રકરણ ભાવાર્થ – “પૂર્વ આગમોને આગળ કરી, ભેદ અને લક્ષણની દિશાથી બાલજીવોને પ્રકાશ મળે તેટલા માટે “સમ્યજ્ઞાનનું પ્રકરણ પ્રકાશિત કરેલ છે.”
અમારા પૂર્વકાલીન-પ્રાચીન આચાર્યવર્ય સિદ્ધસેનસૂરીશ્વર, જિનભદ્રગણિક્ષમાશ્રમણ, શ્રી હેમચંદ્રસૂરિ, વાદિદેવસૂરિ અને મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી વાચક વગેરેએ રચેલા ગ્રંથરત્નોને વિચારી, આ કથનથી નિગ્રંથનું પૂર્વના આગમથી સંમત અર્થના પ્રકાશકપણાની અપેક્ષાએ પ્રમાણપણું પ્રકાશિત કરેલ છે અને પૂર્વાગમ પદથી, મંગલભૂત ભગવંત અરિહંતના આગમના સ્મરણથી સમ્યજ્ઞાનનિરૂપણના અંતમાં મંગલનું પ્રકાશન કરેલું છે. સમ્યજ્ઞાનનું કેવી રીતે પ્રકાશન કરેલું છે? આના જવાબમાં કહે છે કે‘ન્નક્ષગતોતિશા' રૂતિ | અવન્તર(પેટા)ભેદોથી અને તેના લક્ષણોથી સંક્ષેપથી પૂર્વાચાર્યપ્રણીત ગ્રંથમાં પ્રવેશની અનુકૂળતા પડે, એ દષ્ટિથી પ્રકાશન કરેલું છે. આ કથનથી પોતાના ગ્રંથનું પૂર્વાચાર્ય પ્રકાશિત અર્થનું પ્રકાશકપણું હોઈ પિષ્ટપેષણ સમાનપણું દૂર કર્યું છે.
પ્રશ્ન એ થાય છે કે-પરિકર્મિત (સુસંસ્કારિત) મન-બુદ્ધિવાળાઓને અનાયાસે જ તે પૂર્વાચાર્યના ગ્રન્થરત્નોથી બોધ થશે જ, તો સંક્ષેપ કરવો નિષ્ફળ છે ને? આવી શંકાના નિરાસ માટે કહે છે કેવાસંવિસ્ત્રા 'તા તે પૂર્વગ્રંથોથી ભલે પરિકર્મિત મતિવાળાઓને નિઃસંશય બોધ થાય ! કેમ કે-ગંભીર અર્થના પ્રહણનું સામર્થ્ય છે. તેવા સામર્થ્યથી રહિત, પૂર્વાચાર્યના ગ્રંથમાં પ્રવેશક બાલજીવોને દુઃખે કરી