________________
द्वितीयो भाग / सूत्र - १-२, दशमः किरणे
५०१ ભાવાર્થ – “સ્વપક્ષસાધન-પરપક્ષદૂષણરૂપ વિષયવાળું તત્ત્વનિર્ણય કે વિજયરૂપ પ્રયોજનવાળું વચન, એ “વાદ' કહેવાય છે.” - વિવેચન – વાદીનું કે પ્રતિવાદીનું પોતાના પક્ષની સિદ્ધિ માટે જે સાધન છે અને જે પરપક્ષવિષયક દૂષણ છે, તેના વિષયવાળું વચન વાદી અને પ્રતિવાદીનો “વાદ' કહેવાય છે. તે વાદનું શું પ્રયોજન છે? માટે અહીં કહે છે કે-“તત્ત્વનિર્ણય કે વિજયરૂપ પ્રયોજનવાળું વચન છે.” ઈતિ.
૦ સાધુજનના હૃદયકમળમાં વિરાજમાન તત્ત્વોનો નિશ્ચયરૂપ અથવા તે નિશ્ચયદ્વારા વિજયરૂપ પ્રયોજનવાળું વચન.
૦ વાદી કે પ્રતિવાદીને સ્વપક્ષની સિદ્ધિ ‘જય, તે સ્વપક્ષની અસિદ્ધિ પરાજય’ કહેવાય છે.
૦ (૧) જાણેલ પ્રમાણ અને પ્રમાણાભાસના સ્વરૂપવાળા વાદીએ સ્વપક્ષના સાધન માટે સમ્યફ પ્રમાણ ઉપન્યસ્ત કર્યો છતે, (૨) પ્રમાણ અને પ્રમાણાભાસના સ્વરૂપને નહિ જાણનાર વાદીએ પ્રમાણાભાસ ઉપન્યસ્ત કર્યો છતે, (૩) અનિશ્ચિત પ્રમાણ અને પ્રમાણાભાસના સ્વરૂપવાળા પ્રતિવાદીએ દુષ્ટપણાએ સમ્યક પ્રમાણમાં પણ તે પ્રમાણાભાસતા ઉભાવિત (પ્રકટિત) કર્યો છતે, અને (૪) નિશ્ચિત પ્રમાણપ્રમાણાભાસ સ્વરૂપવાળા પ્રતિવાદીએ પ્રમાણાભાસતા ઉદ્દભાવિત કર્યો છતે, વાદી કે પ્રતિવાદીના પ્રમાણ અને પ્રમાણાભાસ, પરિહંત દોષવાળા સાધન, અપરિહંત દોષવાળા દૂષણ થાય છે. તે સાધન અને દૂષણ જય-પરાજયની વ્યવસ્થાના મૂળ કારણ થાય ! માટે જય અને પરાજય પણ વાદના બે ફળો છે. તથા સ્વપક્ષમાં સાધનને નહિ કહેનાર પ્રતિવાદી, વાદીના સાધનમાં આભાસતાનું ઉદ્દભાવન કરતાં વાદીને જીતે છે, કેમ કે-આભાસતાની ઉદ્ભાવનાથી જ સ્વપક્ષમાં સાધનનું કથન છે. પરાજય પણ સમ્યફ સાધનમાં પરે (બીજાએ) કહેલ દૂષણના અનુદ્ધારથી થાય છે. ઇતિ ભાવ.
साधनदूषणात्मकं वचनं कीहक् स्यादित्यत्राह -
साधनात्मकं दूषणात्मकञ्च वचनं स्वस्वाभिप्रेतप्रमाणरूपमेव स्यात् । तदन्यस्य प्रमाणाभासत्वान्निर्णायकत्वानुपपत्तेः ॥२॥
साधनात्मकमिति । स्वपक्षविषयसाधनपरपक्षविषयदूषणवचने प्रमाणरूपे एव स्यातामिति भावः । अन्यथात्वे दोषमाह तदन्यस्येति, प्रमाणान्यस्य वचनस्येत्यर्थः । निर्णायकत्वानुपपत्तेरिति, प्रमाणस्यैव वस्तुनिर्णायकत्वादिति भावः । ननु यस्मिन्नेव धर्मिण्येकतरधर्मनिरासेन तदन्यधर्मव्यवस्थापनाय वादिनस्साधनवचनं भवति तत्रैव प्रतिवादिनस्तद्विपरीतं कथं दूषणवचनं स्याव्याघातादित्याशङ्कायामुक्तं स्वस्वाभिप्रेतेति विशेषणं प्रमाणस्य, तथा च स्वस्वाभिप्रायानुसारेण प्ररूपिते साधनदूषणवचने विरोधाभावः । वादी हि पूर्वं स्वाभिप्रायेण साधनं वक्ति ततः प्रतिवाद्यपि स्वाभिप्रायेण दूषणमुद्भावयति, न खल्वत्र साधनं दूषणञ्चैक धर्मिणि तात्त्विकमस्तीति विवक्षितमपि तु निजाभिप्रायानुसारेण वादिप्रतिवादिनौ प्रयुञ्जाते इति भावः ॥