________________
द्वितीयो भाग / सूत्र - २४, नवमः किरणे
४९९
સ્વીકારે નહિ? એ પ્રમાણે વિશેષ માત્ર ગ્રાહી નૈગમ જો સ્થાપનાને સ્વીકારે છે, તો વિશેષ માત્ર ગ્રહણની અપેક્ષાએ અવિશિષ્ટ વ્યવહાર કેમ સ્થાપનાને સ્વીકારે નહિ? તેવી રીતે સામાન્ય-વિશેષ ઉભયગ્રાહી નૈગમ જો સ્થાપનાને માને છે, તો પરસ્પર સાપેક્ષ-સમુદિતરૂપ-સંગ્રહ-વ્યવહારમાં પરિપૂર્ણ નૈગમરૂપત્વના સંભવથી સ્થાપનાનો સ્વીકાર હોય જ.).
હવે ઉભય (સામાન્ય-વિશેષરૂપ ઉભય) વિષયવાળો જ નૈગમ સ્થાપનાવિષયવાળો છે. એથી સંગ્રહવ્યવહારમાં સ્થાપનાવિષયકપણું નથી. એમ જ છે, તો સુતરાં તે સ્થાપનાવિષયકપણાની પ્રાપ્તિ છે; કેમ કેકોઈ એક નિક્ષેપવાળા સંગ્રહ-વ્યવહારમાં પ્રત્યેકમાં સ્થાપનાનો અસ્વીકાર હોવા છતાં, સમુદિત સંગ્રહવ્યવહારમાં પરિપૂર્ણ નૈગમરૂપપણું હોઈ, તે પરિપૂર્ણ નૈગમે તે સ્થાપનાનો સ્વીકાર કર્યો છતે તે સંગ્રહવ્યવહારમાં પણ સ્થાપનાનો સ્વીકાર દુર્નિવાર છે.
૦ સ્થાપના સામાન્યને સંગ્રહનય ઇચ્છે છે, સ્થાપનાવિશેષોને તો વ્યવહારનય ઇચ્છે છે. આમ આ જ યુક્ત છે. ઇચ્છાનો અભાવ તો સર્વથા યુક્ત નથી જ.
શંકા – સંગ્રહનયમાં સ્થાપના ઇશ્કેલ નથી, કેમ કે-નામનિક્ષેપથી જ સ્થાપનાનો સંગ્રહ કરેલ છે. ખરેખર, વ્યાપક એવું નામ વ્યાપ્યભૂત સ્થાપનાનો સંગ્રહ કરે છે જ. ઇન્દ્રચિત્રમાં ઈન્દ્રનામક પિંડની માફક નામેન્દ્રપણું થાય (હોય), કેમ કે-વિશેષનો અભાવ છે. પદ અને પ્રતિકૃતિ(શબ્દ અને આકાર)થી નામના બે પ્રકારો છે ને?
સમાધાન – આમ જો છે, તો નામથી દ્રવ્યનિક્ષેપના પણ સંગ્રહનો પ્રસંગ છે.
શંકા – ભાવપ્રવૃત્તિપ્રયોજક સંબંધના ભેદથી તે નામ અને દ્રવ્યનો ભેદ છે. ખરેખર, દ્રવ્ય પરિણામરૂપે ભાવમાં સંબંધવાળું છે, તો નામ વાચકપણાએ સંબંધવાળું છે ને?
સમાધાન- ગોપાલદારકરૂપનામેન્ટમાં નિયામક દુર્વચ છે, ભાવનો વાચક નથી, વળી તેથી સિદ્ધ થયું કે-ઋજુસૂત્રનય સુધીના સઘળા નયો (ચાર નયો) નામ આદિ ચાર નિક્ષેપાઓને ઇચ્છે છે. આમ સિદ્ધાન્તવાદીઓ (સૂત્રાનુયાયીઓ) માને છે.
૦ સંગ્રહ અને વ્યવહારરૂપ બે નયો નામ આદિ ત્રણ નિક્ષેપાઓને ઇચ્છે છે અને ઋજુસૂત્ર આદિ ચાર નયો ભાવને ઇચ્છે છે. નૈગમ તો સંગ્રહમાં-વ્યવહારમાં અંતર્ગત છે, એમ સિદ્ધસેનદિવાકરસૂરિજી (તાર્કિક પક્ષવાળા) માને છે. આમ નવનિરૂપણ સમાપ્ત થાય છે.
ઇતિ તપોગચ્છનભોમણિ શ્રીમવિજયાનંદસૂરીશ્વર પટ્ટાલંકાર શ્રીમવિજયકમલસૂરીશ્વરના ચરણકમલમાં સ્થાપિત ભક્તિરસવાળા તેઓશ્રીના પટ્ટધર શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજાએ રચેલ તત્ત્વન્યાયવિભાકરની સ્વોપન્ન “ન્યાયપ્રકાશ' નામની વ્યાખ્યામાં-ટીકામાં “નયનિરૂપણ' નામનું નવમું કિરણ સમાપ્ત.
તત્ત્વન્યાયવિભાકર ગ્રંથ રચયિતાના પટ્ટધર આ. વિજયભુવનતિલકસૂરિના શિષ્ય પૂ.આ. શ્રીમદ્ વિજયભદ્રકરસૂરિએ તત્ત્વન્યાયવિભાકરની સ્વોપણ ન્યાયપ્રકાશ નામની ટીકાનો સરળ ભાષામાં
નવમા કિરણનો ગુજરાતી ભાવાનુવાદ સમાપ્ત.