________________
४९६
तत्त्वन्यायविभाकरे
અંશસહિતતામાં પણ અનિષ્પન્ન અંશ શું કારણની અપેક્ષા રાખે છે? (૧-૨) પહેલા બે પક્ષો વ્યાજબી નથી, કેમ કે નિષ્પન્ન અને અનિષ્પન્નમાં અપેક્ષાનો અસંભવ કહેલ છે.
(૩) છેલ્લો પક્ષ બરાબર નથી, કેમ કે-ઉભય પક્ષમાં કહેલ દોષોનું સંક્રમણ છે. તેથી મૃતપિંડ આદિથી ઉત્તરકાળમાં પર્યાયરૂપે ભવન (થવું) જ ઘટાદિને તે મૃપિંડ આદિની અપેક્ષા છે. કાર્યત્વથી અભિમત ઘટ આદિનો પ્રાગુભાવ જ મૃતપિંડ આદિ નિઇ કારણપણું છે, પરંતુ ત્યાં વ્યાપારવિષયભૂત મૃતપિંડ આદિમાં કારણતા નથી કેમ કે-વ્યાપાર વ્યાપારવાનથી ભિન્ન હોય છતે તે મૃતપિંડ આદિમાં નિવ્યપારતાનો પ્રસંગ છે, અભિન્નપણામાં વ્યાપારના અભાવનો પ્રસંગ છે. કારણના વ્યાપારથી જન્ય પણ ઉત્પત્તિના, ઉત્પત્તિમાનથી ભેદમાં ઉત્પત્તિમાનમાં ઉત્પત્તિના અભાવનો પ્રસંગ થાય છે. તેથી પૂર્વ-ઉત્તરકાળ ભાવિત્વ માત્રથી જ આ કાર્ય-કારણભાવ વસ્તુઓ લોકમાં પ્રસિદ્ધ છે. પરંતુ કોઈએ કાંઈ કરેલું નથી, માટે કોઈ એક ભાવને સંબંધીની આકાંક્ષા નથી. તેથી બીજા હેતુની અપેક્ષા વગરનો જ સઘળો ભાવ ઉત્પન્ન થાય છે. આમ સ્થિર થયું.
૦ આ પ્રમાણે (ઉત્પત્તિની માફક) વિનાશ પણ હેતુ વગરનો જ છે.
શંકા – મુગર વગેરેની અપેક્ષાવાળા જ ઘટ આદિ વિનાશને પામતાં દેખાય છે, તો નિર્દેતુક કેવી રીતે?
સમાધાન – વિનાશના હેતુનો અભાવ હોવાથી નિહેતુક છે. શું વિનાશના કાળમાં અગર આદિથી ઘટ આદિ જ કરાય છે? કપાલ આદિ કરાય છે? કે તુચ્છરૂપ અભાવ છે?
(૧) પહેલો પક્ષ ઠીક નથી, કેમ કે-કુંભાર આદિ સામગ્રીથી જ તે ઘટ આદિની ઉત્પત્તિ છે. (૨) બીજો પક્ષ વ્યાજબી નથી, કેમ કે તે જ અવસ્થાનો પ્રસંગ છે.
(૩) ત્રીજો પક્ષ પણ વ્યાજબી નથી, કેમ કે-અરૂપી તે અભાવને ગધેડાના શીંગડાની માફક કરી શકતો નથી.
શંકા - ઘટ આદિની સાથે સંબંધવાળા તે મુર્ગાર આદિએ અભાવ કરેલો છે, તેથી ઘટાદિની નિવૃત્તિ કહેવાય છે ને?
સમાધાન- સંબંધની અનુપપત્તિ હોવાથી તમારું કથન ઠીક નથી. શું પહેલાં ઘટ, પછીથી અભાવ કે વૈપરીત્ય કે સમાનકાળમાં ઘટ અને અભાવ છે?
(૧-૨) પહેલાંના બે પક્ષ ઠીક નથી, કેમ કે-બેમાં રહેનાર સંબંધનો ભિન્ન કાળવાળામાં અસંભવ છે.
(૩) છેલ્લા પક્ષમાં ઘટ અને અભાવમાં જો ક્ષણ માત્ર પણ સાથેની અવસ્થિતિ સ્વીકારાય, તો સંસાર પર્યન્ત આ થાય! કેમ કે-વિશેષનો અભાવ છે. વળી તે પ્રકારે છતે ઘટની તે અવસ્થાનો પ્રસંગ છે.
શંકા - ઘટના ઉપમર્દથી (પૂર્વધર્મીનો નાશ કરી બીજો ધર્મી ઉત્પન્ન કરવાથી મર્દન કરવાથી) અભાવ થાય છે. એથી ઘટ આદિની નિવૃત્તિ છે ને?
સમાધાન- ઉપમદના, ઘટ આદિ રૂપપણામાં તે ઘટાદિની પોતાના હેતુથી જ ઉત્પત્તિ છે. કપાલ આદિ રૂપપણામાં, તેના ભાવમાં પણ (ઉપમદભાવમાં પણ) ઘટની તે અવસ્થાનો પ્રસંગ છે. વળી તુચ્છ