________________
तत्त्वन्यायविभाकरे
-
સમાધાન – પૂર્વોક્ત અપેક્ષાથી વિરુદ્ધ ધર્મના અધ્યાસનો અભાવ હોવા છતાં રૂપાન્તરથી (બીજી બીજી અપેક્ષાથી) તે નામાદિ ત્રણમાં પરસ્પર ભેદની ઉપપત્તિ છે. તે આ પ્રમાણેઃ-નામ અને દ્રવ્યથી સ્થાપના, આકાર-અભિપ્રાય-બુદ્ધિ-ક્રિયા-ફળના દર્શનથી જુદી પડે છે. જેમ કે-સ્થાપનભૂત ઇન્દ્રમાં હજાર લોચન, કુંડલ, મુકૂટ, શચી(ઇન્દ્રાણી)નું સન્નિધાન, હાથમાં વજ્રનુંધારણ, સિંહાસનમાં અધ્યાસન આદિ જનિત અતિશયવાળો, દેહના સૌન્દર્ય આદિરૂપ રૂપ (આકાર) દેખાય છે.
४९०
(૧) સ્થાપના કરનારમાં સદ્ભૂત (સત્ય) ઇન્દ્રનો અભિપ્રાય જણાય છે.
(૨) સ્થાપનાના દર્શન કરનારમાં તે ઇન્દ્ર આદિના આકારને જોવાથી ઇન્દ્રબુદ્ધિ પેદા થાય છે.
(૩) આ સ્થાપનાભૂત ઇન્દ્રની સેવા કરનારાઓમાં અને તેની ભક્તિમાં પરિણત બુદ્ધિવાળાઓમાં નમસ્કાર આદિ ક્રિયા દેખાય છે. અને–
(૪) તે નમસ્કાર આદિ ક્રિયાનું ફળ પુત્ર ઉત્પત્તિ આદિ દેખાય છે.
(જિનપ્રતિમાના નમસ્કારરૂપ ક્રિયાનું ફળ અને જિનપ્રતિબિમ્બ પૂજનફળ તો, ‘અરિહંતોની અભ્યર્ચનાથી મનની પ્રસન્નતા, તેથી સમાધિ અને તેથી નિઃશ્રેયસ, ખરેખર, એથી જ જિનપૂજન યુક્તિયુક્ત છે’-એમ તત્ત્વાર્થાધિગમ ભાષ્યકારિકામાં પરંપરાથી મુક્તિફળ ઉપદિષ્ટ છે.) આકાર આદિ નામેન્દ્રમાં અને દ્રવ્યેન્દ્રમાં દેખાતાં નથી, તેથી તે નામ-દ્રવ્યથી સ્થાપનાનો ભેદ છે. (સૂત્રબોધિત બળવાન અનિષ્ટના અનનુબંધી ઇષ્ટ સાધનતાવાળા, તેમાં ૨હેલ ગુણના સ્મરણના જનક સંસ્કારના ઉદ્બોધકા૨ક અભિપ્રાય કે આકારનું સંબંધવત્વ, તે સ્થાપનાનું લક્ષણ છે : અને આ પ્રમાણે સાદશ્યસંબંધ સ્થાપનાનિક્ષેપ નિયામક નથી, કેમ કે-અસદ્ભાવ સ્થાપનાના ઉચ્છેદનો પ્રસંગ છે. અભિપ્રાયસંબંધ પણ સ્થાપનાનિક્ષેપ નિયામક નથી, કેમ કે–નામમાં પણ તે અભિપ્રાયસંબંધ સારી રીતે કહી શકાતો હોઈ અતિપ્રસંગ છે. અતએવ દ્રવ્યલિંગમાં સ્થાપનાથી ભાવસાધુની બુદ્ધિ નથી, કેમ કે-ઉત્કટ દોષવાળો હોઈ પ્રતિસંધાનવિષયના સદેશપણાથી ગુણવંતના અનુસ્મરણથી સૂત્રબોધિત બળવાન અનિષ્ટના અનુબંધી દ્રવ્યલિંગી થાય છે.)
દ્રવ્ય, નામ અને સ્થાપનાથી ભિન્ન છે, કેમ કે-ભાવનું પરિણામી(ઉપાદાન)કારણ છે. આમ અનુમાનપ્રયોગ પણ અહીં સ્પષ્ટ ભાસે છે. કથિત હેતુની સત્તા દ્રવ્યમાં છે, નામ-સ્થાપનામાં અસત્તા છે. એથી નામ-સ્થાપનાથી દ્રવ્ય નિયમા ભિન્ન છે.
૦ જેમ ખરેખર, અનુપયુક્ત વક્તા દ્રવ્ય ઉપયુક્તપણાના કાળમાં ઉપયોગલક્ષણવાળા ભાવનું કારણ થાય છે. [પહેલા અનુપયુક્ત વક્તા તે જ ઉત્તરકાળમાં ઉપયોગરૂપે પરિણત થાય છે, માટે ઉપયોગપરિણામરૂપ ભાવનું કારણ હોઈ તે દ્રવ્ય છે.] અથવા તે ઉપયોગલક્ષણવાળો ભાવ, તે અનુપયુક્ત વક્તારૂપ દ્રવ્યનો પર્યાય થાય છે. અથવા સાધુ જીવરૂપ દ્રવ્યેન્દ્ર હોતો ભાવેન્દ્રરૂપ પરિણતિનું કારણ થાય છે. (જે હમણાં જીવ સાધુપર્યાયનો અનુભવ કરે છે, તે પરલોકમાં દેવેન્દ્ર થશે. તેથી સદ્ભાવ દેવેન્દ્ર પરિણતિરૂપ ઉત્તરકાલીન ભાવેન્દ્રનું કારણ હોવાથી દ્રવ્યેન્દ્ર કહેવાય છે.) તે નામેન્દ્ર અને સ્થાપનેન્દ્ર નથી. તે બંનેમાં ભાવપરિણતિનું કારણપણું નથી. આ પ્રમાણે વૈધર્મ્સથી દ્રવ્ય, નામ-સ્થાપનાથી ભિન્ન છે.
૦ નામ પણ સ્થાપના અને દ્રવ્યથી કથિત વૈધર્મથી જ (આકાર આદિ ભાવપરિણામી કારણત્વથી) ભિન્ન થાય છે.