________________
द्वितीयो भाग / सूत्र - २४, नवमः किरणे
४८९
આશંસાથી પૂજા કરવી નહિ. આવી રીતે તેની આશંસાલક્ષણ આગમ અર્થના અનુપયોગથી) અનાભોગથી અને અવિધિપૂર્વક, ભક્તિપૂર્વક પણ કરાતી જિનપૂજા આદિ દ્રવ્યાક્રિયા જ કહેવાય છે, કેમ કે ઉપયોગ વગરની ક્રિયામાં સાક્ષાત્ (ઉપાદાનથી) મોક્ષના અંગ(સાધન)પણાનો અભાવ છે. પરંપરાથી મોક્ષનું અંગપણું અનુપયુક્ત ક્રિયાનું પણ છે, એમ લબ્ધ જ છે. તેની સ્પષ્ટ પ્રતિપત્તિ માટે કહે છે કે-)
૦ તે જિનપૂજા આદિ રૂપ ક્રિયા, ભક્તિથી અને અવિધિથી પણ કરાતી, પરંપરાએ મોક્ષના અંગપણાની અપેક્ષાએ દ્રવ્યપણાએ પામે છે. (વિધિનો અભાવ છતાં પરંપરાથી તે દ્રવ્યક્રિયાથી કેવી રીતે મોક્ષફળ મળે? માટે આગળ કહે છે કે-) ભક્તિનામક ગુણથી અવિધિ નામક દોષને અનુબંધ વગરનો કરેલ હોઈ, પરંપરાએ દ્રવ્યક્રિયા મોક્ષફળ આવી રીતે આપે છે. (ભક્તિના અભાવથી વિશિષ્ટ અવિધિ જ મોક્ષાદિ કાર્યપ્રતિબંધક છે. તેના અભાવમાં કારણ છે એવો અભિપ્રાય છે, કેમ કે-નિરનુબંધ કરેલ હોઈ, અંગના અભાવથી જન્ય જિનપૂજાગત સ્વસ્વ કાર્યના અનર્જકપણાની આપત્તિરૂપ કાર્યના સંમુખપણાનો અભાવ, અર્થાત્ અંગના સદ્ભાવથી જન્ય જિનપૂજાગત સ્વસ્વ કાર્યના અર્જકપણાની પ્રાપ્તિકાર્યના સંમુખપણાનો સદ્ભાવ થાય છે.)
ભૂતકાલીન પર્યાયની અપેક્ષાએ દ્રવ્યનિક્ષેપ જેમ દ્રવ્યેન્દ્રને ઈન્દ્ર, ભવિષ્યકાલીન કારણની અપેક્ષાએ દ્રવ્યનિક્ષેપ જેમ દ્રવ્યેન્દ્રને ઇન્દ્ર, અપ્રધાનતાની અપેક્ષાએ દ્રવ્યનિક્ષેપ દ્રવ્યાચાર્ય અને અનુપયોગની અપેક્ષાએ દ્રવ્યનિક્ષેપ દ્રવ્યક્રિયા. અવિધિથી પણ ભક્તિથી કરાતી ક્રિયા દ્રવ્યક્રિયા. આલોક-પરલોક આદિ આશંસાથી કરાતી ક્રિયા દ્રવ્યક્રિયા. (અહીં ઉપયોગનો અર્થ જ્ઞાન કે વિધિનો ઉપયોગ-વ્યાપાર છે.)
ભાવનિક્ષેપનું નિરૂપણ-લક્ષણ – વક્તાની વિવલિત જે ઇન્દન આદિ રૂપ ક્રિયા છે, તેના અનુભવથી વિશિષ્ટ જે સ્વતસ્વરૂપ ભાવ છે, તે “ભાવનિક્ષેપ' કહેવાય છે. (ઇન્દ્ર આદિ શબ્દથી સ્વર્ગના આધિપત્ય આદિ રૂપ ઐશ્વર્ય આદિના કથનથી તે ત્યાં ઘટતો હોવાથી, તે જ ઈન્દ્ર આદિ શબ્દનું વાતત્ત્વ પારમાર્થિક પદાર્થ છે. એવંભૂત જેનિક્ષેપનો વિષય થાય છે. જેમ કે-“આ ઇન્દ્ર છે આવા રૂપે ઇન્દ્ર આદિ શબ્દ વાગ્યરૂપે સ્થાપિત કરાય છે. તે ઇન્દ્ર આદિ ભાવનિક્ષેપ અથ ભાવેન્દ્ર કહેવાય છે.)
જેમ ઇન્દન ક્રિયાપરિણત ભાવેન્દ્ર ભાવનિક્ષેપરૂપ ઇન્દ્ર કહેવાય છે.
શંકા – ભાવથી વર્જિત નામ-સ્થાપનાવ્યરૂપ ત્રણ નિક્ષેપાઓમાં, ભાવરૂપ અર્થની શૂન્યતાની અપેક્ષાએ નામમાં સ્થાપનામાં અને દ્રવ્યમાં વૃત્તિનો (સંકેતવિશેષણવૃત્તિના પ્રવર્તનનો) વિશેષ નહિ હોવાથી (સાધારણપણું હોવાથી) અને વિરુદ્ધ ધર્મના અધ્યાસનો અભાવ હોવાથી કોઈ પણ જાતનો ભેદ નથી, માટે નિક્ષેપાઓના ચાર પ્રકારો કેવી રીતે વ્યાજબી છે?
(નામ, નામવાળા પદાર્થમાં-સ્થાપનામાં અને દ્રવ્યમાં સાધારણરૂપ વર્તે છે, સ્થાપનારૂપ પણ ભાવાર્થ શૂન્યત્વ, નામાદિ ત્રણમાં પણ સમાન છે, કેમ કે-નામાદિ ત્રણેયમાં પણ ભાવનો અભાવ છે. દ્રવ્ય પણ નામ-સ્થાપના-દ્રવ્યોમાં વ છે જ, કેમ કે દ્રવ્યમાં જ નામ-સ્થાપના કરવાની હોય છે : અને દ્રવ્યમાં અત્યંત સારી રીતે વર્તવું છે, માટે વિરુદ્ધ ધર્મના અધ્યાસનો અભાવ હોવાથી આ ત્રણેયનાં ભેદ કેવી રીતે વ્યાજબી છે?).