________________
द्वितीयो भाग / सूत्र - २४, नवमः किरणे
४८५ (૨) દેવદત્ત આદિ નામો તો અયાવદ્ દ્રવ્યભાવી છે, કેમ કે-તે દેવદત્ત આદિ નામવાચ્ય વિદ્યમાન પણ દ્રવ્યોના બીજા બીજા નામના પરાવર્તનું લોકમાં દર્શન છે. અર્થાત્ જ્યાં સુધી તે નામવાચ્ય દ્રવ્યનું અવસ્થાન છે, ત્યાં સુધી નહિ રહેનારું નામ અયાવદ્ દ્રવ્યભાવી છે.
૦ અપિ શબ્દ બીજા પ્રકારનો સંગ્રાહક છે. તેથી પુસ્તક-પત્ર-ચિત્ર આદિમાં લખેલ, વસ્તુના નામભૂત ઈન્દ્ર આદિમાં વર્ષાવલી અક્ષરરૂપ નામનો સંગ્રહ છે.
૦ (૧) વિવલિતાર્થ સંકેતથી નામનિક્ષેપ. જેમ કે-ઈન્દ્રાદિ. (૨) યદચ્છાથી સંકેતથી નામનિક્ષેપ. જેમ કે-ડિત્યાદિ. (૩) યાવદ્ દ્રવ્ય ભાવિરૂપે નામનિક્ષેપ. જેમ કે-સમુદ્રાદિ. (૪) અયાવદ્ દ્રવ્ય ભાવિરૂપે નામનિક્ષેપ. જેમ કે-દેવદત્તાદિ. (૫) લખેલ નામના વર્ષોથી નામનિક્ષેપ. જેમ કે-પત્રત્યેન્દ્રાદિ. એમ પાંચ પ્રકારોથી નામનિક્ષેપ થાય છે.
(ગંગામાં ઘોષ છે. ઇત્યાદિમાં ગંગા આદિ પદથી ગંગા તીર આદિ કહેવાય છે. ત્યાં શું નામનિપાની પ્રવૃત્તિ છે કે નિક્ષેપાન્તરની પ્રવૃત્તિ છે? (૧) પહેલો પક્ષ નથી, કેમ કે-જાહ્નવી આદિ પર્યાયશબ્દથી વાચ્ય હોઈ નામનિક્ષેપાની પ્રવૃત્તિ નથી. (૨) બીજો પક્ષ નથી, કેમ કે-પ્રસિદ્ધ નિપાન્તરોના અવિષયમાં અપ્રસિદ્ધ નિક્ષેપાની કલ્પનામાં નિક્ષેપાની સંખ્યાની ક્ષતિનો પ્રસંગ આવશે ને? આવી શંકાના સમાધાનમાં કહે છે કે-પરિજ્ઞાન પ્રમાણે નિપાન્તરની કલ્પના પણ અનુમત હોઈ દોષનો અભાવ છે, કેમ કેઆભિપ્રાયિકી સ્થાપના અને વૈજ્ઞાનિક ભાવનિક્ષેપના સ્વીકારમાં દોષ નથી.)
સ્થાપનાનિષેપનિરૂપણ - સભૂત અર્થના અધ્યવસાય(અભિપ્રાય)થી સભૂત અર્થથી રહિત, સભૂત અર્થના સમાન આકારવાળી અથવા આકાર વગરની, અલ્પકાળવાળી કે યાવકથિક જે વસ્તુ સ્થાપનાવિષય કરાય છે, તે “સ્થાપનાનિક્ષેપ' કહેવાય છે. જેમ કે-જિનપ્રતિમા, જિનશબ્દવાચ્ય રાગ-દ્વેષ આદિ રહિત કેવલજ્ઞાન આદિ ગુણોથી અલંકૃત પુરુષોત્તમરૂપ અર્થરૂપ જે સ્થાપનાજિન નથી, પરંતુ તથાવિધ પુરુષોત્તમ બોધકપણાની ઇચ્છાથી (અભિપ્રાય કે અધ્યવસાયથી) “આ જિન છે –એમ નિક્ષેપ કરાય છે, તે જિન પ્રતિમાદિ વસ્તુ “સ્થાપનાજિનરૂપ સ્થાપનાનિક્ષેપ કહેવાય છે.] જેમ કે-સત્કૃત સમાન આકારવાળી વસ્તુ. સત્ય ઈન્દ્રના સમાન આકારની રચનારૂપ સ્થાપના, ચિત્ર, લેપ્ય (માટી વગેરેની બનાવટો) કાઇપાષાણ વગેરેમાં જે છે, તે “સદ્દભૂત સ્થાપનાનિક્ષેપ.” [ભીંત વગેરમાં રહેલ રેખા-ઉપરેખા આદિ વિરચનાથી થયેલ જિનશરીર આદિ આકારનિર્મિત વિશેષ આદિ રૂપ ચિત્ર આદિમાં, તાદશ આકારવસ્તુભૂત જિનશરીરની આકૃતિ સમાન આકૃતિવાળી તેના અર્થથી રહિત, તેની બુદ્ધિથી સ્થાપનાવિષયક જિનપ્રતિમાદિ કરાય છે, તે “સદ્દભૂત સ્થાપનાનક્ષેપ.]
૦ એ પ્રમાણે અક્ષ વગેરેમાં તાદશ આકારનો અભાવ હોવા છતાં, તેના અર્થનો અભાવ હોવા છતાં તેની (જિન ઇન્દ્ર આદિની) બુદ્ધિથી સ્થાપના કરાય છે, તે “અસભૂત સ્થાપના' કહેવાય છે. આ સ્થાપનાનિશેપ ચિત્ર આદિની અપેક્ષાએ ઇવર-કેટલાક કાળ પછી અપગમન સ્વભાવવાળી છે.
૦ નંદીશ્વર ચૈત્યપ્રતિમા આદિની અપેક્ષાએ સભૂત-ચાવતકથિત સ્થાપનાનિષેપ છે. (યાવકથિકજ્યાં સુધી પૂજય-પૂજક આદિ વ્યવહારકાળ અનુગામી-અનંતકાલિક.) (સદ્ભાવ સદ્ભૂત) સાકાર સ્થાપનાનિલેપ. (અસદ્ભાવ અસભૂત) નિરાકાર સ્થાપના નિક્ષેપ. (અલ્પકાલિક) ઇત્વર સાકાર-નિરાકાર