________________
४८४
तत्त्वन्यायविभाकरे
બોધકપણું છે. પ્રકૃત કર્મધારયનું તો વિશેષણ-વિશેષ્ય બે પદો ભેગા થઈને વિશેષ્યસ્વરૂપ વિશેષનું બોધકપણું છે. તેવી રીતે અહીં વિશેષણવાચકપદ કેવલાન્વયિતા ધર્માંનવચ્છેદક પ્રવૃત્તિનિમિત્તક જ છે. એથી ‘શેયઘટ’' ઇત્યાદિમાં નિક્ષેપપણું નથી. તેથી અખંડની વિશેષ્યરૂપ વિશેષની પ્રતીતિ નથી. તેથી શેયત્વવિશિષ્ટ ઘટાદિમાં જ વિશેષણ વિશેષ્યભાવથી પ્રતીતિ છે. એથી જ મૃઘટ-સુવર્ણઘટ ઇત્યાદિમાં જ નિક્ષેપપણું નથી એમ પણ જાણવું.] તે નિક્ષેપ જઘન્યથી પણ નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવના ભેદથી ચાર પ્રકારવાળો છે. (શાસ્ર આદિનું નામ-સ્થાપના આદિ ભેદોથી નિક્ષેપણ, ન્યસન કે સ્થાપન ‘નિક્ષેપ’ કહેવાય છે. તે, આ નિક્ષેપ જઘન્યથી પણ (સંક્ષેપથી) ચાર પ્રકારનો દર્શાવવો. જ્યાં નામ-સ્થાપના-દ્રવ્ય-ક્ષેત્ર-કાળભવ-ભાવ આદિ લક્ષણવાળા ભેદો જણાવાય છે, ત્યાં સર્વ ભેદોથી પણ વસ્તુ નિક્ષેપનો વિષય બનાવવો. જ્યાં સર્વ ભેદો જણાતાં નથી, ત્યાં પણ નામ આદિ ચારથી વસ્તુ વિચારવી જ, કેમ કે-ચાર નિક્ષેપાઓ સર્વવ્યાપક છે. ખરેખર, તેવી કોઈ પણ વસ્તુ નથી, કે જે ચાર નિક્ષેપાઓથી વેગળી પડે.]
નામનિક્ષેપનું નિરૂપણ – નામનિક્ષેપનું લક્ષણ અન્ય અર્થમાં રહેલ પણ (અનાદિ તાત્પર્યથી ગ્રહણ કરેલ સંકેતબળથી ગોપાલદારકથી ભિન્ન વાસવ-ઇન્દ્રરૂપ અર્થ રહેલ પણ) સ્વ અર્થ (ઇન્દ્રશબ્દનો પ્રકૃત અર્થ સ્વર્ગના આધિપત્ય આદિ ગુણવિશિષ્ટ-સહસ્રાક્ષ-શચી, પતિ કે જે વાસવ છે તેની અપેક્ષા નહિ કરનાર) સમાન અર્થવાળા શબ્દો (વાસવની માફક શક્ર આદિ શબ્દોથી) અકથનીય, વિવક્ષિત અર્થમાં (ગોપાલદારકરૂપ અર્થમાં-નામાર્થમાં) સંકેતવાળો નામનિક્ષેપ (ગોપાલદારકનું ઇન્દ્ર એવું નામ) કરાય છે, અર્થાત્ ‘નામેન્દ્ર’ કહેવાય છે.
પદકૃત્ય – જેમ સંકેતિત માત્રથી (આધુનિક પિતા આદિથી સંકેતિતત્વ માત્રથી અહીં માત્ર પદથી વૃદ્ધપરંપરાગત સંકેતિતત્વનો વ્યવચ્છેદ થાય છે. ‘સર્વેસર્વાર્થવાપત્ર' આવા ન્યાયથી ઇન્દ્રપદનો ગોપાલદારકની પણ સાથે વાચ્યવાચકભાવસંબંધ છે જ.) અન્ય અર્થમાં રહેલ (ગોપલાદા૨કથી ભિન્ન અર્થમાં રહેલ) ઇન્દ્ર આદિ શબ્દથી ગોપાલદા૨ક વાચ્ય બને છે અને ગોપાલદારક ઇન્દ્રસમાન અર્થવાળા શક્ર આદિ રૂપ પર્યાયશબ્દોથી વાચ્ય નથી. એથી ગોપાલદારક આદિમાં ઇન્દ્ર આદિનું જે કથન કરાય છે, તે નામ (ઇન્દ્ર) કહેવાય છે.
૦ જો કે સમાન અર્થવાળા શબ્દોથી અવાચ્યત્વ એટલે ગોપાલદારક ગતધર્મ જ (તે આત્માની કાર્યપરિણતિ જ) નામ-નામવાનનો અભેદ ઉપચાર હોવાથી નામેન્દ્ર છે, પણ તેનો વાચક હોઈ તેના નામમાં પણ તે ધર્મ (પરિણતિ) ઉપચારથી જાણવો. માટે વિવક્ષિતાર્થ સંકેતરૂપ શબ્દાર્થાન્યતર પરિણતિ નામનિક્ષેપ કહેવાય છે.
૦ અન્યત્ર અવર્તમાન (ગોપાલદારક ભિન્ન અર્થમાં સંકેતસંબંધથી અવર્તમાન) પણ યદચ્છાપૂર્વક (અભિનવ સંકેતકર્તા પુરુષની ઇચ્છાપૂર્વક) ગોપાલદારક આદિમાં હિત્ય, વિત્થ ઇત્યાદિ અભિધાન કરાય છે તે પણ નામ (નામડિત્ય, નામડવિત્વ) છે. આમ સૂચન કરવા માટે ‘અન્યાથૈસ્થિતોન' ઇતિ. આ સ્થળમાં અપિ શબ્દ મૂકેલ છે. તેથી આ નામ યાવદ્ દ્રવ્યભાવી અને અયાવદ્ દ્રવ્યભાવીના ભેદથી બે પ્રકારવાળું છે.
(૧) મેરૂઢીપ-સમુદ્ર આદિ નામો યાવન્ દ્રવ્યભાવી છે, કેમ કે જ્યાં સુધી તે શબ્દથી વાચ્યદ્રવ્યનું અવસ્થાન છે, ત્યાં સુધી તે નામની વૃત્તિ (વિદ્યમાન) છે.