________________
४६६
तत्त्वन्यायविभाकरे
૦ “કાઠિન્યવાળું દ્રવ્ય પૃથિવી છે,' ઇત્યાદિ સ્થળમાં કાઠિન્યવાળુ દ્રવ્ય અને પૃથિવીરૂપ બને ધર્મીના સર્વથા પૃથપણાના કથનમાં નૈગમાભાસ છે. માટે કહે છે-“દિતિ
૦ “રૂપવાળું દ્રવ્ય મૂર્તિ છે,' ઇત્યાદિ સ્થળમાં રૂપવાળું દ્રવ્ય અને મૂર્તરૂપ બંને ધર્મીના સર્વથા ભેદના અભિપ્રાયમાં નૈગમાભાસ છે. માટે કહે છે કે-“પવિ'તિ !
૦ પર્યાયવાળું દ્રવ્ય વસ્તુ છે'-આવા સ્થળમાં તે પ્રમાણે-પૂર્વની માફક સમજવું. માટે કહે છે કેપર્યાયવલિ'ત્તિા
૦ “જ્ઞાનવાળો આત્મા છે-“નિત્ય સુખી મુક્ત છે-“ક્ષણિક સુખી વિષયાસક્ત જીવ છે, ઇત્યાદિ ધર્મ અને ધર્મીના ઉભય વિષયવાળા સ્થળમાં સર્વથા ભેદના અભિપ્રાયમાં નૈગમાભાસપણું છે. માટે કહે છે કેજ્ઞાને'તિ |
૦ કોનું દર્શન આ નયાભાસરૂપ છે? આના જવાબમાં કહે છે કે “વૈષતિ | सङ्ग्रहाभासमाचष्टे -
परसामान्यमपरसामान्यं वाभ्युपगम्य तद्विशेषनिराकरणाभिप्रायस्सङ्ग्रहनयाभासः । यथा जगदिदं सदेव तद्व्याप्यधर्मानुपलम्भादिति । अद्वैतसांख्यदर्शने एतदाभासरूपे । एवं द्रव्यमेव तत्त्वं तद्विशेषाणामदर्शनादित्यादयोऽभिप्रायविशेषाः ॥ १८ ॥
परसामान्यमिति । स्पष्टम्, दृष्टान्तमाह यथेति, तद्व्याप्येति, ततः पृथग्भूतानां तद्व्याप्यानां विशेषधर्माणामदर्शनादिति हेतुना विशेषधर्मनिराकरणाभिप्रायस्य व्यक्ततया परसङ्ग्रहाभासत्वमिति भावः, अखिलान्यद्वैतदर्शनानि सांख्यदर्शनञ्चात्रान्तर्भवन्तीत्याहाद्वैतेति । अपरसङ्ग्रहाभासमाहैवमिति ॥
સંગ્રહાભાસ ભાવાર્થ – “પરસામાન્ય કે અપરસામાન્યને સ્વીકારી તેના વિશેષના નિરાકરણનો અભિપ્રાય, એ સંગ્રહનયાભાસ. કહેવાય છે. જેમ આ જગત્ સત્ જ છે, કેમ કે તેના વ્યાપ્યભૂત ધર્મોનું અદર્શન છે. અદ્વૈતદર્શન અને સાંખ્યદર્શન અપરસંગ્રહાભાસરૂપ છે. આ પ્રમાણે દ્રવ્યત્વ જ તત્ત્વ છે, કેમ કે તેના વિશેષભૂત ધર્મ આદિ દ્રવ્યોનું અદર્શન છે. ઇત્યાદિ અપસંગ્રહાભાસ આદિ અભિપ્રાયવિશેષ છે.”
વિવેચન – સ્પષ્ટ છે. દષ્ટાન્તને કહે છે કે- 'તિ, ‘તવ્યાણે'તિ ા તે સત્તાનામક તત્ત્વથી પૃથભૂત તેના વ્યાપ્યભૂત વિશેષોનું અદર્શન છે. એવા હેતુથી વિશેષ ધર્મ નિરાકરણના અભિપ્રાયનું વ્યક્તરૂપે પરસંગ્રહાભાસપણું છે એવો ભાવ છે. આ પરસંગ્રહાભાસમાં સમસ્ત અદ્વૈતદર્શનો અને સાંખ્યદર્શન અંતર્ભત થાય છે. માટે કહે છે કે-“અદ્વૈત'તિ અપરસંગ્રહાભાસને કહે છે કે “પર્વમ'તિ !