________________
द्वितीयो भाग / सूत्र - १४, नवमः किरणे
એવંભૂતનયનું ઉપપાદન ભાવાર્થ – “તે તે ક્રિયાથી રહિત અર્થનું તે તે શબ્દથી વાપણાના તિરસ્કારને નહિ કરનારો, પોતપોતાની પ્રવૃત્તિમાં નિમિત્તભૂત ક્રિયાવિશિષ્ટ અર્થના અભિધાયિત્વ(કથન)નો સ્વીકાર, એ “એવંભૂતનય' કહેવાય છે. જેમ પરમ ઐશ્વર્યપ્રવૃત્તિવિશિષ્ટ ઇન્દ્ર શબ્દથી વાચ્ય છે, સામર્થ્યક્રિયાવિશિષ્ટ શક્રપદવાઓ છે અને અસુરપુરભેદનક્રિયાવિશિષ્ટ પુરંદરશબ્દવાઓ છે. એવા રૂપવાળા અભિપ્રાયો.”
વિવેચન – જલ આહરણ આદિ ક્રિયાથી રહિત, ઘટ આદિ પદાર્થનું તે તે શબ્દથી વાચ્યત્વ એટલે ઘટ આદિ શબ્દથી વાચ્યત્વનો દ્વેષબુદ્ધિપૂર્વક તિરસ્કાર નહિ કરનારો, જલ આહરણ આદિ ક્રિયાવિશિષ્ટ જ ઘટ આદિને ઘટ આદિ શબ્દ કહે છે. આવા પ્રકારના રૂપવાળા અભિપ્રાય “એવંભૂતનય' કહેવાય છે. તથાચ પદોની વ્યુત્પત્તિના અર્થના અન્વયની સાથે નિયત અર્થના બોધકપણાનો સ્વીકાર “એવંભૂતનય છે, આવો નિષ્કર્ષ છે. (જે અર્થ જે દેશમાં, જે કાળમાં વ્યુત્પત્તિના અર્થની સાથે સંબંધવાળો છે, તે અર્થ ત્યાં, તે વખતે તે શબ્દથી વાચ્ય છે. તથાચ આ નય જે અર્થમાં શબ્દવ્યુત્પત્તિનો વિષય થાય છે, તે વ્યુત્પત્તિના નિમિત્તભૂત અર્થ જ્યારે વર્તે છે, ત્યારે જ પ્રવર્તમાન તે શબ્દને માને છે. અતીત કે ભાવિની ચેષ્ટાનો અધિકાર કરીને સામાન્યથી જ શબ્દ કહેવાતો નથી, કેમ કે તે અતીત વિનષ્ટ હોવાથી અને અનાગત અનુત્યન હોવાથી કાચબાના રોમની સમાન અસત્ છે. જો અતીત કે ભાવિ ચેષ્ટાની અપેક્ષાથી ઘટ આદિ શબ્દ અચેષ્ટાવાળામાં પણ પ્રયોગવાળો બને, તો કપાલ-માટીના પિંડ આદિમાં પણ ઘટાદિ શબ્દનો પ્રયોગ થાય! કેમ કે-વિશેષનો અભાવ છે. તેથી જે ક્ષણમાં વ્યુત્પત્તિનું નિમિત્ત સંપૂર્ણ છે, ત્યારે જ તે અર્થ તે શબ્દથી વાચ્ય છે.) વળી નિયમ દેશથી અને કાળથી છે, જેથી સમભિરૂઢ આદિમાં અતિવ્યાપ્તિ નથી.
૦ જે ક્રિયા વિશિષ્ટ શબ્દથી કહેવાય છે, તે જ ક્રિયાને કરતી વસ્તુ એવંભૂત શબ્દથી કહેવાય છે. તેનું પ્રતિપાદન કરનારો નય પણ ઉપચારથી “એવંભૂત' કહેવાય છે. આ નય, શબ્દ અને અર્થરૂપ ઉભયને સ્થાપિત કરે છે-શબ્દને અર્થની સાથે અને અર્થને શબ્દની સાથે સ્થાપિત કરે છે. જેમ ‘પટાયાં '' આવા ધાતુથી ‘પતે ' સ્ત્રીના મસ્તક આદિમાં રહેલો ચેષ્ટા કરે છે, માટે ઘટ આવા સ્થળમાં, તે વખતે જ આ ઘટ’ છે કે જ્યારે તેવી ચેષ્ટાવાળો છે, બીજે વખતે નહિ. ઘટશબ્દ પણ તેવી ચેષ્ટા કરનારાનો જ વાચક છે, બીજે વખતે નહિ. આમ આ પ્રમાણે ચેષ્ટારૂપ અવસ્થા કરતાં બીજી અવસ્થામાં ઘટનું ઘટત્વ ઘટશબ્દથી નિવૃત્ત થાય છે. તથાચ પ્રયોગ (અનુમાનપ્રયોગ) છે કે-જેમ વાચકશબ્દ છે, તેમ અભિધેય (વાચ્યભૂત અર્થ) સ્વીકારવો જોઈએ, કેમ કે-તથાભૂત અર્થના જ પ્રત્યયનો સંભવ છે. જેમ કે-પ્રદીપ કે કુંભ. ખરેખર, પ્રદીપશબ્દથી પ્રકાશવાળો જ અર્થ કહેવાય છે. અન્યથા, સંશય આદિનો પ્રસંગ આવી જાય ! તે આ પ્રમાણે જો દીપનક્રિયા વગરનો પણ દીપ છે, તો દીપશબ્દનું ઉચ્ચારણ કર્યો છતે શું આ પ્રદીપથી પ્રકાશવાળો અર્થ કહેલો છે કે, પ્રકાશ વગરનો પણ અંધ-ઉપલ (તેજ વગરનું રત્ન) આદિ છે? આવો સંશય અંધ-ઉપલ આદિ જ કહેલો છે, દીપ નહિ. આ પ્રમાણે વિપર્યય. તેવી રીતે દીપ’ આમ કહ્યું છતે અને અંધઉપલ આદિ કહ્યું છતે, દીપમાં પ્રત્યય થવાથી પદાર્થોનું એકત્વ કે સાંકર્ય થઈ જાય ! તેથી શબ્દવશે કરીને જ અભિધેય અને અભિધેયના વશે કરીને શબ્દ. ઇતિ.