________________
४३०
तत्त्वन्यायविभाकरे प्राधान्येनात्र ज्ञप्तेरभावात् तयोरन्यतर एव हि नैगमनयेन प्रधानतयाऽनुभूयते प्राधान्येन तदुभयावगाहिन एव ज्ञानस्य प्रमाणत्वात् । स पुनर्नैगमोऽनेकधा व्यवस्थितः प्रतिपत्राभिप्रायवशान्नयव्यवस्थानात्, यथा पुरुष एवेदं सर्वमिति, पुरुषोऽप्येकत्वनानात्वभेदात्कैश्चिदभ्युपगतो द्वेधा, नानात्वेऽपि तस्य कर्तृत्वाकर्तृत्वभेदो परैराश्रितः, कर्तृत्वेऽपि सर्वगतेतरभेदः, असर्वगतत्वेऽपि शरीरव्याप्यव्यापिभ्यां भेदः अव्यापित्वेऽपि मूर्तेतरभेदः, अपरैस्तु प्रधानकारणिकं जगदभ्युपगतम् तत्रापि सेश्वरनिरीश्वरभेदोऽभ्युपगतः, अन्यैस्तु परमाणुप्रभवत्वमभ्युपगतं जगतः, तत्रापि सेश्वरनिरीश्वरभेदोऽभ्युपगतः, सेश्वरपक्षेऽपि कर्मसापेक्षत्वानपेक्षत्वाभ्यां भेदाभ्युपगमः, कैश्चित्स्वभावकालयादृच्छिकवादाः समाश्रिताः, तेष्वपि सापेक्षत्वानपेक्षत्वाभ्युपगमाद्भेदव्यवस्थाऽभ्युपगतैव । तथा कारणं नित्यं कार्यमनित्यमित्यपि द्वैतं कैश्चिदभ्युपगतं तत्रापि कार्य स्वरूपं नियमेन त्यजति नवेत्ययमपि भेदाभ्युपगमः, एवम्भूतैरेव मूर्तमारभ्यते, मूतैरमूर्त, अमूतैर्मूर्तमित्याद्यनेकधा प्रतिपत्राभिप्रायतो निगमनान्नैगमोऽनेकभेद इति ॥
ધર્મ-ધર્મી ઉભયવિષયકની વિવક્ષામાં દષ્ટાન્તો ભાવાર્થ – “રૂપવાળો ઘડો છે. અહીં તો ઘટરૂપ ધર્મી પ્રધાન છે, કેમ કે વિશેષ્ય છે. રૂપરૂપી ધર્મ ગૌણ છે, કેમ કે તે ઘટનું વિશેષણ છે. આ પ્રમાણે “જ્ઞાનવાળો આત્મા છે'- નિત્ય સુખી મુક્ત છે’–‘ક્ષણિક વિષયાસક્ત જીવ છે, ઇત્યાદિ ધર્મ-ધર્મી ઉભયવિષયકની વિવક્ષામાં ઉદાહરણો છે.”
વિવેચન – પહેલાં દૃષ્ટાન્તને ઘટાવે છે કે “પચ્ચે'તિ | બીજા દૃષ્ટાન્તોને કહે છે કે- ‘લ્વ' તિ | આત્મારૂપી ધર્મીની વિશેષ્યતા હોવાથી, જ્ઞાનરૂપી ધર્મની વિશેષણતા હોવાથી; મુક્તરૂપી ધર્મીની વિશેષ્યતા હોવાથી, નિત્ય સુખરૂપી ધર્મની વિશેષણતા હોવાથી, ધર્મો વિષયાસક્ત જીવની વિશેષ્યતા હોવાથી અને ક્ષણિક સુખરૂપી ધર્મની વિશેષણતા હોવાથી પ્રધાનતા અને ગૌણતા વિચારવી.
શંકા – આ ત્રીજા પ્રકારનું પ્રમાણપણું કેવી રીતે?
સમાધાન – ધર્મ-ધર્મીની પ્રધાનતાથી અહીં જ્ઞાનનો અભાવ હોવાથી, બેમાંથી કોઈ એક જ, ખરેખર, નૈગમનયથી પ્રધાનતાથી અનુભવાતો છે. નૈગમવિશેષથી પ્રધાનતાએ તે ધર્મ-ધર્મી ઉભયના અવગાહી જ જ્ઞાનનું પ્રમાણપણું છે.
૦ વળી તે નૈગમ અનેક પ્રકારે વ્યવસ્થિત છે, કેમ કે-પ્રતિપત્તા-પ્રમાતાના અભિપ્રાયના વિશે નયની વ્યવસ્થા છે. જેમ કે-“આ બધું પુરુષ જ છે.' પુરુષ પણ એકત્વ-નાનાત્વના ભેદથી કેટલાકોએ બે પ્રકારે સ્વીકારેલો છે. નાનાપણામાં પણ કર્તા અને અકર્તાનો ભેદ બીજાઓએ માનેલો છે. કર્તાપણામાં પણ સર્વગત (વ્યાપક) અને અસર્વગત ભેદ છે. અસર્વગતપણામાં પણ શરીરવ્યાપક અને અધ્યાપકથી ભેદ છે. અવ્યાપીપણામાં પણ મૂર્ત અને અમૂર્તનો ભેદ છે. બીજા વાદીઓએ પ્રધાનકારણજન્ય રૂપે જગત માનેલ છે. ત્યાં પણ સેશ્વર-અનીશ્વરનો ભેદ માનેલો છે. કેટલાકોએ તો જગતનું પરમાણુથી જન્યત્વ માનેલું છે. ત્યાં