________________
द्वितीयो भाग / सूत्र-३, अथाष्टमः किरणे
४०१ ઉત્તરકાળમાં તે વિષયક પ્રત્યભિજ્ઞાનની (જે મેં પહેલાં રજતપણાએ જાણેલ છે, તે જ આ શુક્તિકાશલ છે, આવું પ્રત્યભિજ્ઞાન અને “આ રજત નથી પરંતુ શુક્તિકા છે, આવા જ્ઞાનનું ભિન્નવિષયકપણું હોઈ બાધકપણું ન થાય !) અને બાધ્યબાધકભાવની અનુપત્તિ છે, કેમ કે-ભિન્ન વિષયવાળા પ્રત્યભિજ્ઞાન અને બાધ્યબાધકભાવમાં તે શુક્તિકાનો અસંભવ છે, માટે શુક્તિકા આલંબનરૂપે અપેક્ષણીય છે.
પૂર્વપક્ષ – પ્રશ્ન એ થાય છે કે-જ્ઞાનનો બાધ્યબાધકભાવ કયી જાતિનો છે? (૧) શું સહ અનવસ્થાનરૂપે છે? (૨) શું વધ્યઘાતક ભાવરૂપ છે? (૩) શું વિષયાપહારરૂપ છે? (૪) શું ફલાપહારરૂપ છે?
જેિ ઉત્તરજ્ઞાન જ બાધકપણાએ ઉલ્લસિત હોયે છતે પૂર્વજ્ઞાનનું અન્યથાત્વબોધક છે, બીજું ઉત્તરજ્ઞાન નહિ.]
(૧) સહાનવસ્થાનરૂપ પક્ષ બરાબર નથી, કેમ કે-સમ્યક પ્રત્યાયની માફક મિથ્યા પ્રત્યયથી પણ સમ્યક પ્રત્યયની બાધની આપત્તિ છે. (સમ્યજ્ઞાન પ્રત્યે મિથ્યાજ્ઞાન પણ બાધક બની જાય !) કેમ કે-સહ અનવસ્થાનમાં વિશેષ નથી.
(૨) એથી બીજો વધ્યઘાતકભાવરૂપ પક્ષ નથી, કેમ કે બંનેમાં વધ્યઘાતકભાવનો વિશેષ નથી.
(૩) વિષયાપહારરૂપ ત્રીજો પક્ષ નથી, કેમ કે-વિષયની પ્રતિપત્તિ હોઈ અપહારનો અસંભવ છે અને પ્રતિપત્તિવાળા વિષયમાં અપ્રતિપત્નત્વના બોધકપણાએ બાધકજ્ઞાનની ઉત્પત્તિ નથી. . (૪) ફલાપહારરૂપ ચોથો પણ વ્યાજબી નથી, કેમ કે પ્રમાણફલરૂપ ઉપાદાન આદિ જ્ઞાનની પહેલાં જ ઉત્પત્તિ હોવાથી અપહરણનો અસંભવ છે. જે ઉત્પન્ન છે, તે ઉત્પન્ન નથી—એમ બાધક કહેતો નથી.
૦ વળી પ્રશ્ન થાય છે કે-(૧) શું તુલ્ય વિષયવાળા બંનેનો બાધ્યબાધકભાવ છે? (૨) કે શું ભિન્ન વિષયવાળા બંનેનો બાધ્યબાધકભાવ છે?
(૧) પહેલો તુલ્ય વિષયવાળા બંનેનો બાધ્યબાધકરૂપ પક્ષ નથી, કેમ કે-ધારાવાહિક (ધારાપૂર્વક એકીસાથે વહેતા-ક્રમે ક્રમે એકીસાથે પેદા થતા-ગૃહિતને ગ્રહણ કરનાર-અવિચ્છિન્ન પ્રવાહ બંધ વહેતા) જ્ઞાનોમાં બાધ્યબાધકભાવનો પ્રસંગ આવશે. (૨) ભિન્ન વિષયવાળા બંનેના બાધ્યબાધકભાવરૂપ બીજો પક્ષ બરાબર નથી, કેમ કે-ઘટજ્ઞાન અને પટજ્ઞાનમાં પણ બાધ્યબાધકભાવની આપત્તિ આવે છે.
ઉત્તરપક્ષ – જો આમ છે, તો કહેવાય છે કે-પ્રતિપન્ન વિષયવાળામાં અસત્ત્વનું પ્રતિપાદકપણું હોઈ વિષયના અપહારકનું જ બાધકપણું છે. ત્યાં પણ હમણાં ઉપનતનું જ અસત્ત્વ કહેવાતું નથી, પરંતુ તે કાળમાં જ તેનું અસત્ત્વ છે.
શંકા – પ્રથમ જ્ઞાનથી તે વખતે તે સત્ત્વનું ગ્રહણ હોઈ, તે વખતે ત્યાં બાધકથી અસત્ત્વના જ્ઞાપનમાં સ્વરૂપથી જ તેમાં વિરુદ્ધ સદ્ અસત્ત્વની આપત્તિનો પ્રસંગ આવશે જ ને?
સમાધાન – પૂર્વપ્રતિપન (પ્રતિભાત) આકારના ઉપમર્દ દ્વારા (તપ્રતિભાવ વસ્તુના અસત્ત્વ વ્યાખ્યાનદ્વારા) બાધક પ્રત્યયની ઉત્પત્તિ છે. જેમ કે-જે મેં તે વખતે રજતરૂપે પ્રતિપન્ન કરેલ અર્થાત્ તે જે મારા વેદનમાં રજતરૂપે ભાસેલ, તે રજત નથી જ પરંતુ બીજી જ વસ્તુ છે. આવી બાધક પ્રતીતિની ઉત્પત્તિ સમજવી.