________________
तत्त्वन्यायविभाकरे
સમાધાન – પ્રદીપની માફક સ્વભાવથી પણ સ્વદુઃખ-પરદુઃખના નિવર્જકત્વની ઉપપત્તિ છે. પ્રદીપ કૃપાળુપણાએ સ્વના કે પરના દુઃખના હેતુભૂત અંધકારનું નિવારણ કરતો નથી પરંતુ સ્વભાવથી જ તમોહર છે. તે સ્વભાવથી સમસ્ત અંતરાય(કર્મ)ના ક્ષયથી અભયદાન, પ્રક્ષીણ આવરણવાળા આત્માનું સ્વરૂપ જ પરમ દયા છે. તે પરમ દયા જ મોહના અભાવથી, રાગ-દ્વેષના અસંનિધાનથી મધ્યસ્થતા સમજવાની છે.
३७४
શંકા – આ પ્રમાણે જો છે, તો કેવી રીતે તે કેવલીની હિતોપદેશમાં પ્રવૃત્તિ ? કેમ કે-પ્રવૃત્તિમાં હેતુ ઇષ્ટસાધનતાનું જ્ઞાન છે અને કેવલીમાં ઇષ્ટ(તા)નો અભાવ છે ને ?
સમાધાન – તીર્થંકરત્વનામકર્મના ઉદયથી જો હિતોપદેશમાં પ્રવૃત્તિ છે, તો હિતોપદેશ પ્રવૃત્તિદ્વારા પરદુઃખનિરાકરણની સ્વભાવથી સિદ્ધિ છે.
શંકા – કેવલજ્ઞાનનું સુખ પણ ફળ છે. અન્યથા, “વાસ્ય સુહોપેક્ષે’ કેવલજ્ઞાનનું ફળ સુખ અને ઉપેક્ષા છે. પૂર્વાચાર્યના આવા વચનની સાથે આવતા વિરોધનો પરિહાર કેવી રીતે ?
=
સમાધાન – જો કે તમારું કહેવું ઠીક છે, પરંતુ સહૃદયના વિચારમાં આ કેવલજ્ઞાનનો સુખફળપણાનો પક્ષ નથી માટે ઉપેક્ષિત કરેલ છે. ખરેખર, સંસારી જીવમાં, સુખમાં શાતાવેદનીયકર્મના ઉદયજન્યફળપણું છે. સિદ્ધાત્મામાં તો સકલ કર્મના ક્ષયજન્યફળપણું સુખમાં છે. આ વસ્તુ પ્રમાણથી યુક્તિયુક્ત છે. પરંતુ જ્ઞાનજન્યફળપણું મુક્તસુખમાં નથી, તેથી પરંપરાએ કેવલજ્ઞાનનું ફળ ઔદાસીન્ય છે.
मतिश्रुतादीनाञ्चतुर्णान्तु व्यवहितं तदाह
तद्भिन्नप्रमाणानान्तु हानोपादानोपेक्षाबुद्धयः फलम् ॥ १२ ॥
तद्भिन्नेति । केवलज्ञानभिन्नेत्यर्थः । व्यवधानेन जिहासाजनिका उपादित्साजनिका बहिः प्रवृत्तिनिवृत्तिविषयान्तरसञ्चारशून्यनिभृतज्ञानरूपा वा बुद्धयः फलमित्यर्थः । जिहासाजनकोपादित्साजनकबुद्धिद्वारेण च हेयहानोपादेयोपादानात्मिका विरतिरपि फलम् । स्मृत्यजनकज्ञानरूपोपेक्षायास्तु न कथमपि मत्यादिप्रमाणफलत्वं, अवग्रहादिधारणापर्यन्तत्वान्मत्युपयोगस्येति केचित् ॥
મતિ-શ્રુત આદિ પ્રમાણોનું ફળવર્ણન
ભાવાર્થ – “તે કેવલજ્ઞાનથી ભિન્ન પ્રમાણોનું હાન-ઉપાદાન-ઉપેક્ષાબુદ્ધિઓ પરંપરા ફળ છે.” વિવેચન વ્યવધાનદ્વારા (પરંપરાએ) હાનની ઇચ્છાજનક, ગ્રહણની ઇચ્છાજનક, અથવા બાહ્ય પ્રવૃત્તિથી નિવૃત્તિ, વિષયાન્તર સંચારશૂન્ય નિભૃત (નિશ્ચળ-શાન્ત) જ્ઞાનરૂપ બુદ્ધિઓ ફળ છે. ત્યાગેચ્છાજનક-ગ્રહણેચ્છાજનક બુદ્ધિદ્વારા ત્યાજ્યના ત્યાગરૂપ-ગ્રાહ્યના ગ્રહણરૂપ વિરતિ પણ ફળ છે. સ્મૃતિના અજનકજ્ઞાનરૂપ ઉપેક્ષામાં તો કોઈ પણ રીતે મતિ આદિ પ્રમાણફળપણું નથી, કેમ કે-અવગ્રહથી માંડી ધારણા સુધી મતિનો ઉપયોગ છે, એમ કેટલાકોની માન્યતા છે. [કૈવલજ્ઞાનથી ભિન્ન પ્રત્યક્ષ-પરોક્ષરૂપ