________________
३६४
तत्त्वन्यायविभाकरे
આદિના ગુણનું વર્ણન. -દેશાન્તરપ્રાપ્તિરૂપ ગતિમાં પરિણત એવા જીવપુદ્ગલોની ગતિ હેતુત્વરૂપ ગુણ ધમસ્તિકાયનો છે. આદિપદથી સ્થિતિહેતુત્વ-અવકાશદાતૃત્વ આદિ અને અધર્માસ્તિકાય-આકાશાસ્તિકાય આદિના ગુણો ગ્રહણ કરવા. ખરેખર, આ ગુણો જયારે જ દ્રવ્ય ઉત્પન્ન થાય છે, ત્યારે જ તે દ્રવ્યની સાથે સમેવત જ ઉત્પન્ન થાય છે. પૂર્વ-અપરભાવ જ નથી, કેમ કે-ગુણ અને ગુણી સમાન સામગ્રીથી જન્ય હોઈ ડાબા-જમણા શીંગડાની માફક પૌર્વાપર્ય ભાવવાળા નથી. અનાદિ અનન્ત દ્રવ્યગુણોની ઉત્પત્તિનું દર્શન, વ્યવહારથી કૃષ્ણ આદિ ઘટની માફક સમજવાનું છે.
૦ અહીં આ વિશેષ સમજવાનું છે કે-જીવના ૧-અસ્તિત્વ, ર-વસ્તુત્વ, ૩-દ્રવ્યત્વ, ૪-પ્રમેયત્વ, પ-અગુરુલઘુત્વ, ૬-સ્વાશ્રય લેત્રાવધિત્વ, ૭-ચેતનત્વ, ૮-અમૂર્તત્વ, એમ આઠ ગુણો છે. અજીવમાં, ચેતનત્વ અમૂર્તત્વહીન-અચેતનવ મૂર્તત્વયુત પુદ્ગલના પૂર્વોક્ત આઠ ગુણો, બીજા દ્રવ્યોમાં મૂર્તત્વહીન અમૂર્તત્વયુત તે જ આઠ ગુણો છે.
૦ જીવના જ્ઞાન-દર્શન-સુખ-વીર્ય, એ વિશેષગુણો છે. ૦ પુદ્ગલના સ્પર્શ-રસ-ગંધ-વર્ણ, એ વિશેષગુણો છે.
૦ગતિ હેતુત્વ-સ્થિતિeતત્વ-અવગાહના હેતુત્વ-વર્તનાતત્વ, ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાયઆકાશાસ્તિકાય કાળના ક્રમથી વિશેષગુણો જાણવાં.
૦ અવિકૃત દ્રવ્યમાં વિશેષગુણો અવિશિષ્ટપણામાં રહેલા હોય છે. વિકૃત સ્વરૂપવાળા તો વિશેષગુણો પર્યાય ગણાય છે.
૦ ચેતનત્વ-અચેતનત્વ-મૂર્તત્વ-અમૂર્તત્વ, એ ચાર સામાન્યગુણો અને વિશેષગુણો છે, કેમ કેપોતાની જાતિની અપેક્ષાએ અનુગત વ્યવહારકારી છે. પરજાતિની અપેક્ષાએ ચેતનત્વ આદિ સ્વાશ્રય પરજાત્યાશ્રય અચેતન આદિ વ્યાવૃત્તિને કરનાર છે. એથી જ આ પર-અપરસામાન્યની માફક સામાન્યવિશેષગુણો છે. એમ સોળ વિશેષગુણો જાણવાં.
अथ पर्यायं निरूपयति -
क्रमभावी पर्यायः, यथा सुखदुःखहर्षविषादादयः । अभिन्नकालवर्त्तिनो गुणाः, विभिन्नकालवर्त्तिनस्तु पर्यायाः ॥८॥
क्रमभावीति । क्रमवर्तिनः परिणामा नवपुराणादयः पर्याया इति भावः । सामान्येन पर्यायो द्विविधो व्यञ्जनपर्यायोऽर्थपर्यायश्चेति, त्रिकालस्पर्शिनः व्यञ्जनपर्यायाः यथा घटादीनां मृदादिपर्यायः, घटस्य कालत्रयेऽपि मृदादिपर्यायत्वव्यञ्जनात् । सूक्ष्मवर्तमानकालवर्ती अर्थपर्यायः, यथा घटादेस्तत्तत्क्षणवर्ती पर्यायः, यस्मिन् काले वर्तमानतया स्थितस्तत्कालापेक्षया कृतविद्यमानत्वेनार्थपर्याय उच्यते । प्रत्येकं द्विभेदो द्रव्यतो गुणतश्च तत्रापि पुनः प्रत्येकं द्विविधश्शुद्धाशुद्धभेदात्, तत्र शुद्धद्रव्यव्यञ्जनपर्यायो यथा चेतनद्रव्यस्य सिद्धत्वपर्यायः ।