________________
३६०
तत्त्वन्यायविभाकरे
‘ગાય-ગાય’ એવી પ્રતીતિમાં સાક્ષીભૂત ‘ગોત્વ આદિ ધર્મ.' વળી અહીં પ્રમાણ છે કે-‘ગાય-ગાય' એવી પ્રતીતિ વિશિષ્ટ નિમિત્તરૂપ નિબંધન (મૂળ કારણ)વાળી છે, કેમ કે-વિશિષ્ટ બુદ્ધિ છે.” ઇતિ.
વિવેચન – તિર્યસામાન્ય-તિર્યક્ એવા ઉલ્લેખવાળું, અનુવૃત્તિવાળા આકારના પ્રત્યયથી ગ્રહણ કરાતું સામાન્ય ‘તિર્યસામાન્ય’ છે. ઊર્ધ્વ એવા ઉલ્લેખવાળું અનુગત આકારવાળા પ્રત્યયથી જ્ઞાનવિષય થતું સામાન્ય ‘ઊર્ધ્વતાસામાન્ય' છે.
પ્રથમ ભેદનું લક્ષણ-પ્રત્યેક વ્યક્તિમાં જે સમાન પરિણામ છે, તે ‘તિર્યક્ષામાન્ય' છે. જેમ કેનાનાવર્ણ-વિશિષ્ટ ગો વ્યક્તિ માત્રમાં ‘ગોત્વધર્મ.’
શંકા – કાળી, ધોળી વગેરે ગાયથી ભિન્ન બીજા ગોત્વ આદિ આત્મક તિર્યક્ષામાન્યની અપ્રતીતિ હોવાથી તે તિર્યસામાન્ય લક્ષણની રચના કરવી વ્યાજબી નથી, કેમ કે-વિજાતીયની વ્યાવૃત્તિથી જ અનુગત આકારવાળી પ્રતીતિ થઈ જશે ને ?
સમાધાન – તિર્યક્ષામાન્યની સિદ્ધિમાં પ્રમાણ આપે છે કે-‘ગાય-ગાય’ આ પ્રમાણેની પ્રતીતિ અહીં ધર્મી (પક્ષ) છે. વિશિષ્ટ નિમિત્ત નિબંધનત્વ સાધ્યધર્મ છે, વિશિષ્ટ બુદ્ધિત્વ હેતુ છે. તથાય તેવું વિશિષ્ટ નિમિત્ત બીજાનો અસંભવ હોઈ સદેશ પરિણામ જ છે. આ પ્રમાણે તિર્યક્સામાન્યની સિદ્ધિ છે. [કેટલાક તો, તાદેશ બુદ્ધિના અનુગત ધર્મપ્રકા૨ક પ્રત્યક્ષથી જ જાતિની સિદ્ધિ થયે છતે, અનુમાન નહિ પરંતુ પ્રત્યક્ષ જ પ્રમાણ છે એમ માને છે.]
આ પ્રમાણે અબાધિત પ્રત્યયના વિષયપણાએ સામાન્યની સિદ્ધિ છે. તથાવિધ આ સામાન્યના અસત્ત્વમાં વિશેષના પણ અસત્ત્વનો પ્રસંગ છે.
૦ અબાધિત પ્રત્યયપણાને છોડી તેના વ્યવસ્થાપકરૂપ બીજા પ્રમાણનો અભાવ છે, તેથી અબાધિત પ્રતીતિના વિષય સિવાય પણ સદ્ભાવના સ્વીકારમાં કોઈની પણ વ્યવસ્થા ન થઈ શકે !
૦ બુદ્ધિની અનુગત આકારતા બાધિત નથી, કેમ કે-સઘળે ઠેકાણે દેશ-કાળ આદિમાં અસ્ખલન્ રૂપવાળા અનુગત પ્રતિભાસમાં તથાભૂત વ્યવહારકેતુનો અનુભવ છે. વ્યાવૃત્તિવાળા આકારના અનુભવથી અનધિગત (અપ્રાપ્ત) અનુવૃત્તિવાળા આકારને પ્રકાશતી આ બુદ્ધિ, અબાધિતરૂપે અનુભવાતા અનુગત આકારવાળા વસ્તુભૂત સામાન્યને વ્યવસ્થાપિત કરે છે. આ બુદ્ધિમાં વિજાતીયથી વ્યાવૃત્તિનું આલંબનપણું નથી, કેમ કે-વ્યાવૃત્તિથી વિધિની પ્રધાનતાએ પ્રવૃત્તિની અનુપપત્તિ છે. સકલ વ્યક્તિઓમાં તુચ્છ એક વ્યાવૃત્તિનો અસંભવ છે અને આ બુદ્ધિના ધર્મિરૂપપણામાં તેથી ભિન્ન કોઈ વ્યાવૃત્તિ નથી, માટે કેવી રીતે વ્યાવૃત્તિથી અનુગત બુદ્ધિ થઈ શકે ? કેમ કે-સામાન્ય સિવાય જ જો અનુગત પ્રત્યયની ઉત્પત્તિ માનો, તો વ્યાવૃત્તિવાળા પ્રત્યયની પણ વિશેષ સિવાય ઉત્પત્તિનો પ્રસંગ છે. [આ સબલ છે-આ શ્યામલ છે, આવા આકારવાળી વ્યાવૃત્તિરૂપ-ગુણરૂપ વિશેષના વિષયવાળી પ્રતીતિ-વિશિષ્ટ આકારવાળી પ્રતીતિ, તિર્યસામાન્યરૂપ ગુણાખ્ય વિશેષ લક્ષણવાળી અનેકાન્તાત્મક વસ્તુ સિદ્ધિમાં હેતુ છે.]
किं पुनरूर्ध्वतासामान्यमित्याह
-
पूर्वोत्तरपरिणामानुगामि द्रव्यमूर्ध्वतासामान्यम्, यथा कटककङ्कणादिपरिणामेषु काञ्चनमिति प्रतीतिसाक्षिकं काञ्चनद्रव्यम् ॥ ६॥