________________
३५०
तत्त्वन्यायविभाकरे
૦ ખરેખર, એક આદિ સ્વભાવવાળું સામાન્ય, અનેક વિશેષોમાં શું સર્વાત્મના રહે છે કે દેશથી વર્તે છે ? સર્વ આત્મના રહી શકાતું નથી, કેમ કે-સામાન્યમાં અનંતતાનો પ્રસંગ આવે છે, કેમ કે-વિશેષો અનંત છે. એક જ વિશેષમાં સર્વાત્મના સામાન્યની વૃત્તિના સ્વીકારમાં, તે એક વિશેષથી ભિન્ન વિશેષોમાં સામાન્યની શૂન્યતાની આપત્તિ છે અને અનંતપણામાં એકત્વનો વિરોધ છે.
૦ દેશથી પણ અનેક વિશેષોમાં સામાન્ય વર્તતું નથી, કેમ કે-સદેશતાનો પ્રસંગ આવે છે. ગગનની માફક વ્યાપી હોવાથી વર્તે છે. એમ કહેવું વ્યાજબી નથી, કેમ કે-સામસ્ત્ય કે દેશની અપેક્ષા છોડીને વૃત્તિનું અદર્શન છે. સપ્રદેશ હોઈ આકાશની વૃત્તિ ઉભયથી રહિત નથી, અનેક ઠેકાણે વૃત્તિ હોવાથી અનેકત્વ વ્યાપક છે અને તે અનેકત્વથી વિરૂદ્ધ સર્વથા એકત્વ સામાન્યમાં આપ વડે સ્વીકારાય છે, તેથી સામાન્ય અનેક વૃત્તિ ન થાય, વિરોધી એકત્વના સદ્ભાવમાં તો વ્યાપક અનેકત્વની નિવૃત્તિથી વ્યાપ્યભૂત અનેકવૃત્તિત્વની અવશ્ય નિવૃત્તિ થાય !
-
શંકા – જો નિત્ય-વ્યાપક-એક નિરવયવ સામાન્ય વસ્તુ ન હોય, તો દેશ-કાળ-સ્વભાવના ભેદથી ભિન્ન ઘટ-શરાવ આદિરૂપ વિશેષોમાં સર્વત્ર માટી-માટી, આ પ્રમાણેના બુદ્ધિ અને શબ્દ ન થાય ! ખરેખર, અત્યંત ભિન્ન જળ આદિમાં માટી-માટી, એવી બુદ્ધિ થતી નથી. એક આકારવાળો શબ્દ પણ પ્રવર્તતો નથી. તેથી અભિન્ન બુદ્ધિ-શબ્દની પ્રવૃત્તિમાં નિમિત્તભૂત તાદેશ સામાન્યની સત્તાનું અવશ્ય શરણ સ્વીકારવું જોઈએ ને ?
-
સમાધાન – તેના મૂળ કારણભૂત સામાન્યનો અમો નિષેધ કરતા નથી, પરંતુ એકત્વ આદિ ધર્મયુક્ત પરપરિકલ્પિત સામાન્યનો જ નિષેધ છે.
૦ અનેકાન્ત ધર્માત્મક વસ્તુનો સમાન પરિણામ જ તાદેશ બુદ્ધિ-શબ્દનું નિબંધન છે, માટે સમાન જ્ઞાનથી શેય વસ્તુરૂપ સમાન પરિણામની વિલક્ષણતા હોવાથી વૃત્તિના વિકલ્પથી પ્રયુક્તદોષનો સંભવ નથી, કેમ કે–આ સમાન પરિણામમાં જ સમાન ભાવપણાની ઉપપત્તિ છે. સમાનોનો ભાવ, તે સામાન્ય આવી વ્યુત્પત્તિ છે, કેમ કે-સમાનોએ તે પ્રકારે હોવું આવો અન્વર્થનો યોગ છે.
૦ અર્થાન્તરભૂત ભાવમાં તે સમાન ભાવના સિવાય પણ સમાનતામાં ઉપયોગ નથી. અન્યથા, ‘સમાનોના' આવા શબ્દના અભાવથી તેની કલ્પના અયુક્ત જ છે.
૦ વળી સમાનત્વ, ભેદની સાથે અવિનાભાવી જ, તે ભેદાવિનાભાવના અભાવમાં સર્વથા એકત્વ થવાથી સમાનપણાની અનુપપત્તિ છે, માટે સમાન પરિણામ જ, સમાન બુદ્ધિ અને સમાન શબ્દ-એમ બંનેની પ્રવૃત્તિમાં નિમિત્ત છે.
૦ એથી જ જે આ સમાન પરિણામ એક વિશેષમાં છે, તે જ સમાન પરિણામ બીજા વિશેષમાં છે એમ નહીં, પરંતુ સમાનમાં છે એમ સમજવું.
શંકા — જો આમ છે, તો વિશેષો પરસ્પર વિલક્ષણ હોઈ, સમાન બુદ્ધિ અને સમાન શબ્દની પ્રવૃત્તિ નહીં જ થશે ને ?
સમાધાન – વિલક્ષણતા હોવા છતાં પણ, સમાન પરિણામના સામર્થ્યથી સમાનબુદ્ધિ અને સમાન શબ્દની પ્રવૃત્તિ છે.