________________
द्वितीयो भाग / सूत्र - ४, सप्तमः किरणे
३४९
છે, કેમ કે વ્યભિચાર લક્ષણમાં સાધ્યાભાવ અને સાધ્યાભાવવવૃત્તિત્વમાં એક અવચ્છેદથી એમ પ્રવેશ છે. અહીં ભિન્ન અવચ્છેદ હોવાથી વ્યભિચાર નથી.]
૦જેના સ્વરૂપો આગળ કહેવાશે, એવા સામાન્ય-વિશેષ આદિ રૂપ અનેકાન્ત સ્વરૂપવાળી વસ્તુ એટલે બાહ્ય-અભ્યતર ભવરાશિ છે. અહીં આદિપદથી નિત્ય-અનિત્ય-ભેદભેદ-અભિલાખ-અનભિલાપ્ય આદિનું ગ્રહણ છે.
શંકા – “સત્ત્વ-અસત્ત્વ આદિ અનેકાન્ત આત્મક વસ્તુ આવું શાથી કહ્યું નથી? કેમ કે બીજા ધર્મો સવ-અસત્ત્વ આદિને આધીન છે ને?
સમાધાન – સત્વ-અસત્ત્વ-આત્મકત્વ સંપ્તભંગીના નિરૂપણથી જ્ઞાતપ્રાય છે.
0 દ્રવ્યના બોધક સામાન્ય શબ્દથી નિત્યત્વનો, પર્યાયવાચક વિશેષ શબ્દથી ઉત્પાદ અને વ્યયનો લાભ થવાથી અને ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય આત્મકત્વનો પણ વસ્તુમાં લાભ હોઈ તથા ઉપન્યાસ કરેલ છે. -
પૂર્વપક્ષ – વસ્તુનું સામાન્ય-વિશેષ આત્મકપણું કેવી રીતે સંભવી શકે? કેમ કે-(૧) સામાન્ય એક છે અને વિશેષો અનેક છે. (૨) સામાન્ય નિત્ય છે અને વિશેષો અનિત્ય છે. (૩) સામાન્ય નિરવય છે અને વિશેષો અવયવ છે. (૪) સામાન્ય અક્રિય છે અને વિશેષો સક્રિય છે. (૫) સામાન્ય સર્વગત છે અને વિશેષો અસર્વગત છે. તથાચ વસ્તુ જો સામાન્યરૂપ છે, તો કેવી રીતે વિશેષરૂપ કહેવાય? જો વિશેષરૂપ છે, તો કેવી રીતે સામાન્યરૂપ કહેવાય? વસ્તુના સામાન્ય-વિશેષ ઉભયરૂપપણામાં સકલલોકપ્રસિદ્ધ વ્યવહારના નિયમના ઉચ્છેદનો પ્રસંગ આવશે. તે આ પ્રમાણે વિષ-મોદક-ક્ષીર આદિ વ્યક્તિઓની સાથે અભિન્ન એક સામાન્ય જો વર્તે છે, તો વિષ વિષ જ, મોદક મોદક જ એમ ન થઈ શકે; કેમ કે-મોદકથી અભિન્ન સામાન્ય અને સામાન્યથી અભિન્ન વિષ થતાં, તેમજ વિષથી અભિન્ન સામાન્ય અને સામાન્યનો અભેદ મોદકમાં હોઈ વિષ અને મોદક અભિન્ન થઈ જાય છે. પરંતુ વિષ-મોદક બને, મોદક-વિષ અને વિષ-મોદક એમ ઉભયરૂપ થઈ જાય છે અને તેથી વિષ અને મોદકમાં વિષનો અર્થી પ્રવૃત્તિ કરશે ! તેમજ મોદકનો અર્થ વિષમાં અને મોદકમાં પ્રવૃત્તિ કરશે ! પરંતુ લોકમાં વિષનો અર્થી વિષમાં જ પ્રવૃત્તિ કરે છે અને મોદકનો અર્થી મોદકમાં જ પ્રવૃત્તિ કરે છે, માટે આ નિયમનો ઉચ્છેદ થશે. તેમજ વિષના ભક્ષણમાં મોદકનું ભક્ષણ થઈ જાય ! અને મોદકના ભક્ષણમાં વિષનું ભક્ષણ થઈ જાય ! જો આમ માનવામાં આવે, તો પ્રતીતિનો વિરોધ છે જ ને?
ઉત્તરપક્ષ – સામાન્ય-વિશેષ આત્મક વસ્તુ અનુભવસિદ્ધ છે, કારણ કે-ઘટોમાં ઘટ-ઘટ, આવી અનુવૃત્તિવાળા પ્રત્યયનો, તાંબાનો ઘડો, માટીનો ઘડો, સોનાનો ઘડો, આવી વ્યાવૃત્તિવાળા પ્રત્યયનો બાધા વગર પ્રત્યેક પ્રાણીમાં અનુભવસિદ્ધ છે. વળી આ અનુભવ (પ્રતીતિ) બ્રાન્તિવાળો નથી, કેમ કે-અર્થના સામર્થ્યથી જન્ય છે. અનુભવની સિદ્ધિને સ્પષ્ટ કરતાં કહે છે કે-ખરેખર, અર્થના વિજ્ઞાનના સદ્ભાવથી તે પ્રતીતિનો નિશ્ચય છે, પરંતુ અર્થના સભાવ માત્રથી નહીં, કેમ કે સર્વ અર્થોના પણ સદ્ભાવમાં વિશેષ નહીં હોવાથી સર્વ જીવોમાં સર્વજ્ઞત્વનો પ્રસંગ આવી જશે !
૦ જ્ઞાન, સામાન્ય-વિશેષના આકારવાળું જ ઉત્પન્ન થાય છે, માટે એક આદિ સ્વભાવવાળું સામાન્ય, અનેક આદિ સ્વરૂપવાળો વિશેષ, આવી માન્યતા મુક્તિ વગરની હોઈ સ્વીકારાતી નથી.