________________
द्वितीय भाग / सूत्र - ३४, षष्ठ किरणे
३१७ કાળમાં નથી.’ આવાં નિયતકાળનો વ્યવહાર થાય નહિ. ઇષ્ટાપત્તિમાં તો નિત્યત્વની આપત્તિનો પ્રસંગ. ઉભય પ્રકારે અસત્ત્વમાં તેના સર્વ કાળના અસંબંધથી અવસ્તુપણાની આપત્તિ થાય !
શંકા । — ઘટના સત્ત્વમાં જેમ સ્વરૂપ આદિ અવચ્છેદક છે, તેમ સ્વરૂપ આદિમાં બીજા સ્વરૂપ આદિ છે કે નહીં ? જો નથી. તો કેવી રીતે તેનું સત્ત્વ છે ? જો છે, તો કેમ અનવસ્થા નહિ ?
જો સુદુર પણ જઈને બીજી કોઈ ગતિ નહીં હોવાથી, કોઈ એકના સત્ત્વમાં સ્વરૂપાદિની અપેક્ષા વગર અનવસ્થા વારણ થાય છે, તો ઘટ આદિના સત્ત્વમાં પણ તેમ થાઓ ! આ પોતાના ઘરની પ્રક્રિયાથી સર્યું ને ?
સમાધાન – ખરેખર, વસ્તુની જે પ્રકારે જ અબાધિત પ્રતીતિ છે, તે પ્રકારે જ તેની વ્યવસ્થા છે. વળી પ્રતીતિ, સ્વરૂપ આદિથી ઘટિત મૂર્તિવાળા જ સત્ત્વ આદિની ગ્રહણ કરાવનારી છે.
જો એમ ન માનવામાં આવે, તો અનેક નિરંકુશ વિપ્રતિપત્તિ(વિસંગતિ)ઓનું વારણ અશક્ય બની જાય છે.
પ્રતીતિમાં બીજા જ સ્વરૂપ આદિ પ્રતીયમાન થતા નથી, કે જેથી બીજા સ્વરૂપની અપેક્ષા હોઈ
શકે !
શંકા – ખરેખર, સ્વરૂપ આદિની અપેક્ષા જિજ્ઞાસાને આધીન છે. તથાચ ત્યાં પણ પ્રકૃતમાં જેમ જિજ્ઞાસા થાય છે, તેમ થશે જ. તથાચ અનવસ્થા છે જ ને ?
સમાધાન
-
· જ્યાં તે જિજ્ઞાસા નથી, ત્યાં વિશ્રાન્તિ હોવાથી, તે જિજ્ઞાસાના અભાવથી કોઈ એક નયદ્વારા સ્વરૂપ આદિના સ્વરૂપથી જ (સ્વત એવ) અવચ્છેદકપણાનો નિર્ણય કરી, અસ્તિત્વ આદિની પ્રવૃત્તિ હોઈ અનવસ્થાનો અભાવ છે.
આઠ દોષોનું વર્ણન તથા નિવારણ
(૧) પૂર્વપક્ષ=(વિરોધ) આ નિરૂપણથી એકધર્મીમાં વિધિનિષેધાત્મક સત્ત્વ અને અસત્ત્વરૂપ બે ધર્મો સંભવતા નથી, કેમ કે-વિધિમુખી પ્રતીતિની વિષયતા નિષેધમુખી પ્રતીતિની વિષયતારૂપ હોઈ, શીતસ્પર્શ અને ઉષ્ણસ્પર્શની માફક તે સત્ત્વમાં અને અસત્ત્વમાં પરસ્પર વિરોધ છે. જ્યાં અસ્તિત્વ છે, ત્યાં નાસ્તિત્વનો અને જયાં નાસ્તિત્વ છે, ત્યાં અસ્તિત્વનો વિરોધ છે. એથી જ એક જ પદાર્થમાં અસ્તિત્વ અને નાસ્તિત્વનો સ્વીકાર કરવાથી સપ્તભંગીમાં વિરોધ આવે છે.
(૨) વૈયધિકરણ=અસ્તિત્વ અને નાસ્તિત્વ પરસ્પર વિરૂદ્ધ હોવાથી, અસ્તિત્વના અધિકરણની અને નાસ્તિત્વના અધિકરણની ભિન્નતા હોવાથી, એક જગ્યાએ તે અસ્તિત્વ અને નાસ્તિત્વના સત્ત્વમાં વિભિન્ન અધિકરણવૃત્તિત્વરૂપ વૈયધિકરણ નામક દોષ થાય છે.
(૩) અનવસ્થા=જેમ પ્રત્યેક પદાર્થમાં અસ્તિત્વ અને નાસ્તિત્વ ધર્મ રહે છે, તેમ અસ્તિત્વમાં અને નાસ્તિત્વમાં પણ અસ્તિત્વ અને નાસ્તિત્વ માનવા જોઈએ. માટે અસ્તિત્વ અને નાસ્તિત્વમાં અનંત અસ્તિત્વ અને નાસ્તિત્વ માનવાથી અનવસ્થાદોષ આવે છે, કેમ કે-જે રૂપે અસ્તિત્વ અને જે રૂપે નાસ્તિત્વ