________________
द्वितीयो भाग / सूत्र - २५, षष्ठ किरणे
२९१ તથાચ તાદશ ઘટ, પ્રતિયોગિનો અસમાનાધિકરણ, ઘટત્વનો સમાનાધિકરણ જે અત્યંત અભાવ (ઉદાસીન અભાવ), તેના પ્રતિયોગિ ક્રમાર્ષિત સ્વ-પરરૂપ આદિથી અવચ્છિન્ન અસ્તિત્વ-નાસ્તિત્વો ભય ધર્મવાળો છે” આવો બોધ થાય છે.
વિવેચન – પૂજ્યપાદ મલયગિરિસૂરીશ્વરજીના પક્ષની અપેક્ષાએ અહીં શાબ્દબોધ વ્યાખ્યાનની સાથે પૂર્વે કહેલો છે.
૦ પ્રથમ-દ્વિતીય-ચતુર્થ (સ્યાદ્ અસ્તિ-નાસ્તિ-અવક્તવ્યમ્) વાક્યોનું જ સકલ આદેશપણું છે, કેમ કે-નિરવયવ એવ સકલ (ટૂકડાને ભેગા કર્યા સિવાય) દ્રવ્યનો વિષય છે. બાકી ચારેયનું વિકલ આદેશરૂપપણું છે.
(અહીં દેશ એટલે બુદ્ધિવિશેષથી વિભાગવિષય અવયવદેશ' છે. દેશમાં આદેશ, દેશાદેશ-વિકલાદેશ કહેવાય છે. વિકલાદેશમાં રહેલ વસ્તુની વિકલતા એટલે સ્વતત્ત્વથી અભિન્નનું પણ ભિન્ન ગુણાદિ રૂપની સ્વરૂપની સાથે ઉપરંજકની અપેક્ષા કરીને પ્રતિકલ્પિત, અંશના ભેદને કરીને અનેકાન્ત આત્મક એકત્વની વ્યવસ્થામાં નરસિંહ, નરસિંહત્વની માફક સમુદાય આત્મક સ્વરૂપનો સ્વીકાર કરીને કથન, વિકલાદેશ છે. પરંતુ કેવલસિંહ, સિંહત્વની માફક એક આત્મક એકત્વનું ગ્રહણ નથી.
જેમ પ્રતિપાદન ઉપાયાર્થ પરિકલ્પિત અનેક નીલ-પીત આદિ ભાગો, નિર્વિભાગ અનેક આત્મક એક ચિત્ર સામાન્યરૂપ તરીકે કહેવાય છે, તેમ વસ્તુ અનેક ધર્મસ્વભાવવાળી એમ કહેવાય છે. વળી પ્રત્યક્ષ દષ્ટ છે કે-અભિન્ન પણ આત્મરૂપ અર્થનો ભિન્ન ગુણ ભેદક છે. ગઈ સાલમાં આપ પટુ હતા, ચાલુ સાલમાં પટુતર (વધારે પટુ) બીજો જ થયેલો છે. પટુતાતિશય ગુણ સામાન્ય પાટવરૂપ ગુણ કરતાં ભિન્ન છે. તે ગુણ વસ્તુના ભેદને કલ્પ છે-જણાવે છે, કેમ કે-ભિન્ન કાર્યના અર્થીએ તે પ્રકારે આશ્રય કરેલો છે. તેથી તે ગુણો વસ્તુભેદના આરંભક હોવાથી ભાગો, વસ્તુના અંશનો અનુભવ કરે છે, કેમ કે-આત્માદિ વસ્તુ અનેકાત્મક એકત્વથી યુક્ત છે. જેમ કે-પુરુષના હાથ-પગ વગેરે વસ્તુના અંશનો અનુભવ કરે છે. તે અંશો ક્રમથી કે ક્રમયૌગપદ્યથી રહેલા છે. ત્યાં ત્રીજા ભંગમાં (સ્યા અસ્તિ નાસ્તિ ચ ઘટઃ એ ભંગમાં) ક્રમથી રહેલા છે.
૦ દ્રવ્યાર્થી સામાન્યથી કે દ્રવ્યર્થ વિશેષથી, પર્યાયસામાન્યથી કે પર્યાયવિશેષથી વસ્તુ કહેવાય છે, જેમ કે-આત્મા ચૈતન્યસામાન્યથી છે અથવા ચૈતન્યવિશેષ વિવલામાં આત્મા છે, કેમ કે-એક ઉપયોગ છે.
૦ પર્યાયસામાન્યથી અચૈતન્યથી આત્મા નથી, અથવા ઘટના ઉપયોગકાળમાં પટ આદિ ઉપયોગની અપેક્ષાએ આત્મા નથી. ચૈતન્યથી ચૈતન્યવિશેષથી વર્તમાન જ આત્મા, ચૈતન્યના અભાવથી કે ચૈતન્યવિશેષના અભાવથી એટલે નાસ્તિત્વરૂપે વર્તે છે. અર્થાત્ દ્રવ્યાર્થપર્યાયથી અસ્તિત્વ-નાસ્તિત્વરૂપે ઉભયાધીન આત્મા છે.
૦ આ પ્રમાણે સંગ્રહવ્યવહારના અભિપ્રાયથી ત્રણ સકલાદેશો છે. ચાર તો ઋજુસૂત્ર-શબ્દ-સમભિરૂઢએવંભૂતનયના અભિપ્રાયથી છે. આ પ્રમાણે તત્વાર્થભાષ્યટીકાકાર કહે છે.)
આ પ્રમાણે “સમ્મતિ'ગ્રંથ આદિ અનુસાર તો ઘટનો એક દેશ અસ્તિત્વમાં સ્વરૂપાદિ અવચ્છેદકપણાએ છે અને બીજો દેશ નાસ્તિત્વનો પરરૂપ આદિ અવચ્છેદકપણાએ વિવક્ષિત છે. ત્યારે દેશના અભેદદ્વારા ઘટ