________________
૨૮૮
तत्त्वन्यायविभाकरे
અસ્તિ' આવું વિભક્તિસમાન અવ્યયનો આશ્રય કરવાથી, સત્ત્વનો બોધ થવાથી, વિશેષણભૂત સત્ત્વમાં એવકારનો અન્વય થવાથી અયોગવ્યવચ્છેદનો બોધ થાય છે, માટે કોઈ પણ દોષ નથી.
તેથી આ પ્રમાણે પદની શક્તિનું જ્ઞાન થવાથી, વાક્યશક્તિનું ફોરણ થવાથી વાક્યર્થને બતાવે છે.
તથાતિ મહાવાક્યથી પ્રધાનપણે અસ્તિત્વધર્મ આત્મકનો અને ગૌણપણે અસ્તિત્વ ભિન્ન સકલ ધર્માત્મકપણાનો બોધ હોવાથી, દ્રવ્યાર્થિકનય અર્પણા(વિવક્ષા)થી ઘટમાં અનુપચરિત એકવિશેષતાનું અથવા પર્યાયાર્થિકનયની અર્પણાથી ઉપચરિત એક વિશેષ્યતાનું ભાન થવાથી, એવકારના અર્થમાં અભાવાપ્રતિયોગત્વઘટક અભાવમાં વિશેષ્યતાવચ્છેદક સામાનાધિકરણ્યનો વિશેષ્યવાચકપદના કથનથી લાભ થવાથી, પ્રતિયોગિના અસમાનાધિકરણઘટત્વ સમાનાધિકરણ અત્યંતાભાવ (ઉદાસીન અભાવ), તેના પ્રતિયોગિ સ્વદ્રવ્યાદિથી અવચ્છિન્ન અસ્તિત્વનિષ્ઠ, સ્વતર સકલ ધર્મ આત્મકત્વ સંબંધથી અવચ્છિન્નપ્રકારતાનિરૂપિત અભેદપ્રાધાન્ય-અભેદ ઉપચારપ્રયુક્ત એકવિશેષ્યતાક ઘટ છે, એવો બોધ ફલિત થાય છે.
ઘટત્વના સમાનાધિકરણભૂત અભાવમાં પ્રતિયોગિની જે વ્યધિકરણતા છે, તે અસ્તિત્વાભાવરૂપ નાસ્તિત્વનું ઘટમાં સત્ત્વ હોઈ અસ્તિત્વમાં અપ્રતિયોગિત્વની રક્ષા માટે છે. તથાચ અસ્તિત્વનો અભાવ પ્રતિયોગિનો અસમાનાધિકરણ નથી, કેમ કે ત્યાં અસ્તિત્વની પણ વિદ્યમાનતા છે.
૦ આ બોધ, કેવળ ઘટની જ વિશેષ્યતાનો સ્વીકાર કરીને કહેલ છે. જ્યારે સ્યાત્ પદાર્થ પણ વિશેષ્યની કોટિમાં પ્રવિષ્ટ કરાવાય, ત્યારે પ્રકૃતેતર સકલધર્માત્મક ઘટ, ઘટવ સમાનાધિકરણ, પ્રતિયોગિવ્યધિકરણ જે અભાવ (ઉદાસીન-પટાદિ અભાવ) છે, તેના અપ્રતિયોગિ સ્વદ્રવ્યાદિથી અવચ્છિન્ન અસ્તિત્વનિષ્ઠ કથંચિત તાદાભ્ય સંબંધથી અવચ્છિન્ન પ્રકારતાનિરૂપિત એકવિશેષ્યતાવાળો “સ્યાદ્ ઘટઃ' એ વાક્યથી બોધ સમજવો. અહીં પ્રધાનભાવથી અસ્તિત્વ ધર્માત્મહત્વ અને ગુણભાવથી તેનાથી ભિન્ન સકલધર્માત્મકત્વ દર્શાવાય છે, તેથી ગુણપ્રધાનભાવપ્રાપ્ત વાક્ય થયું.
આ પ્રકારે થયે છતે, “પ્રધાનભાવથી સમસ્તધર્માત્મક વસ્તુબોધક સકલાદેશ છે' આવો નિયમ હતપ્રહત થઈ જાય છે. એમ જો કહેવામાં આવે, તો આ વાક્યના બોધ પછી “અનંતધર્મ આત્મક સર્વ છે' આવો પાદાનિક (મૌલિક-સાર્વભૌમ) બોધ સ્વીકારવો જોઈએ. એથી જ આ વાક્યનું સકલ આદેશરૂપપણું છે.
अथ सत्त्वोपसर्जनासत्त्वप्रधानप्रतिपादकवाक्यार्थं विवेचयति -
घटस्स्यानास्त्येवेति द्वितीयं वाक्यमन्यधर्माप्रतिषेधमुखेन निषेधविषयकं बोधं जनयति, अत्रापि तादृशो घटः प्रतियोग्यसमानाधिकरणघटत्वसमानाधिकरणात्यन्ताभावाप्रतियोगिपरद्रव्याद्यवच्छिन्ननास्तित्ववानिति बोधः ॥ २४ ॥ ___घट इति । अन्यधर्माप्रतिषेधमुखेनेति, धर्मान्तरप्रतिषेधे हि दुर्नयत्वं स्यात्तथा च धर्मान्तरप्रतिषेधाकरणात्स्यात्पदमहिम्नाऽनन्तधर्मविषयो गृहीतधर्मप्रतिपादको यो बोधविशेषस्तं जनयतीति भावः । पूर्ववदेवात्रापि शाब्दबोधो विज्ञेय इत्याशयेनाहात्रापीति, स्पष्टमन्यत् ॥