________________
द्वितीयो भाग / सूत्र - २३, षष्ठ किरणे
२८७ પાર્થવાવચ્છિન્નપ્રતિયોગિકભેદસમાનાધિકરણાભાવપ્રતિયોગિધનુર્ધરત્વવાળો-પાર્થ છે, આવો બોધ તેનાથી થાય છે.
(૩) ક્રિયાસંગત એવકારથી અત્યંત અયોગવ્યવચ્છેદનો બોધ થાય છે. જેમ કે-નીલકમલ હોય છે જ, ઇત્યાદિ.
ઉદ્દેશ્યમાં વિશેષણનો જે આ અત્યંત અયોગ-અસંબંધ છે, તેનો વ્યવચ્છેદ એવો અર્થ છે. અર્થાત્ ઉદ્દેશ્યતાવચ્છેદકવ્યાપક અભાવ અપ્રતિયોગિત્વ' અહીં ઉદ્દેશ્ય, સરોજ છે. તેનું અવચ્છેદક સરોજત્વ છે. તે સરોજત્વ જ્યાં-જ્યાં છે, ત્યાં ત્યાં નીલવત્તાનો અભાવ વર્તતો નથી. ક્વચિત્ નીલનું પણ સત્ત્વ છે. તથાચઉદ્દેશ્યતાવચ્છેદવ્યાપકઉદાસીન અભાવ અપ્રતિયોગિત્વ' નીલવત્વમાં હોવાથી “સરોજત્વવ્યાપક અભાવાપ્રતિયોગિનીલરૂપવાળું સરોજ છે.
(નીલ સરોજ હોય છે જ. અહીં ઉદ્દેશ્યતાવચ્છેદક સરોજત્વ છે. તેનો વ્યાપક અત્યંત અભાવ, નીલાભેદભાવ નહીં લઈ શકાય પરંતુ પટાભેદભાવ લઈ શકાય છે. તેનું પ્રતિયોગિત્વ પટાભેદમાં છે.
અપ્રતિયોગિત્વ નીલાબેદમાં વર્તે છે. ઈતિ લક્ષણસમન્વય.) - “સ્યાદ્ અસ્તિ એવ ઘટઃ આ વાક્યમાં પણ ઘટત્વસમાનાધિકરણાભાવાપ્રતિયોગિત્વનું, સ્વરૂપ આદિ અવચ્છિન્ન સત્ત્વમાં વિદ્યમાનપણું હોઈ અયોગવ્યવચ્છેદક એવકાર છે.
શંકા- અહીં એવકાર, “અતિ એવી ક્રિયાની સાથે સંગત હોઈ તેથી અત્યંત અયોગવ્યવચ્છેદનો બોધ થશે જ, તો કેવી રીતે અસ્તિસંગત એવકારનો અર્થ અયોગવ્યવચ્છેદરૂપે રજૂ કરેલ છે? - સમાધાન – જ્ઞાન કર્થ વૃદ્વિતિ પવ' ઇત્યાદિ સ્થળમાં જ્ઞાન–સમાનાધિકરણ અભાવાપ્રતિયોગિત્વનો, અર્થગ્રાહકવરૂપ ધાત્વર્થમાં બોધ હોવાથી ક્રિયાસંગત પણ એવકારમાં ક્વચિત્ અયોગવ્યવચ્છેદબોધકપણું છે. એ પ્રમાણે “સાત્ ગતિ પર્વ પર:' ઇત્યાદિ સ્થળમાં પણ અયોગવ્યવચ્છેદક જ એવકાર જાણવો.
શંકા – ‘જ્ઞાન અર્થ વૃદ્ધાંતિ પર્વ' અહીં પણ અત્યંતાયોગવ્યવચ્છેદક જ એવકાર માનો તો શો વાંધો?
સમાધાન – જો આમ માનવામાં આવે, તો એક પણ જ્ઞાનમાં રજતત્ત્વગ્રાહકત્વની સત્તામાં અત્યંત અયોગવ્યવચ્છેદના સંભવથી જ્ઞાનં ર વૃદ્ધાંતિ પર્વ' આ પ્રમાણેના પ્રયોગનો પ્રસંગ આવશે !
(આમ માનવામાં વિવક્ષિત અર્થની અસિદ્ધિ છે. કોઈ એક ઘટમાં અસ્તિત્વના અભાવમાં પણ ઇતિ આકારવાળા પ્રયોગનો પ્રસંગ આવશે ! જેમ કે કોઈ એક સરોજમાં નીલના અભાવમાં પણ “વી સોનું મતિ વ’ એવા આકારવાળો પ્રસંગ.).
તેથી પ્રકૃતિમાં ક્રિયાસંગત પણ એવકાર અયોગવ્યવચ્છેદબોધક છે, માટે કોઈ હાનિ નથી.
અથવા (ક્રિયાસંગત એવકારના અત્યંત અયોગવ્યવચ્છકપણામાં જ્ઞાનં ૩૫ર્થ વૃદ્ધાંતિ પર્વ' આવો પ્રયોગ થાય છે જ. ખરેખર, અહીં અયોગવ્યવચ્છેદ ભાસતો નથી, જેથી સર્વજ્ઞાનનો વિષય રજત ન થાય. એમ કરીને કથિતપ્રયોગ “જ્ઞાનં રગતં વૃક્ષાંતિ પર્વ' ન થાય ! કેમ કે-જ્ઞાન કદાચિત પણ રજતને ગ્રહણ કરતું નથી. આવા પ્રકારના અત્યંત અયોગનો જ અહીં વ્યવચ્છેદ ઇષ્ટ છે. આવા અસ્વરસથી કહે છે.)