________________
द्वितीय भाग / सूत्र - ८, षष्ठ किरणे
२५१
2
नापि वर्णा एव क्रमः, तद्विशिष्टतया तेषां प्रतीतेः न च तद्विशेषणत्वेन प्रतीयमानस्य क्रमस्यापह्नवो युक्तः, वर्णेष्वपि तत्प्रसक्तेः । ततो भिन्नाभिन्नानुपूर्वीविशिष्टा वर्णा विशिष्टपरिणामवन्तः शब्दाः, ते च पदवाक्यादिरूपतया व्यवस्थिता इति ॥
વાક્યનું લક્ષણ
ભાવાર્થ – “સ્વાર્થ પ્રત્યાયનમાં શક્તિવાળો, બીજા વાક્યમાં વર્તમાન પદોની અપેક્ષાથી રહિત, પરસ્પર સહકારી પદોનો સમુદાય ‘વાક્ય' છે.”
વિવેચન સ્વવાક્યમાં વર્તમાન, પરસ્પર સહકારીપણાએ રહેલ, સ્વવાક્યમાં અવર્તમાન પદોની અપેક્ષારહિત પદોનો, સ્વાર્થબોધ શક્તિસંપન્ન સમુદાય ‘વાક્ય’ કહેવાય છે.
શંકા — જે સત્ છે, તે સઘળુંય પરિણામી છે. જેમ કે-ઘટ. (તથાવાયં-પરિગામિત્વવ્યાવ્ય સત્ત્વવત્ સર્વ, तस्मात्तथेति परिणामित्वव्याप्य सत्त्ववत्त्वात् परिणामीति ।)
‘સંશ્ચ શબ્દ’ ઇતિ સાધનવાક્ય કેવી રીતે ઘટે ? કેમ કે-તસ્માત્ પરિણામી ઇત્યાદિ નિગમન આદિની આકાંક્ષા છે જ ને ?
સમાધાન
જેને તેવી આકાંક્ષાનો ઉદય નથી, તેની અપેક્ષાએ જ તેનું વાક્યપણું છે પણ બીજાની અપેક્ષાએ નહીં, કેમ કે-નિરાકાંક્ષતા પ્રતિપત્તાનો ધર્મ હોઈ વાક્યમાં ઉપચારથી છે; કેમ કે-તેનું અચેતનપણું છે. જો તે પ્રતિપત્તા સાધનવાક્યજ્ઞાનમાં પણ નિગમનની અપેક્ષા રાખે છે, તો તે નિગમનની અપેક્ષા છે જ, માટે તેના પ્રત્યે તાવન્માત્રનું વાક્યપણું નથી. તેટલાથી વાક્યાર્થની પ્રતિપત્તિમાં પણ જો પ૨ની અપેક્ષા માનવામાં આવે, તો પંચ અવયવવાક્યથી પણ અર્થની પ્રતિપત્તિમાં પરની અપેક્ષાના પ્રસંગથી ક્વચિત્ નિરાકાંક્ષપણાની સિદ્ધિનો પ્રસંગ નહીં થાય !
-
૦ દશ દાડમો, છ માલપૂઆ, કુંડ, બકરાનું ચામડું ઇત્યાદિ પરસ્પર અપેક્ષા વગરના પદસંઘાતમાં પદસંઘાતપણું હોવા છતાં વાક્યપણું નથી, કેમ કે-પરસ્પરસાપેક્ષ પદસમૂહપણાનો અભાવ છે. તથાચ પસ્યરસાપેક્ષ સ્વવાક્યમાં અવર્તમાન પદ નિરપેક્ષ પદોનો સમુદાય ‘વાક્ય' કહેવાય છે.
૦ ‘ચૈત્ર, થાળીમાં રાંધે છે'-આવા કર્મપદરહિતમાં અતિવ્યાપ્તિના વારણ માટે ‘નિરપેક્ષ’પદ પ્રયુક્ત છે.
શંકા – ‘ટિ।તિનિયંત્તઃ પ્રામમ્' સ્ફટિક આકૃતિની માફક અત્યંત નિર્મલ છે. ઇત્યાદિ વાક્યમાં આકૃતિપદ ઘટિત હોઈ, અધિકમાં અતિવ્યાપ્તિના વારણ માટે બીજા વિશેષણના નિવેશનો પ્રસંગ થશે ને ? વળી એમ પણ ન કહેવું કે-‘તે તે દોષોના અભાવકૂટ વિશિષ્ટ પદસમુદાયપણું વાક્યનું લક્ષણ' જો કરવામાં આવે, તો ન્યૂનત્વ-અધિકત્વ વગેરે દોષ છે, માટે ત્યાં અતિવ્યાપ્તિ નહીં આવે; કેમ કે-અનુગમનો અભાવ છે ને ?
સમાધાન—(૧) આકાંક્ષા યોગ્યતા-આસત્તિવાળા પદસમુદાયને જ વાક્ય કહે છે. ત્યાં આકાંક્ષા=જે પદના અભાવથી જન્ય, જે પદમાં શાબ્દબોધની અજનકતા છે, તેવા શાબ્દ બોધમાં તે પદમાં તે પદની સાથે