________________
દ્વિતીયો મા /સૂત્ર - ર૭-૨૮,પ: વિરો
२३१ प्रमाणबाधितक्षणिकैकान्तवादिनोऽसर्वज्ञत्वनिश्चयेन साध्यव्यावृत्तेरसिद्ध्याऽसिद्धसाध्यव्यतिरेकित्वेऽप्यस्य न क्षतिः । असर्वज्ञत्वव्यतिरेकसंशयस्तु तेन सह क्षणिकैकान्तवादित्वस्य व्याप्त्यसिद्धेः । असर्वज्ञेनापि परप्रतारणाभिप्रायेण तथावादस्य कर्तुं शक्यत्वादिति । पञ्चममाह चैत्र इति, वैधर्म्यदृष्टान्तमाह यन्नैवमिति, यो नाग्राह्यवचनस्स न रागीत्यर्थः । संशयादिति, अपक्षपातिनामिति शेषः । तेन तद्दर्शनानुरागिणां तथागते ग्राह्यवचनत्वस्य प्रसिद्धत्वेऽपि न क्षतिः । रागित्वव्यतिरेकसंशयश्च तन्निर्णायकप्रमाणराहित्यात् । अथ षष्ठमाह बुधोऽयमिति, वैधर्म्यदृष्टान्तमाह य इति, उबयस्य संशयादिति, बुद्धे सर्वज्ञत्वस्यारागित्वस्य च निश्चायकप्रमाणाभावेन सर्वज्ञोऽसर्वज्ञो वा रागी वाऽरागी वेति संशयादिति भावः ॥
ચોથો-પાંચમો-છઠ્ઠો પ્રકાર ભાવાર્થ – “કપિલ અસર્વજ્ઞ છે, કેમ કે-નિત્ય એકાન્તવાદી છે. જે અસર્વજ્ઞ નથી, તે નિત્ય એકાન્તવાદી નથી. જેમ કે-બુદ્ધ. અહીં બુદ્ધ દષ્ટાન્તમાં સર્વજ્ઞતાનો સંદેહ હોઈ, સંદિગ્ધ સાધ્યભાવનું દષ્ટાન્ત છે.” (૪)
ચૈત્ર અગ્રાહ્ય વચનવાળો છે, કેમ કે-રાગી છે. જે અગ્રાહ્ય વચનવાળો નથી, તે રાગી નથી. જેમ કે-બુદ્ધ.
બુદ્ધરૂપ દષ્ટાન્તમાં વીતરાગતાનો સંશય હોવાથી, સંદિગ્ધ સાધનાભાવવાળું આ દષ્ટાન્ત છે. (૫) આ બુદ્ધ સર્વજ્ઞ નથી, કેમ કે-રાગી છે. અહીં જે સર્વજ્ઞ, તે રાગી નથી. જેમ કે-બુદ્ધ.
બુદ્ધરૂપ દષ્ટાન્તમાં સાધ્યાભાવ અને સાધનાભાવનો સંદેહ હોઈ, સંદિગ્ધ સાધ્યસાધન વ્યતિરેકવાળું દષ્ટાન્ત છે. (૬)
વિવેચન – ચોથા પ્રકારમાં બુદ્ધ દષ્ટાન્તમાં અસર્વજ્ઞતા પ્રતિક્ષેપક પ્રમાણમાહાભ્યના પરામર્શથી શૂન્ય, અતએ સામાન્ય પ્રમાતાઓને પ્રસ્તુત દષ્ટાન્તમાં સંદેહ સમજવો.
પરમાર્થથી-પ્રમાણથી બાધિત ક્ષણિક એકાન્તવાદીમાં અસર્વજ્ઞતાનો નિશ્ચય હોઈ, સાધ્યનિવૃત્તિની અસિદ્ધિ હોઈ અપ્રસિદ્ધ સાધ્યના અભાવવાળું દષ્ટાન્ત છે. એમ હોઈ અહીં કોઈ જાતનો દોષ નથી.
અસર્વજ્ઞત્વના અભાવનો સંશય તો અસર્વજ્ઞત્વના અભાવની સાથે ક્ષણિક એકાન્તવાદીત્વની વ્યાપ્તિની અપ્રસિદ્ધિ હોવાથી છે. અસર્વજ્ઞ પણ બીજાને ઠગવાના અભિપ્રાયથી તથા પ્રકારનો વાદ કરી શકે છે.
૦પાંચમા પ્રકારમાં બુદ્ધરૂપ દષ્ટાન્તમાં અપક્ષપાતીઓને વીતરાગતાનો સંશય છે એમ સમજવું, કે જેથી તે દર્શનના અનુરાગીઓમાં બુદ્ધ પ્રત્યે આદેયવચનતાની પ્રસિદ્ધિ છતાં ક્ષતિ નથી. વળી રાગી ત્વના અભાવનો સંશય રાગીવાભાવનું નિર્ણાયક પ્રમાણના રહિતપણાને લઈને છે.