________________
द्वितीय भाग / सूत्र - ९, पञ्चमः किरणे
२१३
ક્યાંય પણ હેતુ નથી : અને પક્ષમાં વર્તતો તે નિત્યથી વ્યાવૃત્ત હોઈ, શબ્દમાં અનિત્યપણાની અને અનિત્યથી વ્યાવૃત્ત હોઈ નિત્યપણાની સંભાવનાથી સંશયજનક થાય છે. આવી માન્યતા ઠીક નથી, કેમ કેસર્વથા નિત્યપણાના સાધનમાં વિરૂદ્ધ હોઈ કથંચિત્ અનિત્યત્વ સિવાય શ્રાવણત્વનો અસંભવ છે. ખરેખર, અશ્રાવણત્વના સ્વભાવના ત્યાગપૂર્વક જ શ્રાવણત્વ સ્વભાવની ઉપપત્તિ છે. કથંચિત્ નિત્યત્વના સાધનમાં તો સèતુ જ છે, કેમ કે-તેની સાથે અન્યથા અનુપપત્તિની સત્તા છે.) ઉપાધિની સાથે હેતુમાં વ્યભિચારના સંશયનો ઉદય થવાથી સંદિગ્ધ વિપક્ષવૃત્તિ જ છે.
તથાપરે કહેલ આઠ પ્રકારના હેતુઓનો અહીં જ અંતર્ભાવ છે. તે અનૈકાન્તિક હેતુઓ આ પ્રમાણે છે. (૧) પક્ષ-સપક્ષ-વિપક્ષરૂપ ત્રણમાં વ્યાપક. જેમ કે-શબ્દ નિત્ય છે, કેમ કે-પ્રમેય છે. પક્ષ શબ્દમાં, સપક્ષ આકાશ આદિમાં અને વિપક્ષ ઘટ આદિમાં આ હેતુ વ્યાપક છે.
(૨) પક્ષ સપક્ષવ્યાપક વિપક્ષના એકદેશમાં વૃત્તિહેતુ. જેમ કે-આ ગૌ (બળદ-ગાય) છે, કેમ કેશૃંગવાળો છે. આ હેતુ પક્ષ ગાયમાં સપક્ષ સઘળી બીજી ગાયોમાં-વિપક્ષમાં ક્વચિત્ મહિષ આદિમાં હેતુ છે, પરંતુ તુરંગ આદિમાં નથી.
(૩) પક્ષ-વિપક્ષવ્યાપક સપક્ષના એકદેશમાં વૃત્તિહેતુ. જેમ કે-આ ગૌ નથી, કેમ કે-શૃંગવાળો છે. આ વિષાણિત્વહેતુ પક્ષમેષમાં વિપક્ષ સઘળી ગાયોમાં અને ક્વચિત્ સપક્ષ મહિષ આદિમાં છે પણ તુરંગ આદિમાં નથી.
(૪) પક્ષવ્યાપક સપક્ષ-વિપક્ષના એકદેશમાં વૃત્તિહેતુ. જેમ કે-શબ્દ અનિત્ય છે, કેમ કે-પ્રત્યક્ષ છે. આ પ્રત્યક્ષત્વહેતુ પક્ષરૂપ સઘળા શબ્દોમાં છે, સપક્ષ-વિપક્ષરૂપ ઘટાદિ અને સામાન્ય આદિમાં છે, પરંતુ હ્રયણુક આદિમાં અને આકાશ આદિમાં નથી. (ક્વચિત્ રૂપ આદિ સપક્ષમાં-ક્વચિત્ આત્માદિ વિપક્ષમાં છે.)
(૫) પક્ષના એકદેશમાં વૃત્તિસપક્ષ અને વિપક્ષમાં વ્યાપકહેતુ. જેમ કે-આકાશ-દિશા-કાળ-આત્મા-મન દ્રવ્ય નથી, કેમ કે-ક્ષણિક વિશેષગુણરહિત છે. આ હેતુ પક્ષભૂત કાળ-દિશા-મનમાં વર્તે છે, આકાશઆત્મામાં નથી. સપક્ષ ગુણ આદિમાં વ્યાપક છે, વિપક્ષ પૃથિવી-જળ-તેજો-વાયુમાં વ્યાપક છે.
(૬) પક્ષ-વિપક્ષના એકદેશમાં વૃત્તિસપક્ષ વ્યાપકહેતુ. જેમ કે-દિશા-કાળ-મન દ્રવ્ય નથી, કેમ કેઅમૂર્ત છે. અહીં અમૂર્તત્વ હેતુ મનથી ભિન્ન દિશા-કાળમાં છે. વિપક્ષના એકદેશભૂત (ક્વચિત્) આત્મામાં છે-સપક્ષ ગુણ આદિ સર્વમાં છે.
(૭) પક્ષ-સપક્ષના એકદેશમાં વૃત્તિવિપક્ષ વ્યાપકહેતુ. જેમ કે-દિશા-કાળ-મન દ્રવ્ય છે, કેમ કે-અમૂર્ત છે. અહીં અમૂર્તત્વહેતુ પક્ષ-દિશા-કાળમાં વર્તે છે, મનમાં નહીં. સપક્ષ આકાશ આત્મામાં છે, ઘટ આદિમાં નથી. વિપક્ષ ગુણ આદિમાં વ્યાપક છે.
(૮) પક્ષ-સપક્ષ-વિપક્ષના એકદેશમાં વૃત્તિહેતુ. જેમ કે-પૃથ્વી અનિત્યા છે, કેમ કે-પ્રત્યક્ષ છે. અહીં પ્રત્યક્ષત્વ હેતુ પક્ષના એકદેશમાં જન્ય ઘટ આદિ પૃથિવીમાં છે, પરમાણુ આદિમાં નથી. સપક્ષના એકદેશમાં