________________
२०८
तत्त्वन्यायविभाकरे
હવે વિરૂદ્ધનું લક્ષણ ભાવાર્થ – “સાધ્યધર્મથી વિપરીત વ્યાપ્તિવાળો હેતુ “વિરૂદ્ધ કહેવાય છે. જેમ કે–શબ્દ નિત્ય છે, કેમ કે-કાર્ય છે. અહીં કાર્ય– અનિત્યત્વની સાથે વ્યાપ્તિવાળું છે.”
વિવેચન – કોઈ એક પુરુષવડે જ્યારે સાધ્યધર્મ વિપરીતનો જ વ્યાપ્યહેતુ ભ્રાન્તિથી સાધ્યના વ્યાપ્યપણાએ સ્થાપિત કરાય, ત્યારે તે સાધ્યધર્મથી વિપરીત વ્યાપ્તિવાળો હોઈ “વિરૂદ્ધ હેત્વાભાસ કહેવાય છે. (પૂર્વ-ઉત્તર આકારના પરિહાર અને પ્રાપ્તિ સ્થિતિરૂપ પરિણામથી જ અવિનાભૂત કૃતકત્વ બાહ્ય કે અંદરનો પ્રતીતિનો વિષય છે અને તે સર્વથા નિત્ય કે અનિત્યમાં સંભવે છે જ, માટે વિરૂદ્ધપણું છે એવો ભાવ છે.) આ, પક્ષ અને વિપક્ષમાં વ્યાપક હેતુ છે. અહીં બીજાઓએ કહેલ આઠ પ્રકારના વિરૂદ્ધના ભેદો કહેવાય છે. જેમ કે-(૧) પક્ષ-વિપક્ષવ્યાપક, સપક્ષમાં અવૃત્તિ, (૨) પક્ષવ્યાપક, વિપક્ષના એકદેશમાં વૃત્તિ, સપક્ષમાં અવૃત્તિ, (૩) પક્ષ-વિપક્ષના એકદેશવૃત્તિ, સપક્ષ અવૃત્તિ, (૪) પક્ષના એકદેશવૃત્તિ, સપક્ષ અવૃત્તિ, વિપક્ષ વ્યાપક, (પ) પક્ષ-વિપક્ષવ્યાપક, અવિદ્યમાન સપક્ષવાળો, (૬) પક્ષ-વિપક્ષના એકદેશવૃત્તિ, અવિદ્યમાન સપક્ષવાળો, (૭) પક્ષવ્યાપક, વિપક્ષના એકદેશવૃત્તિ, અવિદ્યમાન સપક્ષવાળો, અને (૮) પક્ષના એકદેશમાં વૃત્તિવાળો, વિપક્ષવ્યાપક, અવિદ્યમાન સપક્ષવાળો.
પહેલાંના ચાર વિરૂદ્ધો સપક્ષ હોયે છતે હોય છે, બીજા ચાર વિરૂદ્ધો સપક્ષ નહીં હોયે છતે જાણવા. ત્યાં પહેલો (૧) જેમ કે-શબ્દ નિત્ય છે, કેમ કે-કાર્ય છે. ખરેખર, કાર્યત્વ (પક્ષ) શબ્દ માત્રમાં અને (વિપક્ષ) અનિત્ય ઘટ આદિ માત્રમાં વર્તે છે, પરંતુ (સપક્ષ) નિત્ય આકાશ આદિમાં કાર્યત્વ નથી. (૨) જેમ કે-શબ્દ નિત્ય છે, કેમ કે-સામાન્યવાનું હોય છતે અમ્મદ્ આદિ બાહ્ય ઇન્દ્રિયથી ગ્રાહ્ય છે. અહીં આ હેતુ (પક્ષ) શબ્દ માત્રમાં અને ક્વચિત્ (વિપક્ષ) અનિત્ય ઘટ આદિમાં વર્તે છે, ક્વચિત્ (વિપક્ષ) અનિત્ય સુખ આદિમાં (સપક્ષ) નિત્ય આકાશ આદિમાં વર્તતો નથી. (૩) જેમ કે-મન-વચન-અમ્મદ્ આદિ બાહ્યકરણથી પ્રત્યક્ષ છે, કેમ કે સામાન્ય વિશેષવાનું હોય છતે નિત્ય છે. આ હેતુ પક્ષના એકદેશભૂત મનમાં વર્તે છે, પરંતુ વચનમાં વર્તતો નથી. વિપક્ષના એકદેશભૂત આકાશ આદિમાં છે, પરંતુ સુખ આદિમાં નથી. વળી ઘટ આદિ સપક્ષમાં નથી. (૪) જેમ કે-પૃથ્વી નિત્ય છે, કેમ કે-કૃતક છે. અહીં કૃતત્વરૂપ હેતુ અનિત્ય પૃથ્વીમાં છે અને પરમાણુમાં નથી, નિત્ય માત્રામાં નથી અને અનિત્ય માત્રામાં છે. (૫) જેમ કે-શબ્દ, આકાશ વિશેષગુણ છે, કેમ કે-પ્રમેય છે. આ પ્રમેયત્વર૫ હેતુ, (પક્ષ) શબ્દ માત્રમાં વિપક્ષ) આકાશ સિવાયના (આકાશને છોડી બીજાના) વિશેષગુણ માત્રરૂપ આદિમાં વર્તે છે. અહીં સપક્ષ નથી. (૬) જેમ કે-શબ્દ આકાશનો વિશેષગુણ છે, કેમ કે-પ્રયત્નથી જન્ય છે. આ પ્રયત્નાનન્તરીયકત્વ હેતુ, (પક્ષ) પુરુષ આદિના શબ્દરૂપ શબ્દવિશેષમાં છે, પુરુષાદિ ભિન્ન શબ્દવિશેષમાં નથી, (વિપક્ષ) ઘટ આદિમાં છે અને મેઘ આદિમાં નથી. (વાયુ આદિના શબ્દમાં અને વિજળી આદિમાં નથી.) અહીં પણ સપક્ષ નથી. (૭) શબ્દ, આકાશ વિશેષ ગુણ છે, કેમ કે-બાહ્ય ઇન્દ્રિયગ્રાહ્ય છે. આ બાહ્ય ઇન્દ્રિયગ્રાહ્યત્વ હેતુ, (પક્ષ) શબ્દ માત્રમાં વર્તે છે, (વિપક્ષના) એકદેશરૂપ આદિમાં વર્તે છે. (વિપક્ષ) સુખ આદિમાં વર્તતો નથી. સપક્ષ તો નથી જ. () શબ્દ, આકાશ વિશેષગુણ છે, કેમ કે-અપદ આત્મક છે. આ પક્ષના એકદેશભૂત વર્ણ આત્મકમાં (ધ્વનિમાં) છે પણ પદરૂપ શબ્દમાં નથી. વિપક્ષ માત્રરૂપ આદિમાં છે. સપક્ષ તો નથી જ.આ બધાય હેતુઓ કહેલા વિરૂદ્ધમાં જ અંતર્ભત થાય છે. પક્ષના એકદેશવૃત્તિ(હતુ)ઓમાં જ અસિદ્ધતા પણ છે. (બૌદ્ધો,