________________
न्यायविभा
શંકા
। – ઉષ્ણ અને શીતસ્પર્શની જેમ સર્વથા એકાન્ત અને અનેકાન્તના વિરોધની પહેલાં અનુપલબ્ધિના બળથી પ્રતિપત્તિ હોવાથી, તે અનુપલબ્ધિરૂપ મૂળવાળો આ હેતુ અનુપલબ્ધિરૂપ કેમ નહીં ?
१८०
સમાધાન
-
જે મૂળવાળું જે (કાર્ય) છે, તેને (તે કાર્યને) તે મૂળરૂપ માનવામાં, અનુમાનમાં પણ પ્રત્યક્ષપણાનો પ્રસંગ છે; કેમ કે-ખરેખર, પર્વત આદિમાં ધૂમનું પ્રત્યક્ષરૂપ જ્ઞાન કર્યા પછીથી, તે ધૂમપ્રત્યક્ષ જ્ઞાન મૂળથી વહ્નિનું અનુમાન થાય છે. માટે પ્રત્યક્ષમૂલક, અનુમાન પણ પ્રત્યક્ષ થશે જ ને ? માટે અનુપલબ્ધિમૂલક આ હેતુ વિધિહેતુ છે.
प्रतिषेध्यविरुद्धव्याप्यं विधिहेतुं निदर्शयति
नास्य नवतत्त्व निश्चयस्तत्संशयादिति प्रतिषेध्यस्य नवतत्त्वनिश्चयस्य विरुद्धेनानिવેન વ્યાપ્યઃ ॥ ૨૫ ॥
नास्येति । नवतत्त्वनिश्चयोऽत्र प्रतिषेध्यस्तद्विरुद्धानिश्चयत्वव्याप्यत्वात्तत्संशयस्य विरुद्धव्याप्यत्वमित्याह प्रतिषेध्यस्येति । अनिश्चयो ह्यनध्यवसायादौ संदेहमन्तरेणापि वर्त्तते, संदेहस्तु नानिश्चयमन्तरेण कदापि सम्भवतीत्यनिश्चयसंशययोर्व्याप्यव्यापकभावोऽवसेयः ॥
1
(૨) પ્રતિષેધ્યવિરૂદ્ધ વ્યાપ્ય વિધિહેતુનું નિદર્શન
ભાવાર્થ – “આ જીવમાં નવતત્ત્વોનો નિશ્ચય નથી, કેમ કે-તે તત્ત્વોનો સંશય છે. આમ પ્રતિષેધ્યરૂપ નવતત્ત્વ નિશ્ચયની સાથે વિરૂદ્ધ અનિશ્ચયની સાથે વ્યાપ્ય વિધિહેતુ છે.”
વિવેચન – અહીં નવતત્ત્વોનો નિશ્ચય પ્રતિષેધનો વિષય છે. તે પ્રતિષેધ્ય વિરૂદ્ધ અનિશ્ચયત્વની સાથે વ્યાપ્ય હોવાથી તત્ સંશયરૂપ હેતુમાં વિરૂદ્ધ વ્યાપ્યત્વ છે. માટે કહે છે કે-‘પ્રતિષધ્યક્ષ્ય' કૃતિ । ખરેખર, અનિશ્ચય, અનધ્યવસાય આદિમાં સંદેહ સિવાય પણ વર્તે છે. સંદેહ તો અનિશ્ચય સિવાય કદી પણ સંભવતો નથી, માટે અનિશ્ચય અને સંશયમાં વ્યાપ્યવ્યાપકભાવ જાણવો.
प्रतिषेध्यविरुद्धकार्यस्य विधिहेतोर्दृष्टान्तमाह
नास्त्यत्र शीतं धूमादिति प्रतिषेध्यशीतविरुद्धवह्निकार्यरूपः ॥ २६ ॥
नास्त्यत्रेति । अत्र प्रतिषेध्यश्शीतस्पर्शस्तद्विरुद्धो वह्निस्तत्कार्यत्वाद्धूमस्य विरुद्धकार्यत्वमित्यभिप्रायेणाह प्रतिषेध्येति ॥
(૩) પ્રતિષઘ્નવિરૂદ્ધ કાર્યરૂપ વિધિહેતુનું દૃષ્ટાન્ત
ભાવાર્થ – “અહીં શીત નથી, કેમ કે-ધૂમ છે. આવી રીતે પ્રતિષેધ્ય શીતવિરૂદ્ધ વહ્નિ કાર્યરૂપ વિધિહેતુ છે.”
વિવેચન – અહીં નિષેધનો વિષય શીતસ્પર્શ છે, તેનાથી વિરૂદ્ધ વહ્નિ છે અને તેનું કાર્ય હોવાથી ધૂમમાં વિરૂદ્ધ કાર્યપણું છે. આવા અભિપ્રાયથી કહે છે કે-‘પ્રતિòધ્ય' ઇતિ.