________________
१७२
तत्त्वन्यायविभाकरे
रैकज्ञानवन्न विरुध्यते, तस्मान्निश्चितेऽपि हेतुधर्मे साध्यधर्मानिश्चयेन तत्प्रतिपत्त्यर्थमनुमानं
सफलमेवेति ॥
પૂર્વકથિત છ પ્રકારવાળા સાધ્ય અવિરૂદ્ધ વિધિ સાધ્યસાધક વિધિસ્વરૂપ હેતુઓના ઉદાહરણો કહે છે. ભાવાર્થ “શબ્દ પરિણામી છે, કેમ કે-પ્રયત્નાનન્તરિયક છે. આ પ્રમાણે વ્યાપ્યનામક વિધિરૂપ સાધ્યસાધક હેતુ છે.” ૯૧)
-
વિવેચન ! – વ્યાપ્ય અવિરૂદ્ધ-કાર્ય અવિરૂદ્ધ-કારણ અવિરૂદ્ધ-પૂર્વચર અવિરૂદ્ધ-ઉત્તરચર અવિરૂદ્ધ અને સહચર અવિરૂદ્ધ ભેદો પૈકી વ્યાપ્ય વિધિહેતુનું દૃષ્ટાન્ત.
‘શબ્દ પરિણામી છે'-આવી પ્રતિજ્ઞામાં શબ્દ ધર્મી છે, (પક્ષ) સાધ્યરૂપ ધર્મ પરિણામ છે. પ્રયત્નનાન્તરિયકત્વ હેતુ છે. પ્રયત્નનાન્તરિયકત્વ એટલે ચેતનવ્યાપાર જન્યત્વ છે. જ્યાં જ્યાં (પૂર્વના આકારના પરિહાર અને ઉત્તરના આકારની પ્રાપ્તિ-સ્થિતિરૂપ પરિણામથી શૂન્ય, સર્વથા નિત્ય શબ્દને જો માનવામાં આવે, તો શબ્દમાં પ્રયત્નનાન્તરિયકત્વની અનુપપત્તિ છે. અહીં પ્રયત્નનાન્તરિયકત્વ પરિણામની સાથે વ્યાપ્તિવાળું જાણવું.) પ્રયત્નનાન્તરિષકત્વ છે, ત્યાં ત્યાં પરિણામ છે. જેમ કે ઘટ આદિ, એમ ઉદાહરણ જાણવું. પ્રયત્નનાન્તરિયક (7 અન્તરા વિનામાવ: છ અવ્યયસ્થ ટિનોપ સ્વાર્થે= નાન્તરીય) શબ્દ છે, એવો ઉપનય છે. તેથી (પ્રયત્નજન્ય હોવાથી) આ શબ્દ પરિણામી છે. આ પ્રમાણે નિગમન છે, એવો સાધર્મ્સની અપેક્ષાએ પંચ અવયવરૂપ પ્રયોગ છે. વૈધર્મની અપેક્ષાએ તો જે પરિણામી નથી, તે પ્રયત્નનાન્તરિયક નથી. જેમ કે-વંધ્યાપુત્ર. આ પ્રમાણે ઉદાહરણમાં જ વિશેષતા છે. બીજા અવયવોમાં વિલક્ષણતા નથી.
શંકા – કાર્ય આદિરૂપ પાંચેય હેતુઓમાં પોતપોતાની સાધ્યની સાથે વ્યાપ્તિ હોવાથી અને અવિરોધ હોવાથી વ્યાપ્યાવિરૂદ્ધ સ્વરૂપપણું જ છે તથા વ્યાપ્યત્વ(વ્યાપ્તિ)ના અભાવમાં સાધકપણાની અનુપપત્તિ છે. તથાચ વ્યાપ્યાવિરૂદ્ધ હેતુમાં શેષ પાંચ હેતુઓનો સમાવેશ થવાથી જુદો વિભાગ ઉચિત નથી જ ને ?
=
સમાધાન – સાધ્યનિરૂપિત વ્યાપ્તિ માત્રની અપેક્ષાએ અહીં વ્યાપ્યની વિવક્ષા નથી, પરંતુ કથંચિત્ સાધ્યની સાથે તાદાત્મ્ય પરિણામની પામેલ કાર્ય આદિથી વિલક્ષણ (અનાત્મક) હેતુસ્વરૂપી વ્યાખની વિવક્ષા છે. વળી આનું જ બીજું નામ ‘સ્વભાવોપલબ્ધિ' છે. ખરેખર, પ્રયત્નનાન્તરિયકત્વ, પરિણામ આદિરૂપ સાધ્યધર્મથી કથંચિદ્ અભિન્ન સ્વરૂપ છે.
શંકા - આ પ્રમાણે સ્વભાવભૂતધર્મ વ્યાપ્યના હેતુપણામાં હેતુનો નિશ્ચય થયે છતે, તે તેનાથી અભિન્ન સાધ્યનો પણ નિશ્ચય થવાથી, સિદ્ધસાધનપણાની આપત્તિ અને હેતુના અનિશ્ચયમાં તે અનિશ્ચય હેતુથી સાધ્યની સિદ્ધિ નથી, કેમ કે-અજ્ઞાતમાં જ્ઞાપકપણાનો અસંભવ જ છે ને ?
સમાધાન – અનેકસ્વભાવી, શબ્દ આદિ વસ્તુમાં પ્રયત્નનાન્તરિયકત્વ આદિ સ્વભાવભૂત સાધનધર્મ નિશ્ચિત હોવા છતાં પરિણામ આદિ સાધ્યધર્મના નિશ્ચયના નિયમનો અભાવ છે, કેમ કે-નિશ્ચિત-અનિશ્ચિત આત્મકપણું, એક વસ્તુમાં ચિત્ર આકારવાળા-એક જ્ઞાનની માફક વિરૂદ્ધ નથી. તેથી નિશ્ચિત પણ હેતુધર્મ હોયે છતે, સાધ્યધર્મનો અનિશ્ચય હોઈ, તે સાધ્યધર્મના નિશ્ચયાત્મક જ્ઞાન માટે અનુમાન સફળ જ છે ઇતિ.