________________
१७०
तत्त्वन्यायविभाकरे
શંકા – ક્વચિત્ ભાવવિષયક પ્રત્યક્ષ સ્મરણની અપેક્ષા વગરનું છે. જેમ કે-યોગિપ્રત્યક્ષ ક્વચિત્ સ્મરણની અપેક્ષાવાળું છે. જેમ કે-સુખસાધનાર્થ વ્યવસાય તેવી રીતે ક્વચિત્ અભાવ પ્રત્યક્ષ સ્મરણની અપેક્ષા વગરનું છે. જેમ કે-યોગીનું અભાવપ્રત્યક્ષ ક્વચિત્ પ્રતિષેધ્ય(પ્રતિયોગી)ના સ્મરણની અપેક્ષાવાળું છે, કેમ કે તેવી જ પ્રતીતિ છે ને?
સમાધાન -સ્મરણની અપેક્ષાવાળા વિકલ્પજ્ઞાનમાં પ્રત્યક્ષની સાથે વિરોધ છે. જેમ કે-અનુમાન, આદિ અને તે પ્રત્યક્ષમાં (ભાવપ્રત્યક્ષમાં) સ્મરણની અપેક્ષા જો માનવામાં આવે, તો અનવસ્થાનો પ્રસંગ છે. [મૃતિમાં, પૂર્વ અનુભવની અપેક્ષા, તે પૂર્વ અનુભવમાં બીજા સ્મરણની અપેક્ષા અને તે બીજા સ્મરણમાં બીજા પૂર્વ અનુભવની અપેક્ષા હોવાથી, અનવસ્થા સુદૂરપણે જઈને, કોઈ અનુભવની સ્મૃતિની નિરપેક્ષત્વમાં પ્રકૃત અનુભવમાં પણ સ્મૃતિની અપેક્ષાની કલ્પનાની વ્યર્થતા છે,] તેથી અભાવ, પ્રત્યક્ષના વિષયરૂપ નથી.
શંકા – સ્મૃતિની અપેક્ષાએ સ્મૃતિજન્યત્વ, પ્રત્યક્ષના અભાવની સાથે વ્યાપ્ય હોવા છતાં વિશેષણ જ્ઞાનરૂપે સ્મૃતિજન્યતા, પ્રત્યક્ષાભાવ વ્યાપ્ય નહીં હોવાથી દોષ નથી જ ને?
સમાધાન – વિશિષ્ટ જ્ઞાનત્વથી અવિચ્છિન્ન પ્રત્યે અથવા વિશિષ્ટ પ્રત્યક્ષત્વથી અવિચ્છિન્ન પ્રત્યે વિશેષણ જ્ઞાનની કારણતામાં પ્રમાણનો અભાવ છે : અને તે વિશિષ્ટ પ્રત્યક્ષના વિશેષણ-ઇન્દ્રિયસંનિકર્ષતેના અસંસર્ગના અગ્રહણ આદિથી જ તે(અભાવ)થી વિશિષ્ટ પ્રત્યક્ષની ઉત્પત્તિ છે. “સુરભિચંદન છે.” ઇત્યાદિ જ્ઞાન તો પ્રત્યભિજ્ઞાનરૂપ જ છે. ઈતિ.] સકળ શક્તિના અભાવરૂપ નિરૂપાખ્યા(અભાવપદાર્થરૂપ વાણીથી-મનથી અગોચર-અનિર્વચનીય)નું અધિકરણ હોવાથી સર્વથા ભિન્ન અભાવમાં સ્વભાવકાર્ય આદિરૂપ હેતુનો અભાવ હોવાથી આનુમાનિકપણું (અનુમાનથી જન્યપણું) નથી, કેમ કે-સ્વભાવ સહિતપણામાં ભાવપણાનો પ્રસંગ છે.
શંકા –ભાવોની અનુપલબ્ધિ(અપ્રાપ્તિરૂપ પ્રમાણ)થી તે અભાવની પ્રમિતિ-અમારૂપ જ્ઞાન છે ને?
સમાધાન – તેથી ભાવાન્તર(અન્ય ભાવ)ના સ્વભાવમાં જ અભાવનો અભાવ(ભાવ) છે. માટે અભાવ, વસ્તુનો પર્યાય હોઈ સર્વથા અધિકરણથી ભિન્ન નથી તેમજ અભિન્ન નથી, પરંતુ કથંચિત ભિન્નભિન્ન છે.
अथ विधिस्वरूपहेतोः प्रकारान् प्रकाशयतिविध्यात्मको हेतुस्साध्याविरुद्धप्रतिषेध्यविरुद्धभेदेन द्विधा, एवं निषेधात्मकोऽपि ।१६।
विध्यात्मक इति । एवमेव प्रतिषेधरूपहेतावपीत्याहैवमिति । अत्रेदमवसेयम् यथा साध्याविरुद्धो विध्यात्मको हेतुर्विधिसाधकः, प्रतिषेध्यविरुद्धो विधिहेतुः प्रतिषेधसाधकः, तथा प्रतिषेध्येनाविरुद्धो निषेधात्मको हेतुः प्रतिषेधसाधकः, साध्यविरुद्धनिषेधात्मको हेतुविधिसाधक इति ॥ .... १. ननु निषेधात्मकहेतोः कथं द्विविधत्वस्यातिदेशः न तावत्साध्याविरुद्धत्वप्रतिषेध्यविरुद्धत्वाभ्यां, अग्निमोदाहरणानुपपत्तेरिति पर्यनुयोगे त्वाहात्रेदमिति ॥