________________
१६६
तत्त्वन्यायविभाकरे
પ્રāસાભાવનું નિરૂપણ ભાવાર્થ – “જેની ઉત્પત્તિ પ્રત્યે કારણભૂત કાર્યનો વિનાશ છે, તે પ્રધ્વસાભાવ' કહેવાય છે. જેમ કેઘટ પ્રત્યે કપાલકદંબક.”
વિવેચન – જેના ભાવમાં સત્ત્વમાં) નિયમા કાર્યનો વિનાશ છે, તે “પ્રધ્વસાભાવ. દષ્ટાન્તને કહે છે કે- “અતિ ' કપાલકદંબકની ઉત્પત્તિ હોયે છતે અવશ્ય ઘટનો વિનાશ હોય છે, એથી તે કપાલકંદબક જ “પ્રધ્વસાભાવ' છે. ઘટના નાશ સિવાય કપાલની ઉત્પત્તિ નથી હોતી, માટે કપાલકદંબક ઘટના પ્રધ્વસાભાવરૂપ છે. અહીં પણ ઋજુસૂત્રની અપેક્ષાએ ઉપાદેય(ઘટāસરૂપ કાય)નો ક્ષણમાં જ (ઘટરૂપ) ઉપાદાનનો પ્રધ્વંસ છે.
શંકા – આ પ્રમાણે તે કપાલકદંબકના ઉત્તરાણોમાં પ્રધ્વંસનો અભાવ હોવાથી ઘટ આદિનો ફરીથી આવિર્ભાવ થશે જ ને ?
સમાધાન – કારણમાં કાર્યના વિનાશ આત્મકપણાનો અભાવ હોવાથી, (કારણભૂત ઘટનું કાર્ય તે ઘટનો ધ્વંસ છે. તેમાં ઉપમદન-નાશ આત્મકપણાનો અભાવ હોવાથી, એવો અર્થ છે. ખરેખર, ઘટ કારણ છે તેથી ઘટધ્વંસનો નાશ એ ઘટસ્વરૂપી નથી, એવો ભાવ છે.) ઉપાદાનના ઉપમર્દન-વિનાશમાં જ કાર્યોત્પત્તિ આત્મકપણું હોવાથી, પ્રાગભાવ અને પ્રધ્વંસમાં ઉપાદાન ઉપાદેયરૂપપણાના સ્વીકારથી તે ઉપાદાનના ઉપમર્દનથી જ કાર્યરૂપ પ્રધ્વસમાં આત્મલાભ છે, માટે કપાલકદંબકના ઉત્તરક્ષણોમાં ઘટ આદિનો ફરીથી આવિર્ભાવ નથી.
૦ ખરેખર, પૂર્વેક્ષણમાં વર્તમાન કારણરૂપ પ્રાગભાવ હોય છત, કાર્ય આત્મક પ્રવ્વસમાં સ્વરૂપની લાભની ઉપપત્તિ છે.
વળી વ્યવહારનયની અપેક્ષાએ ઘટના ઉત્તરકાળમાં વર્તનાર, ઘટના આકારથી રહિત મૃદુ આદિ દ્રવ્ય (ઘટના પ્રધ્વંસના વ્યવહારની વિષયતા, ઘટના ઉત્તરકાળમાં વર્તનાર ઘટના આકારથી રહિત મૃદ્દવ્યપણાએ નથી, કેમ કે-ધ્વસઘટિત ઉત્તરત્વ ગર્ભિતપણાએ અન્યોન્યાશ્રય છે. પરંતુ સ્વઘટ)થી ઉત્તરકાળવૃત્તિત્વ, સ્વતઘટ) આકારવિકલત્વ અને સ્વ (ઘટના દ્રવ્ય મૃદ્દવ્યત્વ) દ્રવ્યત્વરૂપ, આ ત્રણના સંબંધથી ઘટવિશિષ્ટપણાએ છે.) ઘટ પ્રધ્વંસ કહેવાય છે. તે પ્રધ્વંસ અનંત છે.
૦ તેથી ઘટથી પૂર્વકાળમાં રહેનાર, મૃદુ આદિ દ્રવ્ય ઘટનો પ્રાગભાવ જ છે પરંતુ પ્રધ્વંસ નથી. તેવી રીતે ઘટ આકારવાળું તે મૃદ્રવ્ય પણ તે ઘટનો પ્રધ્વંસ ન થાઓ ! માટે ઘટના આકારથી રહિત, એવું વિશેષણ આપેલું છે. અર્થાત્ ઘટના પછીના કાળમાં રહેનાર, ઘટના આકારથી રહિત મૃદુ આદિ દ્રવ્ય ઘટપ્રધ્વસ' કહેવાય છે. પ્રમાણ(દ્રવ્યપર્યાયરૂપ ઉભય નય)ની અપેક્ષાથી તો પ્રધ્વંસ, દ્રવ્ય-પર્યાયસ્વરૂપી અને એક-અનેકસ્વભાવી છે.
अथान्योऽन्याभाबमाख्यातिस्वरूपान्तरात्स्वरूपव्यवच्छेदोऽन्योन्याभावः, यथा पटस्वभावाद्धटस्वभावस्य ।१४।