________________
१६४
तत्त्वन्यायविभाकरे
શંકા – પોતાની (ઘટની) ઉત્પત્તિ પહેલાં “ઘડો હતો નહીં (નથી), આવું જ્ઞાન અભાવવિષયક છે, કેમ કે-ભાવપ્રત્યયથી વિલક્ષણ છે. જે ભાવવિષયક પ્રત્યય છે, તે ભાવપ્રત્યય વિલક્ષણ નથી. જેમ કે-“પટ' ઇત્યાદિ પ્રત્યયરૂપ અનુમાનરૂપ પ્રમાણ, ભાવવિલક્ષણ પ્રાગભાવ ગ્રાહક છે જ ને?
સમાધાન – પ્રાગભાવ આદિમાં પ્રવ્વસાભાવ આદિ નથી! આવા પ્રત્યયની સાથે વ્યભિચાર છે. [અભાવરૂપ અધિકરણવાળો-અભાવરૂપી પ્રતિયોગી(આધેય)વાળો અભાવ અધિકરણરૂપ હોય છે. આવો નિયમ હોવાથી “પ્રાગભાવ આદિમાં પ્રધ્વસાભાવ આદિ નથી.” અહીં પ્રાગભાવ આદિરૂપ અધિકરણવાળો અને પ્રધ્વસાભાવ આદિરૂપ આધેયવાળો, અહીં રહેલો અભાવ અધિકરણરૂપ છે (મૃતપિંડરૂપ છે), તેથી મૃતપિંડમાં પ્રાગભાવ ભિન્ન પ્રધ્વસાભાવના અભાવરૂપ વિષયવાળો નહીં હોવાથી અર્થાત્ પ્રધ્વસ નહીં હોવાથી, હેતુ (ભાવપ્રત્યયવિત લક્ષણત્વરૂપ) હોવા છતાં અભાવરૂપ સાધ્ય નહીં હોવાથી વ્યભિચાર છે.] માટે ભાવવિલક્ષણ અભાવગ્રાહકરૂપ પ્રમાણ નથી.
શંકા – તે પણ પ્રત્યય (પ્રાગભાવ આદિમાં પ્રધ્વસાભાવ આદિ નથી. આ પ્રત્યય પણ) અભાવ વિષયવાળો અમે માનીએ છીએ, તો વ્યભિચાર કેવી રીતે?
સમાધાન – જો એમ માનો, તો અભાવની અનવસ્થાનો પ્રસંગ હોવાથી ભાવવિલક્ષણ અભાવ નથી એમ જ માનવું રહ્યું. એથી જ પ્રાગભાવનું સર્વદાભાવનું વિશેષણપણું પ્રસિદ્ધ છે, કેમ કે-“પ્રધ્વસાભાવ આદિમાં પ્રાગભાવ નથી.' ઇત્યાદિ પ્રત્યયમાં પ્રાગભાવનું અભાવમાં વિશેષણપણું છે.
૦ તેથી ઋજુસૂત્રનયના અર્પણ-અપેક્ષાએ કાર્યનો અવ્યવહિત પૂર્વમાં ઉપાદાનરૂપ પરિણામ (મૃતપિંડરૂપ ઉપાદાન પરિણામ) જ પ્રાગભાવ છે.”
શંકા – તે કાર્યના પૂર્વમાં અનાદિ પરિણામ સંતતિમાં કાર્યસદ્ભાવનો પ્રસંગ આવશે જ ને?
સમાધાન – તપૂર્વ અનાદિ પરિણામ સંતતિમાં કાર્યસભાવનો પ્રસંગ નહીં આવે, કારણ કે-ઘટનો પ્રાગભાવ કુસૂલ છે. (કોઠાર જેવી આકૃતિવાળી માટી) તે કુસૂલનો પ્રાગ ભાવ કોશ છે. (ગોળાકાર પદાર્થ જેવી માટી) તે કોશનો પ્રાગભાવ સ્થાસક છે. (દર્પણ જેવા આકારનું પાત્ર) તે સ્થાસકનો પણ પ્રાગભાવ મૃતપિંડ છે. આ પ્રમાણે તેની પરંપરાની વિશ્રાન્તિ પરમાણમાં થાય છે. તથાચ તે, પ્રાગભાવની પરંપરાના અનાધાર અને ઘટāસપરંપરાના અનાધારકાળપણામાં જ ઘટવ્યાપ્યત્વ (વ્યાપ્તિ) હોઈ અઘટકાળમાં (ઘટના અનાધારકાળમાં) ઘટવત્વનો (ઘટનો પ્રસંગ નથી. ઇતિ.
૦ વ્યવહારનયના અર્પણની અપેક્ષાએ તો માટી વગેરે દ્રવ્ય જ ઘટ આદિનો પ્રાગભાવ (ઉપાદાન) છે અને તે અનાદિ છે.
શંકા – ઘટ આદિમાં પ્રાગભાવના અભાવપણું સંભવતું નથી, કેમ કે-મૃદ્માટી આદિ દ્રવ્યમાં અભાવનો અસંભવ જ છે ને?
સમાધાન - ઘટ આદિ પર્યાયથી રહિત, પૂર્વકાળવિશિષ્ટ-કાળવિશેષથી વિશિષ્ટ સ્વરૂપ સંબંધી મૃદ્રવ્ય ઘટના પ્રાગભાવના વ્યવહારનું નિમિત્ત છે. (પૂર્વકાળરૂપ કાળવિશેષ સંસર્ગથી ઘટિત હોઈ અને પૂર્વે અનુપસ્થિત તે કાળવિશેષના સંસર્ગપણામાં કોઈનો પણ વિવાદ નહીં હોવાથી અહીં અન્યોન્ડન્યાશ્રય નથી.)