________________
દ્વિતીય ભા/સુત્ર - ૨૨, રાઈઃ વિરો
१६३
સમાધાન – જો આમ છે, તો અવ્યવહિત કાર્યના પૂર્વના પરિણામમાં પણ કાર્યના ભેદનું સત્ત્વ હોઈ,. કાર્યધ્વંસ-પ્રાગભાવના અનાધારભૂત તે કાળથી જ તે વખતે કાર્યના અભાવની સિદ્ધિ હોઈ પ્રાન્ અભાવના સ્વીકારની નિરર્થકતાની આપત્તિ છે.
શંકા - કાર્યમાં પ્રાર્ અભાવના અભાવરૂપ સ્વભાવપણાની સિદ્ધિ માટે તે પ્રાગુ અભાવનો સ્વીકાર કરવો જ પડે ને?
સમાધાન તો પછી કાર્યથી પૂર્વના કે ઉત્તરના સઘળાય પરિણામોમાં કાર્યના અનંતર-પૂર્વપર્યાય ભિન્નોમાં પૂર્વતર-પૂર્વતમ પર્યાયોમાં કાર્યસ્વભાવતાનો પ્રસંગ આવશે જ.
શંકા – કાર્યપ્રાગુ-અભાવનું અભાવપણું કાર્યસ્વભાવત્વવ્યાપ્ય (વ્યાપ્તિવિશિષ્ટ) નથી, પરંતુ કાર્યપ્રાગભાવનું ધ્વંસપણું જ કાર્યના સ્વભાવપણાની સાથે વ્યાપ્તિવાળું છે. તે પણ ધ્વસ, અવ્યવહિત ઉત્તરક્ષણમાં જ વર્તે છે : અને તેની ઉત્તરક્ષણોમાં ઘટાદિ વ્યવહાર, સંદેશસમાન કાર્યની ઉત્પત્તિના દોષ(કાર્યસાદગ્ધની ભ્રાન્તિરૂપ દોષ)થી છે ને?
સમાધાન – આ બધું કથન (વિપરીત કથન) સૌગતોને જ શોભતું છે. (તે બૌદ્ધ લોકો માત્ર પર્યાયને જ માને છે, માટે તેઓને જ આ શોભે છે. અમે તો દ્રવ્ય-પર્યાય ઉભયને માનનારા છીએ એટલે સ્યાદ્વાદીઓને તો તે સિદ્ધાન્ત વિરૂદ્ધ છે.) અમે સ્યાદ્વાદીઓએ પ્રાગભાવને અનાદિરૂપે (શક્તિરૂપેદ્રવ્યરૂપે) માનેલ છે.
વળી પ્રાર્ અભાવનો ધ્વંસ બીજા-ત્રીજા આદિ ક્ષણમાં નહીં હોવાથી પ્રાગભાવ ઊભો થઈ જાય એવો પ્રસંગ આવવાથી, પ્રાગુ અભાવના ક્ષણની માફક કાર્યના અભાવનો પ્રસંગ ઉભો છે અને કાર્યોત્પત્તિ સાદૃશ્ય દોષ (સદશ કાર્યોત્પત્તિરૂપ દોષ)નો સ્વીકાર અપ્રમાણિક છે. તેથી દ્રવ્ય અને પર્યાયસ્વરૂપી પ્રાગભાવ છે અને તે પ્રાગભાવ કથંચિત (અપેક્ષાએ) સાદિ અને કથંચિત્ (અપેક્ષાએ) અનાદિ છે. એ સિદ્ધાન્ત છે-જૈન સિદ્ધાન્ત છે.
શંકા – (આપના કહેવાથી એ ફલિત થાય છે કે-પૂર્વના પર્યાયોના અને માટીરૂપ દ્રવ્યમાં પ્રાગભાવત્વ વ્યાસજ્યવૃત્તિ પર્યાપ્તિ સંબંધન દ્વિવાદિ સંખ્યાની માફક અનેકાશ્રયવૃત્તિ થાય છે, માટે તે ઠીક નથી; કેમ કેપ્રત્યેકમાં જે નથી વર્તતો તે સમુદાયમાં નથી વર્તતો અને પ્રત્યેકમાં વૃત્તિત્વ માનવામાં દોષ છે. એવા આશયથી આ શંકા કરે છે કે-“નતિ '
દ્રવ્યરૂપે પ્રાગભાવમાં અનાદિપણું હોય છતે, અનંતપણાનો પ્રસંગ હોવાથી સર્વદા કાર્યની અનુત્પત્તિ થાય ! અને પર્યાયરૂપે સાદિપણું હોય છતે, પ્રાગભાવથી પહેલાં પણ પછીની જેમ કાર્યની ઉત્પત્તિ થાય ! માટે દ્રવ્ય અને પર્યાયરૂપ ઉભયમાં દોષ હોવાથી ભાવસ્વભાવરૂપ પ્રાગભાવ નથી, કેમ કે-તે પ્રાગભાવ ભાવથી વિલક્ષણ હોઈ સર્વદા ભાવવિશેષણરૂપ છે જ ને?
સમાધાન – સર્વથા એકાન્ત ભાવવિલક્ષણ અભાવગ્રાહકપ્રમાણનો અભાવ હોવાથી, પ્રાગભાવ ભાવથી વિલક્ષણ નથી તેમજ સર્વદા ભાવનું વિશેષણ નથી.